ગૂગલના શાસનનો અંત કરી નાંખશે AI? આ લોકો માટે પણ પૈદા કરી શકે છે મોટો ખતરો
ગૂગલ તેની પોતાની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બનાવીને તેનો સામનો કરી રહ્યું છે, પરંતુ ચેટબોટએ સારી શરૂઆત કરી નથી. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ગૂગલે તેના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું પ્રદર્શન કર્યું હતું.
Trending Photos
ઝી બ્યુરો/નવી દિલ્હી; ગૂગલને સૌથી વધુ ઉપયોગમાં લેવાતી વેબસાઇટ તરીકે ઓળખવામાં આવે છે અને તે વર્ષ 2000ની શરૂઆતથી ટોચનું સર્ચ એન્જિન રહ્યું છે. જો કે, ChatGPT જેવા નવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ચેટબોટ્સ જેવા લોકોના સવાલોને ઓનલાઈન જવાબ આપનારી વેબસાઈટ આવ્યા પછી ગુગલની સામે પોતાનું સામ્રાજ્ય ગુમાવવાનો ખતરો પૈદા થયો છે.
Google Artificial Intelligence VS ChatGPT
ગૂગલ તેની પોતાની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બનાવીને તેનો સામનો કરી રહ્યું છે, પરંતુ ચેટબોટએ સારી શરૂઆત કરી નથી. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ગૂગલે તેના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું પ્રદર્શન કર્યું હતું. જોકે ગૂગલની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ વિશે ખોટી માહિતી આપી હતી. ત્યારથી ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના શેરમાં ઘટાડો નોંધાયો છે. ગૂગલ વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય છે અને ખાસ કરીને તેને જાહેરાતોમાંથી જે પૈસા મળે છે તે બાકીના કરતા ઘણા વધારે છે, પરંતુ તાજેતરમાં ટેક્નોલોજીમાં આવેલા બદલાવથી ગૂગલ સામે મોટી સમસ્યા ઊભી થઈ છે.
Google Advertising Revenue પર આવી રીતે પડશે અસર
જાહેરાતોના કારણે ગુગલને મોટી સફળતા મળી, પરંતુ હવે અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. જો એઆઈ ચેટબોટ (AI Chatbot) જેવી ચેટજીપીટી (ChatGTP) જાહેરાતોની આવક પર કબજો કરવા લાગશે તો આ ગૂગલની જાહેરાતના સંદર્ભેમાં ગૂગલના ટોચના સર્ચ એન્જિનના શાસનને હલાવી શકે છે. ગૂગલ પર નિર્ભર લોકો મોટાભાગે પ્રશ્નો પૂછતા નથી અને એવું બને છે કે તેઓ ગૂગલના પ્રથમ સર્ચ પેજથી આગળ જતા નથી, પરંતુ AI આવ્યા પછી તેઓ કંઈક શોધતી વખતે માત્ર કેટલીક વેબસાઇટ્સ સુધી મર્યાદિત નથી. ચેટબોટ તેને કન્ટેન્ટ પણ બતાવે છે અને વાત પણ કરે છે.
AI ચેટબોટની આગળ પણ છે અનેક સમસ્યાઓ
AI ચેટબોટ સાથે પણ ઘણી સમસ્યાઓ જોવા મળી રહી છે. ઘણા લોકોએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અંગે ચિંતા વ્યક્ત કરી છે. લોકો માને છે કે આનાથી સાહિત્યચોરી થઈ શકે છે અથવા તો ઘણી બધી નોકરીઓ જઈ શકે છે અને વકીલો, પત્રકારો અને અન્ય વ્યાવસાયિકોની આવક ઘટી શકે છે.
OpenSI ના CEO નું નિવેદન
OpenSI ના CEO જેમણે ChatGPT વિકસાવ્યું. તેમણે જણાવ્યું કે કંપની એક એવું ટૂલ વિકસાવી રહી છે જેના દ્વારા AI દ્વારા લખાયેલા લેખો અથવા સામગ્રીને ઓળખી શકાય. એક વીડિયો ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે અમે શિક્ષકો પાસેથી સાંભળીએ છીએ કે હોમવર્કને કારણે તેની અસર થઈ રહી છે. જ્યારે, અમે કેટલાક શિક્ષકો પાસેથી એવું પણ સાંભળીએ છીએ કે આ બાળક માટે શ્રેષ્ઠ વ્યક્તિગત શિક્ષક છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે