ઓસામા બિન લાદેનનો પુત્ર હમઝા માર્યો ગયો, 10 લાખ ડોલરનું હતું ઈનામ 

એક જમાનામાં આતંકવાદનો પર્યાય ગણાતા અલ કાયદાનો નેતા ઓસામા બિન લાદેનનો પુત્ર હમઝા બિન લાદેન માર્યો ગયો હોવાના અહેવાલ છે.

ઓસામા બિન લાદેનનો પુત્ર હમઝા માર્યો ગયો, 10 લાખ ડોલરનું હતું ઈનામ 

નવી દિલ્હી: એક જમાનામાં આતંકવાદનો પર્યાય ગણાતા અલ કાયદાનો નેતા ઓસામા બિન લાદેનનો પુત્ર હમઝા બિન લાદેન માર્યો ગયો હોવાના અહેવાલ છે. અમેરિકી મીડિયામાં ગુપ્તચર એજન્સીઓના હવાલે આ વાત જણાવવામાં આવી છે. પરંતુ હજુ સુધી તેની કોઈ અધિકૃત પુષ્ટિ થઈ નથી. આ અંગે જ્યારે અમેરિકી સુરક્ષા સલાહકાર જોન બોલ્ટનને પૂછવામાં આવ્યું તો તેણે કઈ પણ જણાવવાનો ઈન્કાર કરી દીધો. 

અમેરિકાની ધ એનબીસી ન્યૂઝે ત્રણ અધિકારીઓના હવાલે લખ્યું છે કે અમેરિકી ગુપ્તચર એજન્સીઓને હમઝા બિન લાદેન માર્યો ગયો હોવાની સૂચના મળી છે. જો કે અધિકારીઓએ હજુ એ સ્પષ્ટ કર્યું નથી કે તેનું મોત ક્યાં અને કેવી રીતે થયું. શું તેના મોતમાં અમેરિકાની કોઈ પ્રકારની ભૂમિકા રહી છે?

આ સાથે એ પણ સ્પષ્ટ કર્યું નથી કે શું અમેરિકા તેના મોત અંગે કોઈ અધિકૃત પુષ્ટિ કરશે કે નહીં? અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું તો કે શું અમેરિકાની ગુપ્તચર એજન્સીઓને હમઝા માર્યો ગયો હોવાની સૂચના છે તો તેમણે કહ્યું કે હું આ અંગે કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી. 

કહેવાય છે કે હમઝા બિન લાદેન ગત વર્ષ 2018માં છેલ્લા જાહેરમાં જોવા મળ્યો હતો. તેના અંગે કહેવાય છે કે તે આતંકી સંગઠન અલ કાયદાના નેતા અયમાન અલ ઝવાહિરીનો સંભવિત વારસદાર હતો. ઓસામા બિન લાદેનના માર્યા ગયા બાદ અલ કાયદાની કમાન ઝવાહિરી પાસે હોવાનું કહેવાય છે. 

જુઓ LIVE TV

10 લાખ ડોલરનું ઈનામ હતું
આ વર્ષની શરૂઆતમાં અમેરિકાએ હમઝા બિન લાદેનની સૂચના આપનારને 10 લાખ ડોલરનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. આ અગાઉ અમેરિકાએ જાન્યુઆરી 2017માં તેને ખાસ રીતે વૈશ્વિક આતંકી તરીકે જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે 2 મે 2011ના રોજ પાકિસ્તાનના એબટાબાદ વિસ્તારમાં અમેરિકી નેવી સીલના ઓપરેશનમાં અલ કાયદા ચીફ ઓસામા બિન લાદેન માર્યો ગયો હતો. અમેરિકા પર 9/11 આતંકી હુમલાનો તે માસ્ટરમાઈન્ડ હતો. આતંકી હુમલા  બાદ અમેરિકા તેને શોધતું રહ્યું અને 10 વર્ષ બાદ 2011માં ઓસામા માર્યો ગયો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news