Social Media Campaign: સરહદ વિવાદ ભડકાવવા માટે ચીનની 'ઓનલાઈન ચાલ', ભારતીય એજન્સીઓ અલર્ટ મોડ પર

સરહદ પર શાંતિ ચીનને ગમતી નથી. આથી તે વારંવાર માહોલ ખરાબ કરનારી હરકતો કરે છે. હવે ચીન તરફથી ભારત વિરુદ્ધ ઓનલાઈન કેમ્પેઈન શરૂ કરાયું છે.

Social Media Campaign: સરહદ વિવાદ ભડકાવવા માટે ચીનની 'ઓનલાઈન ચાલ', ભારતીય એજન્સીઓ અલર્ટ મોડ પર

બેઈજિંગ: સરહદ પર શાંતિ ચીનને ગમતી નથી. આથી તે વારંવાર માહોલ ખરાબ કરનારી હરકતો કરે છે. હવે ચીન તરફથી ભારત વિરુદ્ધ ઓનલાઈન કેમ્પેઈન શરૂ કરાયું છે. જે હેઠળ જૂના વીડિયો શેર કરીને વિવાદ ભડકાવવાની કોશિશ થઈ રહી છે. એટલું જ નહીં આ કેમ્પેઈનના માધ્યમથી અરુણાચલ પ્રદેશમાં સૈન્ય કાર્યવાહી કરવાની ધમકી પણ અપાઈ છે. સોશિયલ મીડિયા પર અનેક વેરિફાઈડ અને અનવેરિફાઈડ એકાઉન્ટ્સથી પીપલ્સ લિબરેશન આર્મી(People’s Liberation Army) ના જવાનોના ભારતીય સરહદ પર હાજર હોવાના જૂના વીડિયો અને તસવીરો શેર કરવામાં આવી રહ્યા છે. 

PLA ની તસવીરો
ધ ઈકોનોમીક ટાઈમ્સના રિપોર્ટ મુજબ ભલે ચીનમાં ટ્વિટર પર પ્રતિબંધ લાગૂ હોય પરંતુ ભારતીય સરહદ પર તૈનાત પીએલએ સૈનિકોની તસવીરો અને સૂચનાઓથી આ પ્લેટફોર્મને સંપૂર્ણ રીતે ભરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. જેના પગલે  ભારતીય અધિકારીઓ લદાખ અને અરુણાચલ પ્રદેશ બંને સરહદો પર હાઈ અલર્ટ પર છે. હાલમાં જ પેન્ટાગનના રિપોર્ટમાં ચીનને લઈને અનેક ખુલાસા કરાયા હતા. જેને જોતા ભારતીય સેના વધુ સતર્ક છે. 

Posts માં કરાયા છે આવા દાવા
પેન્ટાગનના રિપોર્ટના બે દિવસ બાદ શેર કરાયેલી એક પોસ્ટમાં કહેવાયું છે કે ચીની સૈનિકોને અરુણાચલ પ્રદેશના તવાંગ સાથે જોડાયેલી સરહદે મોકલવામાં આવ્યા છે. એક અન્ય પોસ્ટમાં દાવો કરાયો છે કે ચીને પોતાના લાંબા અંતરના રોકેટને પૂર્વ લદાખની સરહદ પર તૈનાત કર્યા છે. ચીન સમર્થિત એક એકાઉન્ટની પોસ્ટમાં ચીની સૈનિકોને લદાખને હોટ સ્પ્રિંગમાં દેખાડવામાં આવ્યા છે. આ ઉપરાંત બીજી અનેક ઉશ્કેરણીજનક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરાઈ છે. 

Pentagon ના રિપોર્ટ બાદ સતર્કતા વધારી
આમ તો  ભારતીય અધિકારીઓ પહેલેથી સોશિયલ મીડિયા પર ચીની હરકતો પર નજર રાખે છે પરંતુ પેન્ટાગનના રિપોર્ટ બાદથી તેમાં તેજી આવી છે. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે ચીને અરુણાચલ સરહદ પર વિવાદીત ક્ષેત્રમાં 100 ઘરોનું એક ગામ બનાવી લીધુ છે. નોંધનીય છે કે ભારત સરહદ વિવાદનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ ઈચ્છે છે અને સતત એવા પ્રયત્નો કરી રહ્યું છે પરંતુ ચીન પોતાની નાપાક હરકતો છોડતું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news