Ukraine માં ચાલે છે Baby Factory, 40 લાખ રૂપિયા ચૂકવો અને ઘરે લઈ જાઓ મનપસંદ બાળક!

યૂક્રેનમાં અનેક કંપનીઓ સરોગેટ બિઝનેસ ચલાવે છે. તેને લઈને તમામ પ્રકારના પ્રમોશનલ વીડિયો અને ઈવેન્ટ પણ ચલાવવામાં આવે છે. જોકે તે વાત અલગ છે કે તેમાં દર્શાવવામાં આવતી જાહોજલાલીથી ક્યાંય દૂર હોય છે સરોગેટ મધર્સની હકીકત.

Ukraine માં ચાલે છે Baby Factory, 40 લાખ રૂપિયા ચૂકવો અને ઘરે લઈ જાઓ મનપસંદ બાળક!

જયેશ જોશી, અમદાવાદઃ માતા બનવું દરેક સ્ત્રીની જિંદગીની તે ક્ષણ હોય છે. જ્યારે એક નાનકડા જીવ સાથે તે ભાવનાત્મક રીતે જોડાણ હોય છે. એવામાં જો બાળકનો જન્મ થાય અને તેને કોઈ બીજું લઈને જતું રહે તો. તો માતાના દિલની શું સ્થિતિ થશે? એ વિચારતાં જ આપણું મન ધ્રૂજી જાય છે પરંતુ આ દુનિયામાં એક દેશ એવો છે જ્યાં સરોગેસી લીગલ જ નહીં પરંતુ એક ધંધાની જેમ ચાલે છે. તેમને પેદા કરનારી માતાના અંદરની સંવેદના ખતમ કરીને તેમને ફેક્ટરી બનાવી દેવામાં આવે છે.

No description available.

ક્યાં ચાલે છે બેબી ફેક્ટરી:
રશિયાની પાસે આવેલો દેશ યૂક્રેન પોતાની ખૂબસૂરતી માટે જાણીતો છે. પરંતુ આ દેશમાં કેટલીક એવી બદસૂરત હકીકત પણ છે, જેને સાંભળવી પણ મુશ્કેલ થઈ જાય છે. કેમ કે અહીંયા બાળકોને પેદા કરનારી ફેક્ટરીઓ ચલાવવામાં આવે છે. જ્યાં કોઈપણ વ્યક્તિ માત્ર 40થી 42 લાખમાં એક બાળકનો સોદો કરીને જતો રહે છે. આ બધું એટલું પ્રોફેશનલી થાય છે કે તેને પેદા કરનારી માતા વિશે કે તેના તેના 9 મહિનાના સંઘર્ષ વિશે કોઈ કશું વિચારતું નથી.

બ્રિટિશ કપલ લે છે સરોગેસીનો સહારો:
ભારત, નેપાળ અને બાંગ્લાદેશ સહિત અનેક દેશોમાં સરોગેસીને લઈને કડકાઈની વચ્ચે યૂક્રેનમાં તેને લીગલ કરવામાં આવ્યું છે. જેથી આ કપલ્સ માટે તે સીધો રસ્તો છે જેમના બાળક થતાં નથી. ખાસ કરીને બ્રિટિશ કપલ યૂક્રેનમાં ચાલતી બાળકોની ફેક્ટરીમાંથી બાળકો લઈને આવે છે. ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે બિયાન્કા અને વિની સ્મિથને એક કપલે પોતાની સરોગેસી અને બાળકોની ફેક્ટરીની ધ્રૂજાવી દેનારી હકીકત સંભળાવી. તેમણે આ સર્વિસનો ઉપયોગ પોતાના બે જોડિયા બાળકો માટે કર્યો હતો.

મહિલાઓ નહીં બાળકોની ફેક્ટરી કહો:
આ કપલે ડેલી મેલને જણાવ્યું કે બ્રિટનમાં તો સરોગેસીની પરવાનગી છે પરંતુ યૂક્રેન એવો દેશ છે જ્યાં તેને એક ધંધાની જેમ ચલાવવામાં આવે છે. યૂક્રેનમાં તમામ કંપનીઓ સંગઠિત રીતે આ બિઝનેસ ચલાવે છે. તેના માટે પ્રમોશનલ વીડિયો અને ઈવેન્ટ ચલાવવામાં આવે છે. જેમાં બાળકોની સાથે ખુશ કપલ્સને જોઈને લોકો આકર્ષિત થાય છે. કપલનું કહેવું છે કે ભલે વીડિયો સરોગેટ્સની સારી સ્થિતિ દર્શાવે છે. પરંતુ હકીકતમાં તેમને કોઈ પશુની જેમ ટ્રીટ કરવામાં આવે છે.

બાળકોની માતા નહીં પશુ સમજે છે:
બિયાન્કા અને વિનીએ જણાવ્યું કે તેમને પણ તેમની સરોગેટને લઈને ખોટી જાણકારી આપવામાં આવી હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે સ્વચ્છ અને સારા વાતાવરણમાં રાખવામાં આવે છે. તે આ કામ માટે ટ્રેન્ડ છે. જોકે જ્યારે તે બાળકની ડિલીવરી માટે પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે મહિલાઓને ડિલીવરી પહેલાં અત્યંત ખરાબ પરિસ્થિતિઓમાં રાખવામાં આવે છે. તેમને ઘરના લોકો સાથે વાત કરવાની પરવાનગી પણ હોતી નથી. ગરમીમાં પણ એસીની સુવિધા મળતી નથી. તેમને ઘણી ગંદકીમાં રાખવામાં આવે છે. આ કામ માટે તેમને વાર્ષિક 10 લાખ રૂપિયા મળે છે. તેમ છતાં જે પ્રકારનું માનસિક અને શારીરિક દુખ અને દર્દ તે સહન કરે છે, તેની સામે આ પૈસા તો કંઈ પણ નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news