અહીં 2 થી 3 લાખમાં મળી જાય છે Audi અને BMW જેવી ગાડીઓ, દૂર દૂરથી ખરીદવા આવે છે લોકો

લક્ઝુરિયસ ગાડીઓ ખરીદવી કોને ન ગમે? પરંતુ આ ગાડીઓ ઘણીવાર આપણા બજેટમાં ફીટ બેસતી નથી. જો તમે પણ આવી કોઈ સમસ્યાથી પરેશાન હોવ તો આ માહિતી તમારા માટે કામની બની શકે છે. જાણો વિગતો....

અહીં 2 થી 3 લાખમાં મળી જાય છે Audi અને BMW જેવી ગાડીઓ, દૂર દૂરથી ખરીદવા આવે છે લોકો

ભારતમાં એક એવી જગ્યા છે જ્યાં તમને Audi અને BMW જેવી લક્ઝરી કારો 2થી 3 લાખ રૂપિયામાં મળી શકે છે. આ જગ્યા વિશે તમારે ખાસ જાણવા જેવું છે. જો તમે પણ સસ્તી કાર ખરીદવા માંગતા હોવ તો તમારા માટે એક સારો વિકલ્પ બની શકે છે. જાણો વિગતો. 

અહીં મળશે સસ્તી કાર!
અમે જે જગ્યાની વાત કરીએ છીએ તે છે દિલ્હીમાં 'દિલ્હી પોલીસ દ્વારા આયોજિત થતી હરાજી'. આ હરાજીમાં પોલીસ દ્વારા જપ્ત કરાયેલી ગાડીઓ, કે જેમાં લક્ઝરી ગાડીઓ પણ સામેલ હોય છે, તે ખુબ ઓછા ભાવે વેચવામાં આવે છે. 

પ્રક્રિયા વિશે જાણકારી
દિલ્હી પોલીસ સમયાંતરે એવી ગાડીઓની હરાજી કરે છે જે કોઈ ગુનામાં જપ્ત કરાયેલી હોય કે પછી તેના માલિક તેને છોડી ચૂક્યા હોય. આવી ગાડીઓમાં લક્ઝરી બ્રાન્ડ્સ જેમ કે Audi, BMW, Mercedes, જેવી અન્ય વિદેશી ગાડીઓ પણ સામેલ હોઈ શકે છે. 

ગાડીઓની સ્થિતિ
આ ગાડીઓ મોટાભાગે દુર્ઘટનાગ્રસ્ત કે જૂની હોય છે અને તેમાંથી અનેકને રિપેરિંગની જરૂર પણ હોય છે. ગાડીઓની સ્થિતિ પ્રમાણે તેની કિંમત નક્કી થાય છે અને આ જ કારણ હોય છે કે તે ગાડીઓ સસ્તી મળી જાય છે. 

ખરીદારોનો રસ
દિલ્હી અને આજુબાજુના વિસ્તારો જ નહીં પરંતુ દેશના અન્ય ભાગોમાંથી પણ લોકો આ હરાજીમાં ભાગ લેવા માટે આવતા હોય છે. ખાસ કરીને એવા લોકો જે ઓટોમોબાઈલ સેક્ટરમાં કામ કરે છે કે પછી કારોના રિસ્ટોરેશનનું કામ કરે છે. તેમને આવી તકો ખુબ આકર્ષે છે. 

સાવધાની
જો કે હરાજીમાં ખરીદાયેલી કારો કોઈ પણ વોરંટી વગર આવે છે. તેમને ખરીદતા પહેલા પૂરેપૂરી રીતે તપાસ કરવી જરૂરી છે. કારણ કે પાછળથી તેને ચલાવવા યોગ્ય બનાવવા માટે મોટી રકમ પણ ખર્ચવી પડી શકે છે. આ સિવાય ખરીદનારે ગાડીના તમામ દસ્તાવેજોને યોગ્ય રીતે ચેક કરવા જોઈએ જેથી કરીને કોઈ પણ કાનૂની જટિલતાથી બચી શકાય. 

અન્ય જાણકારી
આવી હરાજીઓની જાણકારી પોલીસ વિભાગની અધિકૃત વેબસાઈટ કે સ્થાનિક અખબારોના માધ્યમથી જ પ્રાપ્ત થઈ શકે છે. આ પ્રકારની હરાજીમાં ભાગ લેવા માટે કેટલીક પ્રક્રિયાનું પાલન કરવાનું હોય છે, જેમાં બોલી લગાવવી અને ચૂકવણી કરવાનું સામેલ હોય છે. આ પ્રક્રિયા ખુબ જ લાભકારી  બની શકે છે ખાસ કરીને એવા લોકો માટે જે લક્ઝરી કારો ખરીદવા માટે ઈચ્છુક છે પરંતુ આવી કારો મોંઘી હોવાના કારણે તેમના બજેટમાં બેસતી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news