અમેરિકામાં ફેલાઈ રહ્યા છે આ જીવલેણ અમીબા, વૈજ્ઞાાનિકોએ આપી ચેતવણી

અમેરિકામાં કોરોના વાયરસ (Coronavirus)ના કહેર વચ્ચે એક નવી બીમારીએ પગ પેસારો કર્યો છે. બ્રેઈનને સાફ કરી જતા અમીબા (Brain Eating Amoeba)થી અમેરિકામાં મોતની ઘટનાઓ સામે આવી છે. આ અમીબાનું વૈજ્ઞાનિક નામ નેગ્લરિયા ફાઉલેરી છે

અમેરિકામાં ફેલાઈ રહ્યા છે આ જીવલેણ અમીબા, વૈજ્ઞાાનિકોએ આપી ચેતવણી

વોશિંગ્ટન: અમેરિકામાં કોરોના વાયરસ (Coronavirus)ના કહેર વચ્ચે એક નવી બીમારીએ પગ પેસારો કર્યો છે. બ્રેઈનને સાફ કરી જતા અમીબા (Brain Eating Amoeba)થી અમેરિકામાં મોતની ઘટનાઓ સામે આવી છે. આ અમીબાનું વૈજ્ઞાનિક નામ નેગ્લરિયા ફાઉલેરી છે. ડોક્ટરોથી લઇને વૈજ્ઞાનકો સુધી તમામ લોકો આ જાણકારી મેળવી રહ્યાં છે કે, આ અમીબા ક્યાંથી આવ્યું છે.

હાલમાં નેગ્લેરિયા ફાઉલેરી (Naegleria fowleri) અમીબા (Amoeba) અમેરિકાના દક્ષિણ રાજ્યોમાં ફેલાઇ રહ્યો છે. જળવાયુ પરિવર્તન (Climate Change) તેના સંક્રમણનું મુખ્ય કારણ જણાવવામાં આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર નેગ્લરિયા ફાઉલેરી નામના આ ઘાતક અમીબા (Brain Eating Amoeba) બ્રેઈનને ખાઈ જાય છે.

અમેરિકા (USA)ના રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો (CDC) અનુસાર, આ બીમારી હવે ઉત્તર અમેરિકાના રાજ્યોમાં પણ ફેલાવવાનું શરૂ થઈ ગયું છે. વૈજ્ઞાનિકોએ તેના માટે ચેતવણી પણ આપી છે કે, જીવલેણ નેગ્લરિયા ફાઉલેરી અમીબા પાણી સાથે જોડાયેલ છે અને પાણી આપણા જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે.

બ્રેઇનને ખાઈ જતા આ અમીબા એટલે કે, નેગ્લરિયા ફાઉલેરી સામાન્ય રીતે તળાવ, નદીઓ અને ગરમ ઝરણા અને માટી જેવા ગર્મ તાજા પાણીમાં મળે છે. આ એક સિંગલ કોષ જીવંત જીવ (સિંગલ સેલ લિવિંગ ઓર્ગેનિઝમ) છે. તેના સંક્રમણની બીમારી ખુબજ ઘાતક હોય છે. તેનાથી મોત નિશ્ચિત માનવામાં આવે  છે.

નેગ્લરિયા ફાઉલેરીના સંક્રમણના લક્ષણ શું છે?
નેગ્લરિયા ફાઉલેરીના સંક્રમણના મુખ્ય લક્ષણોમાં ગંભીર માથાનો દુખાવો, તાવ અને વોમિટિંગ સામેલ છે. આ ઉપરાંત ગરદન સખ્તાઇ, આંચકી, માનસિક બીમારી અને કોમામાં જતું રહેવું. વૈજ્ઞાનિકો માને છે કે જ્યારે નેગ્લરિયા ફોઉલેરીના ચેપનું નિદાન યોગ્ય સમયે કરવામાં આવે ત્યારે ચેપગ્રસ્તનું જીવન બચી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news