અમેરિકી વાયુસેનાએ તાલિબાનના કેમ્પ પર કરી બોમ્બ વર્ષા, શેબરધનમાં 200થી વધુ આતંકીઓ ઠાર

અમેરિકી વાયુ સેનાના હવાઈ હુમલાને કારણે આતંકવાદીઓને ભારે નુકસાન તયું છે. શેબરધન શહેરમાં 200થી વધુ આતંકીઓ માર્યા ગયા છે. આ સિવાય હવાઈ હુમલામાં મોટી સંખ્યામાં તેના હથિયાર- દારૂગોળા સહિત 100થી વધુ વાહનો પણ નષ્ટ થયા છે. 

અમેરિકી વાયુસેનાએ તાલિબાનના કેમ્પ પર કરી બોમ્બ વર્ષા, શેબરધનમાં 200થી વધુ આતંકીઓ ઠાર

કાબુલઃ અમેરિકી વાયુસેનાએ જાવજાન પ્રાંતના શેબરધન શહેરમાં તાલિબાનના કેમ્પો પર હવાઈ હુમલો કર્યો છે. અફઘાન રક્ષા મંત્રાલયના અધિકારી અનુસાર, આ દરમિયાન તાલિબાનને મોટુ નુકસાન થયું છે. શેબરધન શહેરમાં વાયુસેનાએ તાલિબાનની સભાઓ અને ઠેકાણાને બી-52 બોમ્બવર્ષકથી નિશાન બનાવ્યા, જેમાં આતંકવાદી સંગઠનના લગભગ 200 સભ્ય માર્યા ગયા છે. 

અફઘાન રક્ષા મંત્રાલયના એક અધિકારી ફવાદ અમને ટ્વીટ કર્યુ- આજે સાંજે વાયુ સેનાએ તાલિબાનની સભા અને ઠેકાણાને નિશાન બનાવ્યા. અમેરિકી વાયુ સેનાના હવાઈ હુમલાને કારણે આતંકવાદીઓને ભારે નુકસાન તયું છે. શેબરધન શહેરમાં 200થી વધુ આતંકીઓ માર્યા ગયા છે. આ સિવાય હવાઈ હુમલામાં મોટી સંખ્યામાં તેના હથિયાર- દારૂગોળા સહિત 100થી વધુ વાહનો પણ નષ્ટ થયા છે. 

આ પહેલા એક પાકિસ્તાની રાષ્ટ્રીય આતંકવાદીને ગજની પ્રાંતીય કેન્દ્રના બહારના વિસ્તારમાં અફઘાન દળોએ ધરપકડ કરી હતી. તે આતંકવાદી ગતિવિધિઓ અને નાગરિકોની હત્યામાં સામેલ હતો. સરકારી દળોની સાથે સપ્તાહના હિંસક ઘર્ષણ બાદ ઉતરી અફઘાનિસ્તાનમાં જાવજાન પ્રાંતની રાજધાની પર તાલિબાને પોતાનો કબજો જમાવી લીધો. અફઘાન સમાચાર એજન્સીએ જણાવ્યું કે રણનીતિક શહેર શેબરધન છેલ્લા બે દિવસથી તાલિબાનને અધીન થનારી બીજી પ્રાંતીય રાજધાની છે. 

સ્થાનીક સાંસદોએ જાવજાનાં સુરક્ષા સ્થિતિ માટે અફઘાનિસ્તાન સરકારને જવાબદાર ઠેરવી અને કહ્યું કે, તે આ મામલા પ્રત્યે ઉદાસીન રહી છે. મીડિયા રિપોર્ટમાં શુક્રવારે કહેવામાં આવ્યું કે જાહેર વિદ્રોહી દળોના 150 સભ્ય જમીન પર અન્ય દળની મદદ માટે શેબરધન પહોંચ્યા છે. તાલિબાને શુક્રવારે દક્ષિણી-પશ્ચિમી અફઘાનિસ્તાનમાં નિમરોજ પ્રાંતની રાજધાની પર કબજો કરી લીધો. 

શુક્રવારે અફઘાનિસ્તાન પર યૂએનએસસીની બેઠકમાં સભ્ય દેશોએ ખરાબ થતી સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી અને રાજનીતિક સમાધાન શોધવાનું આહ્વાન કર્યું. આ વચ્ચે નાગરિકો વચ્ચે અફઘાન સરકાર અને તેના દળો માટે સમર્થન વધી રહ્યું છે. નંગરહાર પ્રાંતમાં ધાર્મિક વિદ્ધાનોએ અફઘાન રાષ્ટ્રીય રક્ષા અને સુરક્ષા દળોના ઈજાગ્રસ્તો માટે રક્તદાન કર્યું અને તેના માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું  અને પ્રતિજ્ઞા લીધી કે તે હંમેશા અફઘાન સેનાનું સમર્થન કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news