અબુધાબીમાં ભારતીય મહિલાનું ચમક્યું LUCK, 32 લાખ ડોલરની લોટરી જીતી
સંયુક્ત આરબ અમિરાત (UAE) ની રાજધાનીમાં બિગ ટિકિટ લોટરીમાં એક ભારતીય મહિલાને 1.20 લાખ દિરહામ (32 લાખ અમેરિકન ડોલર) જીત્યા છે. કેરળનાં કોલ્લમની સપના નાયરે બુધવારે લોટરી જીતી હતી. તેણે કહ્યું કે, પોતે આ નાણાનો ઉપયોગ વંચીત બાળકો અને ખાસ કરીને મહિલાઓ માટે વાપરવા માંગે છે. તેણે કહ્યું કે, હું ગરીબો અને વંચીતો માટે કંઇક કરવા માંગુ છું. ખાસ કરીને મહિલાઓ માટે. તેણે કહ્યું કે અગાઉ પણ હું ઘણુ કરી ચુકી છુ, પરંતુ હવે મારુ આર્થિક પાસુ પણ મજબુત બની ગયું છે.
Trending Photos
અબુધાબી : સંયુક્ત આરબ અમિરાત (UAE) ની રાજધાનીમાં બિગ ટિકિટ લોટરીમાં એક ભારતીય મહિલાને 1.20 લાખ દિરહામ (32 લાખ અમેરિકન ડોલર) જીત્યા છે. કેરળનાં કોલ્લમની સપના નાયરે બુધવારે લોટરી જીતી હતી. તેણે કહ્યું કે, પોતે આ નાણાનો ઉપયોગ વંચીત બાળકો અને ખાસ કરીને મહિલાઓ માટે વાપરવા માંગે છે. તેણે કહ્યું કે, હું ગરીબો અને વંચીતો માટે કંઇક કરવા માંગુ છું. ખાસ કરીને મહિલાઓ માટે. તેણે કહ્યું કે અગાઉ પણ હું ઘણુ કરી ચુકી છુ, પરંતુ હવે મારુ આર્થિક પાસુ પણ મજબુત બની ગયું છે.
આ બાજુ નાણામંત્રી રજુ કરી રહ્યા હતા BUDGET, આવુ હતુ રાહુલ ગાંધીનુ REACTION
ખલીઝ ટાઇમ્સે શુક્રવારે જણાવ્યુ કે, તેઓ જીતની રકમનો ઉપયોગ પોતાના અને પોતાનાં પતિના પરિવારના સભ્યો પર પણ કરશે. અબુધાબી ખાતે કંસલ્ટન્સીમાં વરિષ્ઠ સ્ટ્રક્ચરલ એન્જિનિયર તરીકે કામ કરતા નાયરે કહ્યું કે, તેઓ અને તેમનો પરિવાર આ સમાચાર પર હજી સુધી વિશ્વાસ કરી શકતા નથી. તેમણે કહ્યું કે, હું હજી પણ તે વાત પર વિશ્વાસ નથી કરી શકતી કે મને તે વાત જાણ્યે હજી 24 કલાક પણ પુર્ણ થયા નથી. આ મારા માટે ખુબ જ મોટી વાત છે. મહિલાએ કહ્યું કે, તેમના પતિને લોટરી અંગે કોઇ જ માહિતી નથી. તેના પતિ મુળ કેરળથી છે.
Budget 2019: કોંગ્રેસે કહ્યું નવી બોટલમાં જુનો દારૂ, ભાજપે કહ્યું વાહ મોદીજી !
નાયરના અનુસાર, હું દર વખતે લોટરી ખરીદતી નથી. આ ત્રીજી અથવા ચોથી વખત ખરીદી હતી. જ્યારે મે લોટરીની ટિકિટ ખરીદી ત્યારે મારા પતિને કહ્યું નહોતું. જો કે જ્યારે જીતી ગયા ત્યારે અમને બંન્નેને વિશ્વાસ નહોતો. નાયરે પોતાની પાંચ વર્ષની બાળકીને પોતાના માટે ભાગ્યશાળી ગણાવી છે. તેમણે કહ્યું કે, બાળકીના ભવિષ્ય માટે જ આનાણાનો ઉપયોગ કરશે. અબુધારી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દર મહિને યોજાતો બિગ ટિકિટ ડ્રો યુએઇનો સૌથી મોટો અને સૌથી લાંબો ચાલતો લકી ડ્રો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે