China માં એક સાથે 15 ગગનચુંબી ઈમારતોને વિસ્ફોટકોથી ઉડાવી દીધી, Video જોઈને હચમચી જશો
15 ગગનચુંબી ઈમારતોને તોડી પાડવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
Trending Photos
બેઈજિંગ: ચીનમાં 15 ગગનચુંબી ઈમારતોને તોડી પાડવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ બિલ્ડિંગ લાંબા સમયથી નિર્માણધીન અવસ્થામાં હતી. કામ પૂરું ન થવાના કારણે તેને જમીનદોસ્ત કરી દેવાઈ. સરકારની આ કાર્યવાહીનો વિરોધ પણ થઈ રહ્યો છે. લોકો તેને પૈસાની બરબાદી ગણાવી રહ્યા છે. યુનાન પ્રાંતમાં આ ઈમારતોને વિસ્ફોટકોની મદદથી તોડી પાડવામાં આવી. માત્ર ગણતરીની સેકન્ડમાં ગગનચુંબી ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ.
આટલા વિસ્ફોટકોનો ઉપયોગ થયો
સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ આ ઈમારતોને તોડવા માટે 4.6 ટન વિસ્ફોટકોનો ઉપયોગ કરાયો અને કુલ 45 સેકન્ડમાં ગગનચુંબી ઈમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ. આ કાર્યવાહીને અંજામ આપતી વખતે આસપાસના લોકોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ઈમારતોને તોડતા પહેલા આસપાસની દુકાનોને બંધ કરાવી દેવાઈ. લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડાયા હતા.
2000 સહાયતા કર્મી હતા તૈનાત
સુરક્ષા કારણોસર 2000 સહાયતાકર્મી ઘટનાસ્થળે હાજર હતા. જેથી કરીને કોઈ પણ પ્રકારની ઈમરજન્સીને પહોંચી વળાય. કહેવાય છે કે યુનાન પ્રાંતના કનમિંગમાં Liyang Star City Phase II Project હેઠળ આ ઈમારતો બની રહી હતી. પરંતુ ડિમાન્ડમાં કમી આવવાના કારમે લગભગ આઠ વર્ષથી કામ અટકેલું હતું. આ પ્રોજેક્ટની કિંમત લગભગ એક બિલિયન ચીની યુઆન હતી.
Re-upping the stunning demolition videos showcasing housing oversupply in China: 15 skyscrapers in China that were part of the Liyang Star City Phase II Project were just demolished after sitting unfinished for eight years due to absent market demand. pic.twitter.com/UByqjk8QXX
— Jon Hartley (@Jon_Hartley_) September 15, 2021
15 ગગનચુંબી ઈમરતો તૂટી પડતા વિસ્તારમાં ઘૂળના ગોટેગોટા ફરી વળ્યા. ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆએ જણાવ્યું કે ઈમારતોમાં 85000 બ્લાસ્ટિંગ પોઈન્ટ્સ પર 4.6 ટન વિસ્ફોટકો રાખવામાં આવ્યા હતા. મિશન સફળ રહે તે સુનિશ્ચિત કરવા માટે આઠ ઈમરજન્સી બચાવ ટુકડી તૈયાર કરવા માટે 2000થી વધુ સહાયતાકર્મીઓને તૈનાત કરાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે