બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું 96 વર્ષની વયે નિધન, બકિંઘમ પેલેસે આપી જાણકારી

Queen Elizabeth News: સ્કોટલેન્ડના બાલ્મોરલ કેસલમાં 96 વર્ષીય મહારાણી એલિઝાબેથનું નિધન થયું છે. 

બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું 96 વર્ષની વયે નિધન, બકિંઘમ પેલેસે આપી જાણકારી

લંડનઃ Britain Queen Elizabeth II health update: બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું નિધન થયું છે. તેઓ 96 વર્ષના હતા. રોયલ ફેમેલીના ટ્વિટર પર તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આજે પહેલા સમાચાર આવ્યા હતા કે મહારાણીની તબીયત ખરાબ છે. તેમને ડોક્ટરોએ આરામ કરવાની સલાહ આપી હતી. 

સ્કોટલેન્ડમાં થયું નિધન
મહારાણી એલિઝાબેથનું ગુરૂવારે નિધન થયું છે. સ્કોટલેન્ડના બાલ્મોરલ કેસલમાં 96 વર્ષીય મહારાણીએ અંતિમ શ્વાસ લીધા છે. આ દરમિયાન મહારાણીના મોટા પુત્ર રાજકુમાર ચાર્લ્સ સહિત રાજ પરિવારના ઘણા સભ્યો ત્યાં હાજર હતા. બે દિવસ પહેલા મહારાણી એલિઝાબેથની તસવીર સામે આવી હતી, જ્યારે લિઝ ટ્રસને તેમણે બ્રિટનના નવા પ્રધાનમંત્રી નિયુક્ત કર્યા હતા. 

The King and The Queen Consort will remain at Balmoral this evening and will return to London tomorrow. pic.twitter.com/VfxpXro22W

— The Royal Family (@RoyalFamily) September 8, 2022

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલિ

— Narendra Modi (@narendramodi) September 8, 2022

આ પહેલા આજે મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું સ્વાસ્થ્ય ખરાબ થવાના સમાચારો વચ્ચે બ્રિટિશ શાહી પરિવારના લોકો બાલ્મોરલ કેસલમાં પહોંચવા લાગ્યા હતા. બ્રિટનની સૌથી લાંબા સમય સુધી સેવા કરનારા મહારાણી એલિઝાબેથ દ્વિતીય છેલ્લા કેટલાક સમયથી બાલ્મોરલ કેસલમાં રહેતા હતા. 

એલિઝાબેથનો જન્મ 21 એપ્રિલ, 1926ના 17 બ્રૂટન સેન્ટ, લંડનમાં થયો હતો. નૌસેના અધિકારી ફિલિપ માઉન્ટબેટન સાથે લગ્ન થયા હતા. તેમને ચાર બાળકો છે- પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સેસ એની, પ્રિન્સ એન્ડ્રયૂ અને પ્રિન્સ એડવર્ડ. મહારાણીના પતિ ફિલિપનું એપ્રિલ 2021માં 99 વર્ષની ઉંમરે નિધન થયું હતું. 1952માં પિતાના મૃત્યુ બાદ એલિઝાબેથ સિંહાસન પર બેઠા હતા. 

મહારાણી એલિઝાબેથ યુનાઇટેડ કિંગડમ સહિત ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, જમૈકા, એન્ટીગુઆ અને બારબુડા, બહામાસ, બેલીઝ, ગ્રેનાડા, પાપુઆ ન્યૂ ગિની, સોલોમન આઈલેન્ડ, સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ, સેન્ટ લૂસિયા, સેન્ટ વિન્સેટ વ ગ્રેનેડાઇંસ અને તુલાલુ સહિત 15 ક્ષેત્રોના રાણી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news