બજારમાં વેચાઈ રહેલી આ એક છત્રી સોશિયલ મીડિયા ટ્રેન્ડમાં, કિંમત જાણીને રહી જશો દંગ
Sun Umbrellas: ચીનમાં તાજેતરમાં ગુચ્ચી અને એડિડાસની બનાવેલી છત્રીની ખુબ ટિક્કા થઈ રહી છે. આ છત્રી વરસાદમાં બચાવી શકતી નથી, પરંતુ તડકાથી રક્ષા કરી શકે છે. જો કે, તેની કિંમત ઘણી વધારે રાખવામાં આવી છે.
Trending Photos
Costly Sun Umbrellas: મોટાભાગે લોકો છત્રી વરસાદમાં પોતાને બચાવવા માટે ખરીદતા હયો છે. પરંતુ માર્કેટમાં એક એવી છત્રી જોવા મળી રહી છે જે વરસાદમાં બચાવી શકતી નથી, પરંતુ તડકામાં તમને સુરક્ષા આપી શકે છે. જો કે, આ છત્રીને બજારમાં લોકોની ટિકાનો સામનો કરવો પડી રહ્યો છે. સ્પોર્ટવેર માટે જાણીતા લક્ઝરી ફેશન હાઉસ ગુચ્ચી અને એડિડાસે ચીનના બજારમાં કિંમતી છત્રી ઉતારી છે. આ એક છત્રીની કિંમત 1,644 ડોલર એટલે કે, 1,27,746 રૂપિયા છે.
કહેવામાં આવી રહ્યું છે કે, આ છત્રી લોકોને વરસાદમાં ભીંજાતા બચાવી શકતી નથી. કેમ કે તે વોટરપ્રુફ નથી. આ છત્રી જોવામાં સન અમ્બ્રેલા જેવી લાગે છે. પરંતુ તેની કિંમતે લોકોને ચોંકાવી દીધા છે. ગુચ્ચીની વેબસાઈટ અનુસાર, એડિડાસક્સ ગુચ્ચી લાઈનનો ભાગ, આ સન અમ્બ્રેલામાં ઇન્ટરલોકિંગ જી અને ટ્રેફિલ ડિઝાઈન સામેલ છે. ગુચ્ચીનું કહેવું છે કે છત્રીમાં કોતરવા આવેલ સેન્ટી-લાકડીનું હેન્ડલ, લીલો અને લાલ વેબ અને એક જી આકારનું હેન્ડલ છે.
જો કે, આ આઇટમ વોટરપ્રુફ નથી અને તડકામાં સુરક્ષા અથવા સજાવટ માટે ઉપયોગ કરવામાં આવી શકે છે. આ છત્રીના સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ઘણા લોકો પૂછી રહ્યા છે કે, એક છત્રી જે વરસાદને પણ રોકી શકતી નથી તેને આટલી મોંઘી કિંમત પર કેમ વેચવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું કે ગુચ્ચી અને એડિડાસ ચીનમાં એક છત્રી 1,644 ડોલરમાં વેચવા માટે ચર્ચામાં છે. જે વરસાદને પણ રોકી શકતી નથી.
આ અઠવાડિયે, હેશટેગ "11,100 યુઆન અમ્બ્રેલા કોલાબ વોટરપ્રુફ નથી'' ને ટ્વિટર જેવા પ્લેટફોર્મ Weibo પર 140 મિલિયનથી વધારે વખત જોવામાં આવ્યું. કન્સલ્ટિંગ ફર્મ બેન એન્ડ કંપનીના શોધ અનુસાર ચીનમાં લક્ઝરી ચીજવસ્તુઓની નોંધપાત્ર માંગ છે અને 2025 સુધી દુનિયાનું સૌથી મોટું લક્ઝરી બજાર બનવાના માર્ગ પર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે