બાળપણના પ્રેમને ભૂલવો મુશ્કેલ: 70 વર્ષના બાએ 37 વર્ષના યુવક સાથે લગ્ન, વિગતો જાણી દંગ રહી જશો

બાળપણના પ્રેમને ભૂલવો મુશ્કેલ: 70 વર્ષના બાએ 37 વર્ષના યુવક સાથે લગ્ન, વિગતો જાણી દંગ રહી જશો

પ્રેમ માટે માણસ કોઈ પણ હદે જઈ શકે છે. આ વાતને સાચી ઠારતા પાકિસ્તાનના એક કપલની એવી કહાની સામે આવી છે જાણીને દંગ રહી જશો. જ્યાં 37 વર્ષના ઈફ્તિખારે બાળપણનો પ્રેમ મેળવવા માટે 70 વર્ષની વૃદ્ધા કિશ્વર બીબી સાથે લગ્ન કર્યા. બંને એકબીજાને લાંબા સમયથી પસંદ કરતા હતા. પરંતુ ઉંમરના કારણે ઘરવાળા માનતા નહતા. ત્યારબાદ ઈફ્તિખારે લગ્ન કર્યા અને તેના 6 બાળકો થયા. હવે આખરે બંનેએ પોતાની ઈચ્છા પૂરી કરતા એક બીજા સાથે લગ્ન કરી લીધા છે. તેમના લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ પણ થઈ રહ્યો છે. બંનેના લગ્ન પાકિસ્તાનમાં ચર્ચાનો વિષય બન્યા છે. 

ઈફ્તિખાર ખુબ નાનો હતો ત્યારે જ તેને કિશ્વર બીબી સાથે પ્રેમ થઈ ગયો હતો. જ્યારે તેણે કિશ્વર બીબી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી તો તેમની માતા માની નહીં. બીજી બાજુ કિશ્વરે પણ જીવનભર કોઈની પણ સાથે લગ્ન ન કરવાનો નિર્ણય લીધો. કિશ્વરને એ વાતનો અંદાજો નહતો કે 70 વર્ષની ઉંમરે તેને જવાનો પ્રેમ મળશે અને લગ્ન થશે. 

કિશ્વર 70 વર્ષના છે પરંતુ લગ્ન બાદ પણ તેમની ચાહત કોઈ યંગ કપલથી જરાય ઉતરતી નથી. કિશ્વરને એક રિપોર્ટરે હનીમૂન ડેસ્ટીનેશન વિશે પૂછ્યું તો તેણે નીડર થઈને કરાચી અને મારીનું નામ આપ્યું હતું. કિશ્વરના નવા દુલ્હા ઈફ્તિખારે જણાવ્યું કે તેઓ પરિવારના કારણે મળી શક્યા નહીં. પરંતુ લગ્ન બાદ પણ ઈફ્તિખારે કિશ્વરને મળવાનું બંધ કર્યું નહતું. બંને છાશવારે પાર્ક કે અલગ અલગ જગ્યાઓ પર મળતા હતા અને સમય પસાર  કરતા હતા. 

જુઓ વીડિયો

આ બંનેની પ્રેમ કહાનીમાં સૌથી કપરું હતું કિશ્વર બીબીનો લગ્ન માટેનો નિર્ણય. જ્યારે બંને યુવાઅવસ્થામાં ન મળી શક્યા તો ઈફ્તિખારે બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા. ત્યારબાદ તેમના 6 બાળકો થયા પરંતુ  કિશ્વર બીબીએ નક્કી કરી લીધુ હતું કે તે ઈફ્તિખાર સાથે લગ્ન કરશે. નહીં તો જીવનમાં ક્યારેય નહીં  કરે. સામાન્ય રીતે જો કોઈ વિવાહિત મહિલાને તેના પતિના બીજા લગ્નની વાત કરે તો તે ભડકી જાય પરંતુ ઈફ્તિખાર પોતાના બાળપણનો પ્રેમ મેળવવાના મામલે ભાગ્યશાળી સાબિત થયો. તેની પત્ની બીજા લગ્ન માટે રાજી થઈ ગઈ. 

ઈફ્તિખારની પહેલી પત્નીએ બીજા લગ્ન પર કહ્યું કે તે તેના પતિને પ્રેમ કરે છે આથી તે બીજા લગ્ન માટે રાજી થઈ ગઈ. બીજી બાજુ ઈફ્તિખારને જ્યારે સ્થાનિક મીડિયાએ પૂછ્યું કે બહીજા લગ્ન બાદ તે હવે કઈ પત્ની સાથે રહેવાનું પસંદ કરશે તો તેમણે કહ્યું કે તે કિશ્વર  બીબી સાથે રહેવાનું પસંદ કરે છે કારણ કે તે તેનો બાળપણનો પ્રેમ છે. 

જ્યારે દુલ્હાના માતા પિતાને ઈફ્તિખારના 70 વર્ષના વૃદ્ધા સાથે બીજા લગ્ન પર સવાલ કરવામાં આવ્યો તો તેઓ આ નિર્ણય સાથે હવે સહમત જોવા મળ્યા. ઈફ્તિખારના માતા પિતાએ કહ્યું કે જ્યારે બંને આટલા વર્ષોથી એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે તો લગ્ન કરવામાં કોઈ ખોટું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news