અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની બોલ્યા- પાકિસ્તાનથી સંચાલિત થાય છે તાલિબાન

રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી જારી અશરફ ગનીના નિવેદનમાં કહેવામાં આવુ્યુ કે, હવે પાકિસ્તાને તાલિબાન સાથે શાંતિ વાર્તા પૂરી કરાવવા માટે આગળ આવવુ જોઈએ. 

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની બોલ્યા- પાકિસ્તાનથી સંચાલિત થાય છે તાલિબાન

કાબુલઃ આતંકવાદને લઈને ઘણા મોર્ચા પર ઘેરાયેલા પાકિસ્તાન પર હવે અફઘાનિસ્તાને આંગળી ઉઠાવી છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ સીધી રીતે પાકિસ્તાનને  અફઘાનિસ્તાનની સ્થિતિનું જવાબદાર ઠેરવ્યું છે. તેમણે કહ્યું કે, તાલિબાનની સંપૂર્ણ વ્યવસ્થા ત્યાંથી સંચાલિત થાય છે. પાક પોતાના દેશમાં તાલિબાનને બધુ જરૂરીયાત પૂરી પાડે છે, તેને ફન્ડિંગ કરે છે. ત્યાં સુધી કે તાલિબાનના સભ્યોની ભરતી પણ પાકિસ્તાનમાં થાય છે. 

રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી જારી અશરફ ગનીના નિવેદનમાં કહેવામાં આવુ્યુ કે, હવે પાકિસ્તાને તાલિબાન સાથે શાંતિ વાર્તા પૂરી કરાવવા માટે આગળ આવવુ જોઈએ. અફઘાનિસ્તાનમાં શાંતિ માટે હવે અમેરિકાની ખુબ સીમિત ભૂમિકા છે. મુખ્ય ભૂમિકા ક્ષેત્રીય સ્તરના દેશોની છે, તેમાં પાકિસ્તાન વિશેષ રૂપથી છે. તાલિબાન પર પાકિસ્તાનનો પ્રભાવ છે. તેણએ જ તાલિબાન માટે સંગઠિત સિસ્ટમ વિકસિત કરી છે. તાલિબાનનો નિર્ણય લેનારી બધી પ્રાદેશિક સંસ્થાઓ પાકમાં બનેલી છે, જેને સરકારનું સમર્થન રહે છે. 

આ પણ વાંચોઃ ઈઝરાયેલે હમાસના ટોપ લીડરનું ઘર ઉડાવ્યું, પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિએ પણ આપી ચેતવણી

બધા નિર્ણય ક્વેટા શૂરા, મિરમશાહ શૂરા અને પેશાવર શૂરા દ્વારા લેવામાં આવે છે. આવી સ્થિતિમાં પાકિસ્તાને તાલિબાન પર શાંતિ સ્થાપિત કરવા માટે દબાવ બનાવવો જોઈએ. આ પહેલા પણ અફઘાન રાષ્ટ્રપતિએ કહ્યુ હતુ કે પાકિસ્તાને જોવાનું છે કે તેણે મિત્રતાનો ભાવ રાખવો છે કે શત્રુતાનો. બન્ને દેશોની પાસે આપસી સન્માન, સારા પાડોશી અને આર્થિક સહયોગની સાથે રહેવાનો વિકલ્પ છે. 

ઈદ પર યુદ્ધવિરામની અવધી થઈ પૂરી
અફઘાનિસ્તાન અને તાલિબાન વચ્ચે કતરમાં શરૂ થયેલી શાંતિ વાર્તા વચ્ચે ઈદ પર બન્ને પક્ષો દ્વારા ત્રણ દિવસના યુદ્ધવિરામની અવધિ સમાપ્ત થઈ ગઈ છે. હવે બધાની નજર કતર પર લાગી છે કે હિંસા રોકવા માટે કઈ રીતે બન્ને પક્ષ આગળ વધે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

Trending news