રશિયાના ઉજ્જડ વિસ્તારમાં ફસાયું એર ઈન્ડિયાનું વિમાન, 232 લોકોને કાઢવા માટે આ રીતે થયું રેસ્ક્યૂ ઓપરેશન
રશિયાના મગદાન એરપોર્ટ પર એર ઈન્ડિયાના મુસાફરો અને દિલ્હી-સાન ફ્રાન્સિસ્કો ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સને લઈ જવા માટે પહોંચેલી એર ઈરલાઈનની બીજી ફ્લાઈટે ઉડાણ ભરી લીધી. મુંબઈથી મગદાન માટે રવાના થયેલું એર ઈન્ડિયાનું વિમાન આજે સવારે 6.14 વાગે ત્યાં પહોંચ્યું હતું.
Trending Photos
રશિયાના મગદાન એરપોર્ટ પર એર ઈન્ડિયાના મુસાફરો અને દિલ્હી-સાન ફ્રાન્સિસ્કો ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સને લઈ જવા માટે પહોંચેલી એર ઈરલાઈનની બીજી ફ્લાઈટે ઉડાણ ભરી લીધી. મુંબઈથી મગદાન માટે રવાના થયેલું એર ઈન્ડિયાનું વિમાન આજે સવારે 6.14 વાગે ત્યાં પહોંચ્યું હતું. તેણે બુધવારે બપોરે 3.21 વાગે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાણ ભરી હતી.
એર ઈન્ડિયાની ફ્લાઈટ AI195 મગદાનમાં ફસાયેલા 216 મુસાફરો અને 16 ક્રુ સભ્યોને લઈને રવાના થઈ ચૂકી છે. સ્થાનિક સમય મુજબ આ ફ્લાઈટ સવારે 6.14 વાગે પહોંચી હતી ત્યાંથી તેણે 10.27 વાગે ઉડાણ ભરી જે 12.15 વાગ્યા સુધીમાં સાન ફ્રાન્સિસ્કો પહોંચે તેવી સંભાવનાર છે. સાન ફ્રાન્સિસ્કો પહોચ્યાં બાદ એર ઈન્ડિયાના મુસાફરોને જરૂરી મદદ આપવામાં આવશે. જેમાં પ્રાથમિક સારવાર, પરિવહન અને આગળના ડેસ્ટિનેશન સામેલ છે.
અત્રે જણાવવાનું કે મગદાન નોર્થ ઈસ્ટ રશિયામાં ઓખોટસ્ક સાગર કિનારે આવેલું છે અને ઓબ્લાસ્ટ પ્રશાસન હેઠળ આવે છે. આ શહેર મોસ્કોથી લગભગ 10,167 કિલોમીટરના અંતરે છે. મોસ્કોથી મગદાન પહોંચવામાં લગભગ 7.37 કલાક લાગે છે.
મંગળવારે 216 મુસાફરોને લઈને જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 173 ના એન્જિનમાં ટેક્નિકલ ખરાબી આવ્યા બાદ રશિયાના મગદાનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ક્રુ સભ્યો સહિત 232 લોકોને શાળા અને મેડિકલ કોલેજમાં રાખવામાં આવ્યા હતા. એર ઈન્ડિયાએ પહેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તમામ મુસાફરો અને ક્રુ મેમ્બર્સને 'હોટલની સુવિધા' આપવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે