Salima Mazari કોણ છે? આ બહાદુર મહિલાથી ભયભીત છે Taliban ના આતંકી
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો (Afghanistan Taliban War) આતંક ચાલુ છે. આતંકવાદીઓ ભીષણ નરસંહાર કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, તાલિબાનના આતંકવાદીઓ અફઘાનિસ્તાનના જે વિસ્તારો કબજે કરવામાં સફળ થયા છે ત્યાંના લોકો પર ભયંકર અત્યાચાર કરી રહ્યા છે
Trending Photos
કાબુલ: અફઘાનિસ્તાનમાં તાલિબાનનો (Afghanistan Taliban War) આતંક ચાલુ છે. આતંકવાદીઓ ભીષણ નરસંહાર કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, તાલિબાનના આતંકવાદીઓ અફઘાનિસ્તાનના જે વિસ્તારો કબજે કરવામાં સફળ થયા છે ત્યાંના લોકો પર ભયંકર અત્યાચાર કરી રહ્યા છે. વિસ્તારમાં રહેતા લોકોને તેમની 12 વર્ષથી મોટી ઉંમરની દીકરીઓને આતંકીઓને સોંપવા માટે કહી રહ્યા છે. આ વચ્ચે અફઘાનિસ્તાનના ચારકિંટ (Charkint) જિલ્લાની ગર્વનર સલીમા મઝારીએ (Salima Mazari) તાલિબાન આતંકવાદીઓ સામે મોરચો ખોલ્યો છે.
આતંકવાદીઓ સામે જંગ માટે સલિમાએ હાથમાં લીધી બંદૂક
ધ ગાર્ડિયનમાં પ્રકાશિત અહેવાલ મુજબ, 40 વર્ષીય મહિલા ગવર્નર સલિમા મઝારી ચારકિંટ જિલ્લાનું વહીવટી કાર્ય સંભાળે છે અને સાથે સાથે તાલિબાન આતંકવાદીઓનો અફઘાન સેના સાથે બહાદુરીથી સામનો કરે છે. સલીમાએ આતંકવાદીઓ સામે બંદૂક ઉપાડી લીધી છે.
આ પણ વાંચો:- ફુગ્ગાને કારણે દરિયામાં મચ્યો છે મોતનો તાંડવ! સતત શ્વાસ રૂંધાવા અંગે સંશોધનમાં થયો મોટો ખુલાસો
સલીમા મઝારીએ કહ્યું કે ક્યારેક તે ચારકિંટ જિલ્લાની ઓફિસમાં હોય છે અને ક્યારેક તે હાથમાં બંદૂક લઈને તાલિબાન આતંકવાદીઓનો સામનો કરી રહી છે.
આતંકવાદીઓ નહીં થાય સફળ- સલીમા
તેમણે વધુમાં કહ્યું કે, જો આપણે લડીશું નહીં તો ઉગ્રવાદીઓ અને કટ્ટરવાદીઓ સામેના યુદ્ધમાં હારી જઈશું. અમે તેમને સફળ થવા ન દઈએ.
તમને જણાવી દઈએ કે સલીમા મઝારીનો જન્મ 1980 માં ઈરાનમાં થયો હતો. તેમનો પરિવાર સોવિયેત યુદ્ધ દરમિયાન અફઘાનિસ્તાનથી ઈરાન ગયો. સલિમા મઝારીએ તેહરાન યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા છે.
સલીમા મઝારી કેવી રીતે બન્યા રાજ્યપાલ?
વર્ષ 2018 માં સલીમા મઝારીને ખબર પડી કે ગવર્નરનું પદ અફઘાનિસ્તાનના ચારકિંટ જિલ્લામાં ખાલી છે એટલે કે તેના ગૃહ જિલ્લા અને તેના માટે અરજીઓ માંગવામાં આવી છે. સલીમા ગવર્નર પદ માટે ઉમેદવાર બન્યા અને ત્યારબાદ તેમણે પોતાની યોગ્યતાના આધારે રાજ્યપાલ તરીકે ચૂંટાયા.
આ પણ વાંચો:- અફઘાનિસ્તાનમાં વધી રહ્યું છે તાલિબાનનું જોર, ત્રીજા સૌથી મોટા શહેર હેરાત પર કબજો જમાવ્યો
સલીમાએ કહ્યું કે પહેલા તેને લાગ્યું કે મહિલા ગવર્નર હોવાને કારણે લોકો કદાચ તેમને સ્વીકારે નહીં. પરંતુ ચારકિંટ જિલ્લાના લોકોએ સારો પ્રતિસાદ આપ્યો અને મને ઘણો ટેકો આપ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે