Vande Bharat Train માં મુસાફરને અપાયેલા ભોજનમાંથી આ શું નીકળ્યું? IRCTC તાબડતોબ કરી કાર્યવાહી

Vande Bharat Train Food: સુબોધની ફરિયાદ બાદ IRCTC એ એક્શન લીધું અને ટ્વીટના જવાબમાં તેની જાણકારી આપી. IRCTC એ જવાબમાં લખ્યું કે સર, આ અપ્રિય અનુભવ બદલ અમે માફી માંગીએ છીએ. આ મામલાને ગંભીરતાથી લેવાયો છે. સંબંધિત સર્વિસ પ્રોવાઈડરને ખાવાનું બનાવતી વખતે યોગ્ય સાવધાની વર્તવાની કડક ચેતવણી અપાઈ છે.

Vande Bharat Train માં મુસાફરને અપાયેલા ભોજનમાંથી આ શું નીકળ્યું? IRCTC તાબડતોબ કરી કાર્યવાહી

Vande Bharat Train Food: વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરને જે ભોજન પીરસવામાં આવ્યું તેમાંથી વંદી નીકળવાની ફરિયાદ મળી હતી ત્યારબાદ IRCTC એ તાબડતોબ પગલું  ભર્યું અને સર્વિસ પ્રોવાઈડર પર ભારે ભરખમ  દંડ ફટકારવામાં આવ્યો. અત્રે જણાવવાનું કે વંદે ભારતમાં ખાવાનામાંથી વંદી નીકળ્યાની ફરિયાદ બાદ મુસાફરે IRCTC ને ટ્વિટર પર ટેગ કરતા ફરિયાદ કરી હતી. ત્યારબાદ IRCTC એ આ મામલાને ગંભીરતાથી લીધો અને સર્વિસ પ્રોવાઈડર પર કાર્યવાહી કરી. આ સાથે જ IRCTC એ એવું આશ્વાસન પણ આપ્યું કે આ પ્રકારની ઘટનાઓ આગળ ન ઘટે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવશે. 

ટ્રેનના ભોજનમાંથી નીકળી વંદી
અત્રે જણાવવાનું કે ખાવાનામાંથી વંદો મળ્યા સંબંધિત ફરિયાદ કરતા સુબોધે ટ્વીટ કરી કે IRCTC વંદેભારત ટ્રેનમાં મારા ફૂડમાં એક કોકરોચ મળ્યો છે. 

— pundook🔫🔫 (@subodhpahalajan) July 24, 2023

IRCTC નું એક્શન
સુબોધની ફરિયાદ બાદ IRCTC એ એક્શન લીધું અને ટ્વીટના જવાબમાં તેની જાણકારી આપી. IRCTC એ જવાબમાં લખ્યું કે સર, આ અપ્રિય અનુભવ બદલ અમે માફી માંગીએ છીએ. આ મામલાને ગંભીરતાથી લેવાયો છે. સંબંધિત સર્વિસ પ્રોવાઈડરને ખાવાનું બનાવતી વખતે યોગ્ય સાવધાની વર્તવાની કડક ચેતવણી અપાઈ છે. આ સાથે જ સર્વિસ પ્રોવાઈડર પર ભારે ભરખમ દંડ ફટકારવામાં આવ્યો છે. તથા રસોઈ પર નિગરાણીને વધુ મજબૂત કરાઈ છે. 

— IRCTC (@IRCTCofficial) July 24, 2023

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news