Baba Vanga-Nostradamus ની ભવિષ્યવાણી, બહુ જલદી આવશે પ્રલય, ગુજરાતના આ સંતે પણ કરી છે ભવિષ્યવાણી!

Future Prediction 2023: વર્ષ 2023ની શરૂઆતમાં જ આ વર્ષને લઈને અનેક ભવિષ્યવાણીઓ થઈ ચૂકી છે અને હજુ પણ આ વર્ષને લઈને સતત ભવિષ્યવાણીઓ થઈ રહી છે. જેમાંથી કેટલીક ભવિષ્યવાણીઓ આશા જગાવનારી છે જ્યારે કેટલીક ભવિષ્યવાણીઓ એવી કરાઈ છે જે જાણીને લોકોમાં ડર પેદા થયો છે. 

Baba Vanga-Nostradamus ની ભવિષ્યવાણી, બહુ જલદી આવશે પ્રલય, ગુજરાતના આ સંતે પણ કરી છે ભવિષ્યવાણી!

Future Prediction 2023: વર્ષ 2023ની શરૂઆતમાં જ આ વર્ષને લઈને અનેક ભવિષ્યવાણીઓ થઈ ચૂકી છે અને હજુ પણ આ વર્ષને લઈને સતત ભવિષ્યવાણીઓ થઈ રહી છે. જેમાંથી કેટલીક ભવિષ્યવાણીઓ આશા જગાવનારી છે જ્યારે કેટલીક ભવિષ્યવાણીઓ એવી કરાઈ છે જે જાણીને લોકોમાં ડર પેદા થયો છે. વર્ષ 2023ની શરૂઆતમાં બાબા વેંગાની ભવિષ્યવાણી ચર્ચામાં હતી, કારણ કે તેમની ઘણી ભવિષ્યવાણીઓ સાચી ઠરી છે. 

હવે એકવાર ફરીથી બાબા વેંગા ઉપરાંત પ્રસિદ્ધ જ્યોતિષીઓ સંત અચ્યુતાનંદ અને મહંત કરસનદાસની ભવિષ્યવાણીઓ પણ ચર્ચામાં છે. વર્ષ 2023 માટે શું ભવિષ્યવાણીઓ થઈ છે તે વિશે ખાસ જાણો. 

કયા જયોતિષીએ શું કરી છે ભવિષ્યવાણી

બાબા વેંગા
વર્ષ 2023ની શરૂઆતમાં જ બાબા વેંગાની ભવિષ્યવાણી ચર્ચામાં હતી. બાબા વેંગાની ભવિષ્યવાણીઓ જોઈએ તો તેઓ સ્પષ્ટપણે કહે છે કે આવનારો સમય ખતરનાક સાબિત થશે. તેમણે આ અગાઉ પણ વિશ્વને લઈને અનેક ભવિષ્યવાણીઓ કરી હતી જે સાચી ઠરી હતી. આવામાં વર્ષ 2023 માટે બાબા વેંગાએ કહેલું છે કે પૃથ્વીને કક્ષામાં ફેરફાર થશે અને તેની સીધી અસર ધરતી પર પડશે. આ ઉપરાંત અનેક જગ્યાઓ પર દેશો વચ્ચે યુદ્ધ છેડાશે અને પૂર આવશે. 

આવામાં આજના હાલાત જોતા આ ભવિષ્યવાણીઓને જોઈએ તો આજે પણ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલુ છે. એક વર્ષ પૂરું થયું છતાં તે પૂરું થાય તેવા એંધાણ દેખાતા નથી. આ ઉપરાંત દુનિયા આર્થિક મંદી તરફ આગળ વધી રહી છે અને તુર્કીમાં પણ ભયંકર ભૂકંપ આવી ચૂક્યો છે જેમાં હજારો લોકોના જીવ ગયા. 

સંત અચ્યુતાનંદ
ઓડિશાના સંત અચ્યુતાનંદે વર્ષ 2023 માટે ભવિષ્યવાણી કરતા કહ્યું હતું કે આવનારું વર્ષ પ્રલયનું વર્ષ હશે. કારણ કે આ વર્ષે ધરતીની ધૂરી બદલાઈ જશે. આ ઉપરાંત 17 જાન્યુઆરીના રોજ શનિના કુંભ રાશિમાં પ્રવેશ કર્યા બાદથી જ સમગ્ર દુનિયામાં વિશ્વયુદ્ધના હાલાત બનેલા છે. સંપૂર્ણ રીતે યુદ્ધ શરૂ થવામાં હજુ પણ સમય લાગશે. તેના પ્રભાવથી દુનિયામાં ભૂખમરા જેવી સ્થિતિ પેદા થશે અને અનેક દેશોમાં તીવ્ર ક્ષમતાવાળો ભૂકંપ આવી શકે છે. 

મહંત કરસનદાસ
ગુજરાતના પ્રસિદ્ધ સંત અને કોરોનાની પૂર્વ ભવિષ્યવાણી કરનારા સંત કરસનદાસે પણ વર્ષ 2023 માટે ડરામણી વાત કરી છે. તેમણે જણાવ્યું છે કે 2023માં વિશ્વની જનતા દુષ્કાળ અને ભૂખમરાથી વધુ ત્રસ્ત રહેશે અને લોકો ભૂખે મરશે. આવામાં તેમણે તેનાથી બચવા માટે લોકોને વધુને વધુ બાજરો અને જુવાર વાવવાની સલાહ આપી છે. 

નોસ્ત્રાડેમસ
પ્રખ્યાત ભવિષ્યવક્તા નોસ્ત્રાડેમસે વિશ્વના ભવિષ્યને લઈને અનેક ડરામણી વાતો કરી છે. હકીકતમાં તેમણે પોતાની 2023ની ભવિષ્યવાણીમાં કહ્યું છે કે માણસ મંગળ પર પહોંચી જશે. પરંતુ પૃથ્વી ત્યારે રહેવા લાયક નહીં રહે. કારણ કે અનેક દેશો વચ્ચે યુદ્ધ થશે. બધુ તબાહ થશે તે નિશ્ચિત છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે આકાશમાંથી કોઈ મોટો ઉલ્કાપિંડ ધરતી પર આવીને વિનાશ કરી શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news