ચીન એનાકોંડાની જેમ ગરીબ દેશોને પોતાના ભરડામાં લઇ રહ્યું છે: અમેરિકા
પેંટાગને અમેરિકી કોંગ્રેસને કહ્યું કે, ચીન અબજો ડોલરના પોતાના મહત્વકાંક્ષી યોજના માટે વિશ્વનાં દેશોને પરોક્ષ ગુલામ બનાવી રહ્યું છે
Trending Photos
વોશિંગ્ટન : પેંટાગને અમેરિકી કોંગ્રેસને કહ્યું કે, ચીન અબજો ડોલરની પોતાની મહત્વકાંક્ષી બેલ્ટ એન્ર રોડ પહેલ (BRI) દ્વારા પોતાની વૈશ્વિક નિર્ણાયક નૌસેના બનાવવાનાં પ્રયાસો કરી રહ્યું છે. તેણે ચેતવણી ઉચ્ચારી છે કે બીજિંગનાં પ્રતિકુળ સમજુતી કોઇ દેશની સંપ્રભુતાને તે પ્રકારે પોતાનાં ઝપટે ચડાવી રહ્યું છે રીતે કોઇ એનાકોંડા પોતાનાં શિકારને ઘેરીને ખાય છે.
ઉલ્લેખનીય છે કે, ચીન બેલ્ટ એન્ડ રોડ ઇનિશએટિવ (BRI) દ્વારા અલગ અલગ દેશોમાં માળખાગત યોજનાઓ માટે અબજો ડોલરનું દેવું કરવામાં આવી રહ્યું છે. જણાવાઇ રહ્યું છે કે ચીન આ દેશોને દેવાના ચક્રવ્યુહમાં ફસાવી રહ્યું છે, જેનાં કારણે બહાર નિકળવું તેમના માટે મુશ્કેલ થઇ જશે.
ચીફ ઓફ નેવલ ઓપરેશન્સ જોન રિચર્ડસને ગુરૂવારે કોંગ્રેસની સુનવણી દરમિયાન સદનની સશસ્ત્ર સેવા સમિતીનાં સભ્યોને જણાવ્યું કે, ચીનનાં બેલ્ટ એન્ડ રોડ પહેલ તેની રાષ્ટ્રીય શક્તિનાં કૂટનીતિક, આર્થિક, સૈન્ય અને સામાજીક તત્વોનું મિશ્રણ છે. આ વૈશ્વિક રીતે નિર્ણાયક નૌસેના બનાવવા માટેનો તેનો પ્રયાસ છે. રિચર્ડસને કહ્યું કે, ચીનનાં કામનો ઉદ્દેશ્ય તેની આર્થિક નબળાનો ફાયદો ઉઠાવવાનો છે. જે વાણીજ્યીક બંદરો બનાવવા માટે કરાર કરી રહ્યા છે, સ્થાનિક સુવિધાઓને ઉન્નત કરવાનાં વચનો આપી રહ્યા છે અને રાષ્ટ્રીય માળખાગત યોજનાઓમાં રોકાણ કરી રહ્યા છે.
ચીનની 60 અબજ ડોલરની ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) યોજનાથી ભારત-ચીન સંબંધોમાં અવરોધ આવી ગયો છે. ભારતે CPEC ના પાકિસ્તાન કબ્જાના કાશ્મીરમાંથી પસાર થવા અંગે વિરોધ વ્યક્ત કર્યો અને તેમણે ગત્ત વર્ષે ચીન દ્વારા આયોજીત હાઇ પ્રોફાઇલ બેલ્ટ એન્ડ રોડ ફોરમનો બહિષ્કાર કરી દીધો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે