Xiaomi એ લોન્ચ કર્યું દમદાર TV, મોબાઇલ ફોન કરતાં પણ છે પાતળું, ફીચર્સ મચાવશે ધૂમ

Mi TV Master 77 ની અલ્ટ્રા-થિન સ્ક્રીનની જાડાઇ 8.2mm છે. તેનો અર્થ એ છે કે આ ટીવી એક મોબાઇલ ફોન કરતાં પણ વધુ પાતળું છે. સત્તાવાર રીતે આ ટીવીને Xiaomi ની સૌથી ડિટેલ્સ અને દમદાર ફીચર્સવાળું ટીવી ગણવામાં આવી રહ્યું છે. 

Xiaomi એ લોન્ચ કર્યું દમદાર TV, મોબાઇલ ફોન કરતાં પણ છે પાતળું, ફીચર્સ મચાવશે ધૂમ

નવી દિલ્હી: Xiaomi એક એવી કંપની છે જે પોતાની દરેક પ્રોડક્ટ સાથે કંઇક અલગ અને કંઇક નવું કરવાનો પ્રયત્ન કરે છે. કંપની દ્વારા તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવેલી પ્રોડક્ટમાં પણ આ પ્રયત્ન સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. આ પ્રોડક્ટ્સમાં સામેલ છે Xiaomi નું Mi TV Master 77. આવો જાણીએ આ ટીવી કઇ રીતે બીજા ટીવી સેટ્સથી અલગ છે અને તેમાં શું ખાસ છે...

મોબાઇલ ફોન કરતાં પણ પતળું છે Mi TV Master 77
Mi TV Master 77 ની અલ્ટ્રા-થિન સ્ક્રીનની જાડાઇ 8.2mm છે. તેનો અર્થ એ છે કે આ ટીવી એક મોબાઇલ ફોન કરતાં પણ વધુ પાતળું છે. સત્તાવાર રીતે આ ટીવીને Xiaomi ની સૌથી ડિટેલ્સ અને દમદાર ફીચર્સવાળું ટીવી ગણવામાં આવી રહ્યું છે. 

તેમાં દમદાર અવાજની છે સુવિધા
આ ટીવીમાં નવ સ્પીકર યૂનિટ્સ્વની સુવિધા છે સ્પીકરમાં 70W ની ઓડિયો ક્વોલિટી છે. ટીવીના NFC રિમોટ કંટ્રોલ વડે ફોનને ટીવી પાસે લઇને ફોન પર ચાલી રહેલા વિડિયોને ટીવી પર ચલાવી શકાય છે. 

ટીવીના બાકી ફીચર્સ
કોડ-કોર કોર્ટેક્સ એ73 મીડિયાટેક ચિપસેટવાળી માળી-જી52 એમસી 2 જીપીયૂ દ્વારા સંચાલિત Mi TV Master 77 માં 8.5GB RAM અને 64GB ના સ્ટોરેજની સુવિધા છે. તેની અલ્ટ્રા વાઇડ બેન્ડ (UWB) ચિપથી યૂઝર યૂડબ્લ્યૂબીથી ચાલનાર ડિવાઇસિઝથી એકવારમાં કનેક્ટ કરી શકશો. આ  OLED ટીવીમાં ફોર ચેનલ કલર ગેમિટ, 10-બીટ અને ડેલ્ટા-ઇ 1.5 છે. Mi TV Master 77 વાઇફાઇ 6 અને બ્લૂટૂથ 5.0 ને સપોર્ટ કરે છે અને તેમાં 3 એચડીએમઆઇ 2.1 પોર્ટ, 2 યૂએસબી પોર્ટ અને ઘણા ઇનપુટ સોર્સિસ છે.  

ક્યાં મળશે આ ટીવી
આ ટીવી 18 ઓગસ્ટથી ચીનમાં ખરીદી શકાશે. 19,999 યુઆન ($3,083) ની કિંમતવાળું Mi TV Master 77 પર કંપનીએ 3000 યુઆનનું ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કર્યો છે જેથી તેની કિંમત ઘટાડીને 16,999 યુઆન ($2,624) થઇ જશે. આ હાલ વૈશ્વિક સ્તર પર ઉપલબ્ધ નથી અને ના તો તેના ભાવ વિશે કોઇ જાણકારી સામે આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news