Afghanistan: કાબુલ પર કબજો જમાવ્યા બાદ તાલિબાનીઓની મસ્તીના આ Video થયા વાયરલ
અફઘાનિસ્તાનથી તાલિબાનીઓના અનેક એવા વીડિયો સામે આવી રહ્યા છે જેને જોઈને લોકો સ્તબ્ધ છે. ઈન્ટરનેટ પર વીડિયો વાયરલ થયા છે જેમાં કેટલાક તાલિબાનીઓ એમ્યુઝમેન્ટ પાર્કમાં ઘૂસીને ઝૂલા ઝૂલી રહ્યા છે, બાળકોની ઈલેક્ટ્રિક કાર ચલાવી રહ્યા છે, તો કેટલાક જિમમાં ઘૂસીને કસરત કરી રહ્યા છે.
Trending Photos
Afghanistan Crisis: અફઘાનિસ્તાનમાં તાલિબાને સંપૂર્ણ રીતે કબ્જો જમાવી લીધો છે. રાજધાની કાબુલમાં જેવા તાલિબાની આતંકીઓ ઘૂસ્યા કે ત્યાંના લોકોએ શહેર છોડી ભાગવાનું શરૂ કરી દીધુ છે. હાથમાં બંદૂક લઈને દહેશત મચાવનારા તાલિબાનીઓને જોઈને સમગ્ર દુનિયા દહેશતમાં છે. અફઘાનિસ્તાનથી તાલિબાનીઓના અનેક એવા વીડિયો સામે આવી રહ્યા છે જેને જોઈને લોકો સ્તબ્ધ છે. ઈન્ટરનેટ પર વીડિયો વાયરલ થયા છે જેમાં કેટલાક તાલિબાનીઓ એમ્યુઝમેન્ટ પાર્કમાં ઘૂસીને ઝૂલા ઝૂલી રહ્યા છે, બાળકોની ઈલેક્ટ્રિક કાર ચલાવી રહ્યા છે, તો કેટલાક જિમમાં ઘૂસીને કસરત કરી રહ્યા છે.
Talibani right now in Afghanistan
— Md Furkan Ahmad (@Furkanjmm) August 17, 2021
કાબુલમાં એમ્યુઝમેન્ટ પાર્કમાં ઝૂલો ઝૂલતા જોવા મળ્યા તાલિબાની
અફઘાનિસ્તાનમાં દહેશત મચાવનારા તાલિબાની હવે કાબુલમાં દરેક ઠેકાણે ઉત્પાત મચાવી રહ્યા છે. રાઉટર્સના પત્રકાર દ્વારા શેર કરાયેલો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આતંકીઓ એમ્યુઝમેન્ટમાં ઘૂસી ગયા અને બાળકો માટેના ઝૂલામાં બેસી ગયા. એટલું જ નહીં કેટલાક તો બાળકોની ઈલેક્ટ્રિક કારમાં બેસી ગયા અને મજા લેવા લાગ્યા.
عناصر "#طالبان" يمارسون الرياضة في قاعة جيم بالقصر الرئاسي في #كابل pic.twitter.com/A2ZraOqHtm
— Mulhak ملحق 🇱🇧 (@Mulhak) August 16, 2021
જિમમાં જોવા મળ્યા તાલિબાનીઓ
અફઘાનીઓ બિચારા મોતના જોખમે પણ દેશ છોડવાની માથાપચ્ચી કરી રહ્યા છે ત્યાં તાલિબાનીઓ એમ્યુઝમેન્ટ પાર્ક અને જિમમાં મજા લૂટી રહ્યા છે. એક એવો પણ વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ જિમમાં વર્કઆઉટ કરી રહ્યા છે.
વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા
આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા બાદ લોકો પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. કેટલાક લોકો ગુસ્સે ભરાયા છે અને કહે છે કે શું આવા તાલિબાનીઓ દેશ ચલાવી શકશે. અત્રે જણાવવાનું કે અફઘાનિસ્તાનથી એવા એવા વીડિયો સામે આવ્યા છે કે જોઈને હ્રદયભગ્ન થઈ જાય છે. અફઘાનિસ્તાનમાં કાબુલથી કેટલાક લોકો ભાગી રહ્યા છે, એટલું જ નહીં પ્લેનમાં બેસવાની લ્હાયમાં બહાર લટકી જવા લાગ્યા, કેટલાક તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા અને બેથી ત્રણ લોકોના તો મોત પણ થયા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે