Canada જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? તો ખાસ જાણો નવી ગાઈડલાઈન્સ, નહીં તો નુકસાન થશે

Canada ના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) એ કહ્યું છે કે દેશમાં આવનારા હવાઈ મુસાફરોએ ક્વોરન્ટાઈન થઈને રહેવું પડશે. કેનેડા આવનારા મુસાફરોએ કોરોના વાયરસ (Corona Virus)  ટેસ્ટ કરાવવો પડશે અને તેનું પરિણામ ન આવે ત્યાં સુધી લોકોએ એક હોટલમાં રહેવું પડશે.

Canada જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? તો ખાસ જાણો નવી ગાઈડલાઈન્સ, નહીં તો નુકસાન થશે

નવી દિલ્હી: કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) એ કહ્યું છે કે દેશમાં આવનારા હવાઈ મુસાફરોએ ક્વોરન્ટાઈન થઈને રહેવું પડશે. કેનેડા આવનારા મુસાફરોએ કોરોના વાયરસ (Corona Virus)  ટેસ્ટ કરાવવો પડશે અને તેનું પરિણામ ન આવે ત્યાં સુધી લોકોએ એક હોટલમાં રહેવું પડશે. જે 22 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું છે. 

આ અગાઉ પણ જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) એ નોન એસેન્શિયલ હવાઈ મુસાફરો પર કડક પ્રતિબંધો લાગુ કરવાની વાત કરી હતી. ટ્રુડોએ આ જાહેરાત ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસના નવા વેરિએન્ટ અંગે કરી હતી. 

સરકારના અધિકારીઓએ તેની પુષ્ટિ કરી છે કે  કેટલાક કેસને બાદ કરતા લગભગ તમામ નોન એસેન્શિયલ એર ટ્રાવેલર્સે ગવર્મેન્ટ ઓથોરાઈઝ્ડ હોટલમાં ત્રણ રાત સુધી રહેવું પડશે. કેનેડા છોડતા પહેલા સુધી તેઓ પોતાના ખર્ચે અહીં રહેશે. અધિકારીઓએ જણાવ્યું કે એવા લોકો કે જેમણે યુએસ બોર્ડર જમીન મુસાફરી કરીને ક્રોસ કરી છે તેમણે આઈસોલેટ થવું પડશે નહીં. પરંતુ તેમણે કોરોના ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે. આ રિપોર્ટ કેનેડા આવતા પહેલા ત્રણ દિવસ અગાઉ કરાવેલો હોવો જોઈએ. આ ઉપરાંત કેનેડા (Canada) માં પગ મૂકતા તેમનો ટેસ્ટ કરાવવામાં આવશે અને 14 દિવસ સુધી તેમણે ઘરમાં કે કોઈ અન્ય જગ્યાએ ક્વોરન્ટાઈન થઈને રહેવું પડશે. 

નાગરિક સુરક્ષા મંત્રી બિલ બ્લેયરે કહ્યું કે એવા 5 ટકાથી પણ ઓછા લોકો છે જે કોઈ બહુ જરૂરી કામથી આવ્યા નથી અને તેમણે લેન્ડ બોર્ડર ક્રોસ કરી હતી. આથી અમે જમીન મુસાફરી કરીને પ્રવેશનારા લોકોને હોટલ સ્ટે માટે કહેતા નથી. 

સ્વાસ્થ્ય મંત્રી પેટી હાજડૂએ કહ્યું કે એવા કેનેડિયન લોકો કે જેમણે રસી મૂકાવી છે, તેઓ પણ આ નવા નિયમમાંથી બાદ રહેશે નહીં. કારણ કે હજુ પણ રિસર્ચથી એ સ્પષ્ટ થયું નથી કે રસી મૂકાવેલા લોકો કોરોના વાયરસ બીજામાં ફેલાવી શકે છે કે નહીં. 

PHOTOS: બોલીવુડના સૌથી વધુ ચર્ચાસ્પદ KISSING દ્રશ્યો, આ અભિનેત્રીને તો એકદમ ધ્રુજારી ચડી ગઈ હતી

પીએમ જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) એ કહ્યું કે ટેસ્ટના રિઝલ્ટ આવવામાં 3 દિવસનો સમય જાય છે. ટ્રુડોએ આ અગાઉ કહ્યું હતું કે હવાઈ મુસાફરી કરનારા લોકો માટે હોટલમાં રહેવાનો ખર્ચ 2000 કેનેડિયન ડોલર સુધી થશે. 

ત્યારબાદ જો તપાસ રિપોર્ટ નેગેટિવ આવે તો કેનેડા આવનારા લાકોએ ઘરમાં કે ક્યાંક બીજે આઈસોલેટ થઈને રેહવું પડશે. કેનેડાએ અગાઉ પણ પોતાના ત્યાં આવનારા લોકો માટે 14 દિવસ સુધી સેલ્ફ આઈસોલેશનનો નિયમ બનાવ્યો છે અને નોન એસેન્શિયલ ટ્રાવેલ પર રોકની વાત કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news