GUJARAT CORONA UPDATE: કોરોનાનો ફરી ફૂંફાડો! છેલ્લા 24 કલાકમાં જાણો કેટલા નવા કેસ નોંધાયા, કોની વધી ચિંતા?

સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 13 નોંધાયા છે. ગાંધીનગર કોર્પોરેશન 2, વડોદરા કોર્પોરેશનમાં 8, ગાંધીનગર 2, જામનગર 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશનમાં 1 એમ કુલ 28 કેસ નોંધાયા છે. 

GUJARAT CORONA UPDATE: કોરોનાનો ફરી ફૂંફાડો! છેલ્લા 24 કલાકમાં જાણો કેટલા નવા કેસ નોંધાયા, કોની વધી ચિંતા?

ગાંધીનગર: રાજ્યમાં આજે પણ કોરોનાના નવા 28 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 37 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,13,625 નાગરિકો દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કે રસીકરણ પણ ઝડપથી ચાલી રહ્યું છે. રાજ્યમાં આજે રસીના કુલ 35,413 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 213 એક્ટિવ કેસ છે. જે પૈકી 02 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 211 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત 12,13,625 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જ્યારે અત્યાર સુધીમાં 10,944 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમચાર કહી શકાય કે આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી થયું. 

No description available.

સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 13 નોંધાયા છે. ગાંધીનગર કોર્પોરેશન 2, વડોદરા કોર્પોરેશનમાં 8, ગાંધીનગર 2, જામનગર 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશનમાં 1 એમ કુલ 28 કેસ નોંધાયા છે. 

રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 866 ને રસીનો પ્રથમ જ્યારે 12246 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 103 ને રસીનો પ્રથમ અને 1448 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 9170 ને પ્રીકોર્શન ડોઝ અપાઇ ચુક્યાં છે. 12-14 વર્ષના નાગરિકો પૈકી 864 ને રસીનો પ્રથમ અને 10716 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે કુલ 35,413 ડોઝ આજના દિવસમાં જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,84,16,650 કુલ ડોઝ અપાઇ ચુક્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news