WhatsApp દ્વારા ચપટીમાં જાણી શકશો દવા અસલી છે નકલી, જાણો કેવી રીતે

ટોચની 300 દવા બ્રાંડની નકલથી છુટકારો મળશે. અધિકારીઓએ જણાવ્યું કે ડ્રગ્સ ટેક્નિકલ એડવાઇઝરી બોર્ડ(DTAB)એ 16ના રોજ યોજાયેલી બેઠકમાં 'ટ્રેસ એંડ ટ્રેક' સિસ્ટમ લાગૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

WhatsApp દ્વારા ચપટીમાં જાણી શકશો દવા અસલી છે નકલી, જાણો કેવી રીતે

નવી દિલ્હી: બજારમાં નકલી દવાઓ આવતાં હંમેશા એ ખતરો રહે છે કે જે દવા તમે લીધી છે તે અસલી છે કે નકલી. પરંતુ હવે તેને લઇને તમારે વધુ વિચારવાની જરૂર નથી. જોકે દવા બનાવનાર કંપનીઓ હવે પોતાની સૌથી વધુ વેચાતી દવા સાથે જ અન્ય પ્રોડક્ટ પર યૂનિક કોડ પ્રિંટ કરશે. આ કોડના માધ્યમથી અસલી અથવા નકલી હોવાનું સરળતાથી જાણી શકાશે. આવી દવાઓની નકલથી છુટકારો મેળવવા માટે કરવામાં આવશે. 

300 દવા બ્રાંડની નકલથી છુટકારો મળશે
ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત સમાચાર અનુસાર એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે દવા કંપનીઓ દ્વારા આમ કરવામાં આવતાં ટોચની 300 દવા બ્રાંડની નકલથી છુટકારો મળશે. અધિકારીઓએ જણાવ્યું કે ડ્રગ્સ ટેક્નિકલ એડવાઇઝરી બોર્ડ(DTAB)એ 16ના રોજ યોજાયેલી બેઠકમાં 'ટ્રેસ એંડ ટ્રેક' સિસ્ટમ લાગૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ત્યારબાદ ટોચની 300 દવ બ્રાંડના લેબલ પર 14 આંકડાનો નંબર પ્રિંટ હશે. 

સ્ટ્રિપ પર યૂનિક નંબર આપવામાં આવશે
ત્યારબાદ બજારમાં વેચાનાર સિરપ અને દવાની સ્ટ્રિપ પર એક યૂનિક નંબર આપવામાં આવશે. આ સાથે જ મોબાઇલ નંબર પર આપવામાં આવશે. આ નંબર દવાની માર્કેટિંગ કરનાર કંપનીની માફક ઇશ્યૂ કરવામાં આવશે. 14 આંકડાવાળા આ યૂનિક નંબરને આપવામાં આવેલા મોબાઇલ નંબર પર મેસેજ કરતાં દવા બનાવનાર કંપનીનું નામ અને એડ્રેસ અને બેચ નંબર, મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ જેવી બધી જાણકારી મળી જશે. તેનાથી તમારી દવાની યોગ્ય જાણકારી મળી જશે. 

નકલી દવા વિશે સરળતાથી જાણી શકાશે
આ પહેલાં બજારમાં વેચાઇ રહેલી નકલી દવાઓ વિશે જાણવામાં પણ મદદ મળશે. આ વિશે ઘણી કંપનીઓ સાથે જ મુખ્ય એસોસિએશનની સરકાર સાથે વાત ચાલી રહી હતી. તેના પર સહમતિ બની ગઇ છે. ટ્રેંસ એંડ ટ્રેક સિસ્ટમ માટે જે 300 દવાઓની પસંદગી કરવાની છે તેની યાદી બનાવવાનું કામ ચાલુ છે. દવા બનાવનાર કંપનીઓને પણ આ વિશે જાણકારીની રાહ છે કે આ સિસ્ટમ કયા પ્રકારે લાગૂ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news