By-by 2022: વર્ષ 2022માં વિશ્વમાં બની પાંચ અનોખી ઘટનાઓ, જે હંમેશા રહેશે યાદ

વર્ષ 2022 હવે પૂર્ણ થવાનું છે અને નવું વર્ષ 2023 શરૂ થઈ જશે. પરંતુ દર વર્ષની જેમ વર્ષ 2022માં પણ વિશ્વમાં ઘણી એવી ઘટનાઓ બની જેની તરફ લોકોનું ધ્યાન ખેંચાયું. ચાલો જાણીએ વર્ષ 2022ની મહત્વની વૈશ્વિક ઘટનાઓ. 

By-by 2022: વર્ષ 2022માં વિશ્વમાં બની પાંચ અનોખી ઘટનાઓ, જે હંમેશા રહેશે યાદ

નવી દિલ્હીઃ દર વર્ષે કોઈને કોઈ ઘટના બનતી હોય છે, જે હંમેશા લોકોને યાદ રહે છે. વર્ષ 2022માં વિશ્વની રાજનીતિમાં પણ અનેક ચોંકાવનારી વાતો જોવા મળી છે. આ વર્ષે દુનિયાના 28 દેશોમાં નવી સરકાર બની. તેમાં ચાર દેશ એવા છે જેની સત્તા મહિલાઓના હાથમાં આવી છે. તો પાકિસ્તાનમાં પણ મોટો રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યો હતો. જ્યાં ઇમરાન ખાનને ખુરશી પરથી હટાવીને શાહબાઝ શરીફ દેશના પ્રધાનમંત્રી બની ગયા. 

આ વૈશ્વિક ઘટના માટે યાદ રહેશે વર્ષ 2022
દુનિયાની ઘટના

આ વર્ષે દુનિયાના 28 દેશોમાં નવી સરકાર બની. 4 દેશો એવા છે જેમાં પ્રથમ વખત મહિલાઓએ કમાન સંભાળી છે. ઈટલી, હંગેરી, સ્લોવેનિયા અને હોંડુરસમાં કમાન મહિલાના હાથોમાં છે. 

ઈટલી
ઈટલીના 77 વર્ષના ચૂંટણી ઈતિહાસમાં પહેલા મહિલા પ્રધાનમંત્રી તરીકે જોર્જિયા મેલાની ચૂંટાયા છે. તે સમલૈંગિક્તા કાયદાના વિરોધી છે.

હંગેરી 
44 વર્ષની નૈવાક હંગારી હંગેરી દેશ અને યુરોપિયન યુનિયનના પહેલા મહિલા રાષ્ટ્રપતિના રૂપમાં ચૂંટાયા છે. 

સ્લોવેનિયા
સ્લોવેનિયા દેશના નતાસાપિરક મુસ પ્રથમ વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.

હોંડુરસ
હોંડુરસ દેશમાં શિયોમારા કાસ્ત્રો બન્યા રાષ્ટ્રપતિ. તેમના પતિ મૈનમુએલ જેલયાને 2009માં સેનાએ સત્તા પરથી હાંકી કાઢ્યા હતા.

પાકિસ્તાનમાં શુ બની ઘટના
ઈમરાન ખાનને 10 એપ્રિલે નેશનલ એસેમ્બલીમાં અડધી રાત્રે અ વિશ્વાસના મત બાદ સત્તા પરથી દૂર કરાયા હતા. શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા PM બન્યા. ઈમરાન ખાને સત્તામાં પરત આવવા લોન્ગ માર્ચ શરૂ કરી હતી. જે દરમિયાન 3 નવેમ્બરે વજીરાબાદમાં 70 વર્ષના ઈમરાન ખાનના પગમાં ગોળી મારવામાં આવી. ઈમરાન ખાનને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news