Rajyasabha: નરેન્દ્ર મોદીનુ ફુલફોર્મ સુશીલ મોદીએ જણાવ્યુ, તમે પણ જાણો સંસદમાં શું બોલ્યા બિહારના સાંસદ

બિહારથી ભાજપના રાજ્યસભા સાંસદ સુશીલ મોદી ફુલફોર્મમાં હતા. તેમણે નરેન્દ્ર મોદીનું ફુલ ફોર્મ પણ જણાવી દીધુ. બજેટ પર ચર્ચા દરમિયાન તેમણે કેન્દ્ર સરકારના કામોને આંકડા સાથે ગૃહને જણાવ્યા. તેમણે તે પણ કહ્યુ કે, બજેટ બાદ દુનિયાભરના અખબારોમાં કઈ-કઈ હેડલાઇન બની. 
 

Rajyasabha: નરેન્દ્ર મોદીનુ ફુલફોર્મ સુશીલ મોદીએ જણાવ્યુ, તમે પણ જાણો સંસદમાં શું બોલ્યા બિહારના સાંસદ

નવી દિલ્હીઃ રાજ્યસભામાં બજેટ સત્ર પર ચર્ચા દરમિયાન સુશીલ મોદી (Sushil Modi) એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) ના નામનો નવો અર્થ પણ જણાવી દીધો. બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ ગૃહમાં આંકડા સાથે આવ્યા હતા. પોતાના અડધા કલાકના ભાષણમાં સુશીલ મોદીએ એકથી વધીને એક આંકડા રજૂ કર્યા. તેમણે એટલા આંકડા ગણાવ્યા કે વિપક્ષના નેતા પણ માત્ર સાંભળતા રહી ગયા. 

નરેન્દ્ર મોદીના નામનો નવો મીનિંગ સુશીલ મોદીએ જણાવી દીધો
N- New india
A- Aatm nirbhar bharat
R- Ready for reforms
E- Electronic agri market
N- New Financial Structure
D- Disinvestment
R- Railway and roads
A- Agriculture Reforms

M- MSP assured, Helping migrant worker
O- One person company
D- Down to earth
I- Inclusive development

સુશીલ મોદીએ આંકડાથી વિપક્ષનું મોઢુ બંધ કરી દીધુ
સુશીલ મોદી (Sushil Modi) એ હિન્દી અને અંગ્રેજીમાં મિશ્રિત ભાષણ આપ્યુ. તેમાં એક બાદ એક આંકડા આપ્યા. પોતાના ભાષણની શરૂઆતમાં તેમણે પીએમ મોદી (Narendra Modi) ની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, પીએમ મોદીએ કહ્યુ હતુ કે અર્થવ્યવસ્થાના દુખમાંથી દેશ ફરી પરત ફરી શકે છે પરંતુ જિંદગી બીજીવાર ન આવી શકે. તેમણે કહ્યું કે, મહાભારતના શાંતિપર્વમાં કહેવામાં આવ્યું કે, આપદાગ્રસ્ત જીવની પ્રાણ રક્ષા જ ધર્મ છે. કેન્દ્રની સરકારે તેનું પાલન કર્યું. લોકોને ખુબ મદદ કરી. 

'જાન ભી હૈ, જવાન ભી હૈ'નો ઉલ્લેખ કર્યો
લૉકડાઉન દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યુ હતુ કે, 'જાન ભી હૈ, જવાન ભી હૈ'. બજેટનું 22 બંદૂકોની સલામી સાથે સેન્સેક્સે સ્વાગત કર્યું. સિંગલ-ડે હાઈએસ્ટ ગેનમાં 51 હજારનો આંકડો સેન્સેક્સે પાર કર્યો. 23 વર્ષ બાદ આવુ થયું. 1997માં તત્કાલીન નાણામંત્રી ચિદમ્બરમના ભાષણમાં હાઈએસ્ટ ગેન કર્યુ હતું. બજેટ બાદ દુનિયાભરના અખબારોની હેડલાઇનનો પણ સુશીલ મોદીએ ઉલ્લેખ કર્યો. 

જનધન ખાતાને કારણે ગરીબોની મદદ
સુશીલ મોદી (Sushil Modi) એ કહ્યુ કે, હું છેલ્લા 25-30 વર્ષથી બજેટ જોઈ રહ્યું છે. આ બજેટને ક્યાંય ટીકા ન થઈ. આ બજેટનું દેશે સ્વાગત કર્યું છે. લૉકડાઉનમાં પ્રધાનમંત્રી મોદીએ 80 કરોડ ગરીબોને 8 મહિના સુધી 40 કિલો અનાજ અને 8 કિલો દાળ દર મહિને આપી. 10 કરોડ મહિલાઓ જેનું જનધન ખાતુ હતું તેને 1500 રૂપિયા પ્રતિ મહિલા આપવામાં આવ્યા. કુલ રકમ 30 હજાર 950 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. 7.43 કરોડ રૂપિયા ઉજ્જવલા કનેક્શન વાળી મહિલાઓને આપવામાં આવી. 14.73 કરોડ ફ્રી સિલિન્ડર આપવામાં આવ્યા. વિધવા મહિલાઓને 2.81 કરોડ રૂપિયા સામાજિક સુરક્ષા પેન્શન આપવામાં આવ્યું. આ બધુ જનધન ખાતાને કારણે થયું છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news