Reliance Jio 749 રૂપિયામાં આપી રહ્યું છે એક વર્ષ માટે અનલિમિટેડ સર્વિસ, કોલ અને ડેટા

Reliance Jio એ Jio Phone 2021 ઓફર હેઠળ 749 રૂપિયાવાળો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં 2જીબી ડેટા દર મહિને મળે છે.

Reliance Jio 749 રૂપિયામાં આપી રહ્યું છે એક વર્ષ માટે અનલિમિટેડ સર્વિસ, કોલ અને ડેટા

નવી દિલ્હીઃ Reliance Jio એ હાલમાં Jio Phone 2021 ઓફરની જાહેરાત કરી છે. આ ઓફર હેઠળ કંપનીએ ત્રણ નવા પ્લાન રજૂ કર્યા છે, જેની કિંમત 1199 રૂપિયા, 1499 રૂપિયા અને 749 રૂપિયા છે. ખાસ કરીને જીયો ફોન માટે લોન્ચ કરેલા આ પ્લાનમાં મુકેશ અંબાણીની માલિકીવાળી કંપની અનલિમિટેડ સર્વિસ ઓફર કરે છે. આજે અમે તમને જણાવીશું કે હાલના જીયો ગ્રાહકો માટે 749 રૂપિયાવાળા વાર્ષિક પ્લાન વિશે. 

749 રૂપિયાવાળો જીયો પ્લાન
રિલાયન્સ જીયોના 749 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 336 દિવસ છે. એટલે કે તમે 28 દિવસની 12 સાઇકલ સુધી આ જીયો ફોન પ્લાનનો ફાયદો લઈ શકો છો. ગ્રાહકોને દર મહિને 2 જીબી હાઈ-સ્પીડ ડેટા પ્લાનમાં આપવામાં આવે છે. આ ડેટા પૂરો થયા બાદ સ્પીડ ઘટીને 64Kbps રહી જાય છે. 

આ સિવાય જીયોનો 749 રૂપિયાવાળા પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ કોલ ઓફર કરવામાં આવે છે. ગ્રાહકોને એક સાઇકલ એટલે કે 28 દિવસ માટે 50 એસએમએસ મળે છે. 

ધ્યાન આપવા જેવી વાત છે કે જીયોના આ પ્લાનનો ફાયદો હાલના જીયો ફોન ગ્રાહકો લઈ શકે છે. આ એપમાં જીયો એપ્સ જેમ કે જીયોટીવી, જીયોસિનેમા, જીયોન્યૂઝ, જીયોસિક્યોરિટી અને જીયોક્લાઉડનું સબ્સક્રિપ્શન પણ મળે છે. જીયોના આ પ્લાનને જીયો ઓલ ઇન વન પ્લાન કેટેગરીમાં રાખવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news