Sikh Family Murder Case: USA માં શીખ પરિવારની હત્યા મામલે પોલીસની મોટી કાર્યવાહી
Trending Photos
US Sikh family murder Case Accused Charged with 4 Murder: અમેરિકામાં 8 મહિનાની બાળકી સહિત ભારતીય મૂળના શીખ પરિવારના અપહરણ અને હત્યામાં સંડોવાયેલા વ્યક્તિ પર અહીંની પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે આ વ્યક્તિ પર હત્યાના 4 આરોપ લગાવ્યા છે. હત્યાનો આરોપી જીસસ સલગાડો અનેક વર્ષ પહેલા આ પરિવારની એક ટ્રક કંપનીમાં કામ કરતો હતો. આરોપીએ શીખ પરિવારની આઠ મહિનાની બાળકી આરુહી ઘેરી, તેની માતા 27 વર્ષની જસલીન કૌર તેના પિતા 36 વર્ષીય જસદીપ સિંહ, જસદીપ સિંહના ભાઈ 39 વર્ષના અમનદીપ સિંહ સહિત 4 લોકોનું અપહરણ કરી લીધુ હતું અને તેમની હત્યા કરી હતી.
જીસસ સલગાડો પર આરોપ છે કે તેણે 3 ઓક્ટોબરના રોજ બંદૂકનો ભય દેખાડીને પરિવારનું અપહરણ કર્યું હતું. સલગાડોની 6 ઓક્ટોબરના રોજ ધરપકડ થઈ હતી. લોસ એન્જિલસ ટાઈમ્સે અભિયોજકોના હવાલે જણાવ્યું છે કે સોમવારે તેના પર ફર્સ્ટ ડિગ્રી મર્ડરના ચાર આરોપ લગાવ્યા છે. મર્સિડ કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ એટોર્નીના કાર્યાલયે એક સમાચાર વિજ્ઞપપ્તિમાં કહ્યું કે 48 વર્ષના સલગાડોના કેસમાં મોતની સજાની ભલામણ કરવામાં આવે કે નહીં તે હજુ હાલ તે નક્કી કરવામા આવશે નહીં
ડિસ્ટ્રિક્ટ એટોર્ની કિમ્બર્લી લુઈસે આ મામલે કોઈ પણ ટિપ્પણી કરવાની ના પાડી દીધી. નોંધનીય છે કે પોલીસે 3 ઓક્ટોબરના રોજ વિન્ટન શહેરમાં અમનદીપના ટ્રકને બળતો જોયો ત્યારબાદ શીખ પરિવાર ગૂમ થવાની તપાસ શરૂ તઈ. જ્યારે પરિવારના સભ્યો અમનદીપ કે તેના ભાઈ અને ભાભી તથા બાળકીની ભાળ મેળવી શક્યા નહીં તો તેમણે પરિવારના ગૂમ થવાની સૂચના આપી હતી. તપાસ દરમિયાન વીડિયો ફંફોળ્યા બાદ એક વીડિયોમાં સદિગ્ધને બંદૂકની અણીએ પરિવારનું અપહરણ કરતા અને ટ્રકમાં લઈ જતા જોવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે કેસનો ખુલાસો કર્યો.
આ બધા વચ્ચે ભારતીય મૂળના ચાર શીખોના શોકગ્રસ્ત પરિજનોએ કેલિફોર્નિયામાં તેમના પરિવારો અને ભારતમાં રહેતા તેમના વૃદ્ધ માતા પિતાની મદદ માટે 3 લાખ ડોલરથી વધુની રકમ ભેગી કરી છે. અમનદીપના પત્ની જસપ્રીત કૌરે રકમ ભેગા કરવાના અભિયાન દરમિયાન કહ્યું કે તેમના પતિ અને જસદીપ 18 વર્ષથી અમેરિકામાં હતા અને તેમણે માત્ર કેલિફોર્નિયામાં તેમના પરિવારોનું જ નહીં પરંતુ ભારતમાં પોતાના વૃદ્ધ માતા પિતાનો પણ સહયોગ કર્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે