ક્વીન એલિઝાબેથ બાદ આ રીતે થશે શાહી પરિવારમાં સત્તાનું હસ્તાંતરણ, જાણો શું છે કોડ 'લંડન બ્રિજ ઈઝ ડાઉન'
મહારાણીના મૃત્યુ પછી પ્રધાનમંત્રી લિઝ ટ્રસને ફોન કૉલ દ્વારા જાણ કરવામાં આવી. એક સરકારી અધિકારી તેમને ગુપ્ત કોડ દ્વારા તેમની સ્થિતિ વિશે માહિતી આપશે. આ અધિકારી તેમને કહેશે, 'લંડન બ્રિજ ઇન ડાઉન'.
Trending Photos
લંડનઃ બ્રિટેનના મહારાણી એલિઝાબેથને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. મહારાણી એલિઝાબેથે ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. મહારાણી હાલમાં સ્કોટલેન્ડમાં તેના બાલમોરલ કેસલમાં છે. મહારાણીના શાસનને 70 વર્ષ થઈ ચૂક્યા છે અને તેમણે 15 પ્રધાનમંત્રીઓનો કાર્યકાળ જોયો છે. નાદુરસ્ત તબિયતને લીધે મહારાણીએ પોતાની 'પ્રિવી કાઉન્સિલ' મીટિંગ પણ રદ કરી દીધી હતી. ડોક્ટરો દ્વારા તેમને આરામ કરવાનું કહેવામાં આવ્યું હતું.
હવે સવાલ એ ઉભો થાય છે કે મહારાણી એલિઝાબેથના અવસાન પછી શું થશે? બ્રિટન સરકાર દ્વારા સંપૂર્ણ પ્લાન બનાવવામાં આવ્યો છે. આ સમગ્ર પ્લાનને ઓપરેશન લંડન બ્રિજ કોડનેમ આપવામાં આવી છે. આ કોડ ઘણા વર્ષો સુધી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પરંતુ થોડા વર્ષો પહેલા તેના વિશે ઘણી મહત્વપૂર્ણ માહિતી પ્રકાશમાં આવી હતી.
The Queen died peacefully at Balmoral this afternoon.
The King and The Queen Consort will remain at Balmoral this evening and will return to London tomorrow. pic.twitter.com/VfxpXro22W
— The Royal Family (@RoyalFamily) September 8, 2022
લંડન બ્રિજ ઈઝ ડાઉન
મહારાણીના મૃત્યુ પછી પ્રધાનમંત્રી લિઝ ટ્રસને ફોન કૉલ દ્વારા જાણ કરવામાં આવી. એક સરકારી અધિકારી તેમને ગુપ્ત કોડ દ્વારા તેમની સ્થિતિ વિશે માહિતી આપશે. આ અધિકારી તેમને કહેશે, 'લંડન બ્રિજ ઇન ડાઉન'. ત્યારબાદ તેમના મૃત્યુના સમાચાર પ્રેસ એસોસિએશન વાયર પર ન્યૂઝફ્લેશ દ્વારા જાહેર કરવામાં આવશે. ત્યારબાદ રાજવી પરિવાર તમામ તૈયારીઓમાં લાગી જશે. તેમની આંખો બંધ કરવામાં આવશે અને પ્રિન્સ ચાર્લ્સને નવા રાજા જાહેર કરવામાં આવશે. તેમના ભાઈ-બહેન તેમના હાથને ચુંબન કરશે.
આ સમાચાર અંગેની સત્તાવાર માહિતી મહારાણીના ખાનગી સચિવ સર ક્રિસ્ટોફર ગેડિટ આપશે. તેઓ ભૂતપૂર્વ રાજદ્વારી છે જેમને વર્ષ 2014માં નાઈટહુડથી સન્માનિત કરવામાં આવશે. ત્યારબાદ ગાઈડ પીએમનો સંપર્ક કરશે. પીએમને સુરક્ષિત ફોન લાઇનથી જાણ કરવામાં આવશે. ત્યારબાદ ગવર્નર જનરલ, રાજદૂતો અને વડાપ્રધાનોને તેની જાણકારી આપવામાં આવશે.
શું થયું હતું 65 વર્ષ પહેલા
જ્યારે મહારાજા જ્યોર્જ છઠ્ઠાનું 65 વર્ષ પહેલા અવસાન થયું ત્યારે આ કોડ 'હાઈડ પાર્ક કોર્નર'નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 6 ફેબ્રુઆરી 1952ના રોજ સવારે 7:30 વાગ્યે મહારાજાનું અવસાન થયું. પરંતુ આ સમાચાર બીબીસી દ્વારા સવારે 11:15 વાગ્યે જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે 31 ઓગસ્ટ 1997ના રોજ સવારે 4 વાગ્યે પેરિસમાં પ્રિન્સેસ ડાયનાનું અવસાન થયું ત્યારે ભૂતપૂર્વ વિદેશ મંત્રી રોબિન કૂક સાથે ફિલિપાઈન્સ ગયેલા કેટલાક પત્રકારોને 15 મિનિટમાં જ તેની જાણ થઈ ગઈ. મહારાણીના નિધનના સમાચાર પહેલા પ્રેસ એસોસિએશન પર આવશે અને ત્યાર બાદ વિશ્વભરના મીડિયાને માહિતી આપવામાં આવશે.
સરકાર શું કરશે?
મહારાણીના મૃત્યુ પછી બકિંગહામ પેલેસના દરવાજામાંથી શોકના કપડા પહેરીને એક સવેક નજરે પડશે. તે ગુલાબી બજરી અને કાળી પટ્ટી સાથે એક નોટિસ ગેટ પર લગાવશે. જ્યારે તે એવું કરશે ત્યારે મહેલની વેબસાઇટ શોક સંદેશમાં ફેરવાઈ જશે. સિંગલ પેજની વેબસાઈટ પર ઉંડા બેકગ્રાઉન્ડની સાથે તે જ સંદેશ નજરે પડશે. આ સિવાય તમામ ન્યૂજરીડર્સને બ્લેક સૂટ અને બ્લેક ટાઈ પહેરવી પડશે. તમામ કાર્યક્રમો બંધ રહેશે. BBC, 1,2 અને 4 રોકી દેવામાં આવશે. યુકેની સંસદની સાથે સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડને સ્થગિત કરી દેવામાં આવશે. જો સંસદ ન રહી હોય તો બોલાવવામાં આવશે. તમામ સરકારી વેબસાઇટો પણ કાળા બેનરોની સાથે હશે.
10 દિવસ પછી અંતિમ સંસ્કાર
રાણીના અંતિમ સંસ્કાર તેમના મૃત્યુના 10 દિવસ પછી કરવામાં આવશે. પહેલું નિવેદન પીએમ તરફથી આપવામાં આવશે. સરકારના તમામ મંત્રીઓને પીએમના નિવેદન પહેલા કંઈ ન બોલવાની સૂચના આપવામાં આવશે. સંરક્ષણ મંત્રાલય દ્વારા બંદૂકની સલામી આપવામાં આવશે અને દેશભરમાં એક મિનિટનું મૌન પાળવામાં આવશે. પીએમ ટ્રસ નવા રાજા પ્રિન્સ ચાર્લ્સ સાથે શ્રોતાઓને સંબોધિત કરશે અને સંબોધન દેશભરમાં પ્રસારિત કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે