24 કલાક ન્યૂઝ: વાવાઝોડાની તમામ અપડેટ મેળવો માત્ર ક્લિકમાં
વાયુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાતા જ ગુજરાતના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. માથેથી મોટુ સંકટ ટળ્યું હોય એવુ લોકો અનુભવી રહ્યા છે. પણ, 900 કિલોમીટરનો વ્યાસ ધરાવતા આ વાયુ વાવાઝોડાને હળવાશથી લેવા જેવુ નથી. કારણ કે, તેની તીવ્રતા સૌરાષ્ટ્રના દરિયા કાંઠાને ધમરોળી શકે છે. ભલે વાવાઝોડાનુ થોડુ નબળુ પડ્યું હોય, અને તેના દિશા બદલાઈ હોય, પણ તે હજી પણ વિનાશ નોતરી શકે તેટલુ સક્ષમ છે.