Xiaomi Mi 10S સ્માર્ટફોન થયો લોન્ચ, 108MP કેમેરા અને સ્નેપડ્રેગન 870 પ્રોસેસરથી છે લેસ

108 મેગાપિક્સલના ક્વોડ કેમેરા સેટઅપ અને સ્નેપડ્રેગન 870 ચિપસેટથી લેસ શાઓમી Mi 10S સ્માર્ટફોને માર્કેટમાં એન્ટ્રી કરી લીધી છે. આવો જાણીએ આ ફોનમાં શું ખાસ છે. 
 

Xiaomi Mi 10S સ્માર્ટફોન થયો લોન્ચ, 108MP કેમેરા અને સ્નેપડ્રેગન 870 પ્રોસેસરથી છે લેસ

નવી દિલ્હીઃ Xiaomi Mi 10S સ્માર્ટફોન લોન્ચ થઈ ગયો છે. કંપનીએ આ ફોનને હજુ માત્ર ચીનમાં લોન્ચ કર્યો છે. 12 જીબીની LPDDR5 રેમ અને 108 મેગાપિક્સલ કેમેરાવાળા આ ફોનની કિંમત 3299 યુઆન (આશરે 37000 હજાર રૂપિયા) છે. ડિઝાનના મામલામાં આ Mi 10 Ultra ને મળતો આવે છે. આવો વિગતવાર જાણીએ શાઓમી પોતાના નવા સ્માર્ટફોનમાં શું ઓફર આપી રહી છે.

મળશે સ્નેપડ્રેગન 870 પ્રોસેસર
જૂને જણાવ્યુ કે, શાઓમીના આ નવા સ્માર્ટફોનમાં પ્રોસેસર તરીકે સ્નેપડ્રેગન 870 ચિપસેટ આપવામાં આવી છે. આ સિવાય ફોનમાં દમદાર સાઉન્ડ માટે Harmon Kardon ના સ્પીકર આપવામાં આવ્યા છે. ડિઝાઇનના મામલામાં તે પાછલા વર્ષે લોન્ચ થયેલ Mi 10 Ultra સ્માર્ટફોન જેવો રહેશે. 

108MP કેમેરા અને 33 વોટ ફાસ્ટ ચાર્જિંગ
કંપનીએ આ અપકમિંગ સ્માર્ટફોનની જે પોસ્ટ શેર કરી છે, જેને જોઈને કહી શકાય કે ફોનમાં ચાર રિયર કેમેરા આપવામાં આવ્યા છે, જેમાં 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો છે. ફોનનો મોડલ નંબર M2012J2SC છે અને તેને ચીનમાં TENAA અને 3C એ સર્ટિફાઇ કપણ કરી દીધો છે. સર્ટિફિકેશન પ્રમાણે આ ફોનમાં 33 વોટ ફાસ્ટ ચાર્જિંગની સાથે 4680mAh બેટરી, 6.67 ઇંચની ડિસ્પ્લે અને એન્ડ્રોયડ 11 ઓએસ જેવા ફીચર મળશે. 

Mi 10 5G ને મળતા આવે છે સ્પેસિફિકેશન
કેટલીક અફવાઓ પ્રમાણે ફોનમાં મળનાર બીજા સ્પેસિફિકેશન પાછલા વર્ષે લોન્ચ થયેલા Mi 10 5G જેવા હોઈ શકે છે. આ ફોનમાં 90Hz ના રિફ્રેશ રેટની સાથે 6.67 ઇંચની ફુલ એચડી+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્પેનડ્રેગન 865 પ્રોસેસરથી લેસ આ ફોનમાં ફોટોગ્રાફી માટે ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 108 મેગાપિક્સલના ક્રાઇમરી કેમેરાની સાથે એક 13 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એન્ગલ કેમેરા, એક 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ અને એક 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનને પાવર આપવા માટે 4780mAh ની બેટરી છે અને 33  વોટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news