China એ સેના વિરૂદ્ધ બોલનાર સામે બનાવ્યો કડક કાયદો, જાણો શું છે તેનો ભય?

પાકિસ્તાનની જેમ તેના સદાબહાર મિત્ર ચીનને પણ તેની સેનાની ટીકા પસંદ નથી. પાકિસ્તાનના માર્ગને અનુસરીને હવે ચીને પણ એવો કાયદો બનાવ્યો છે. જે બાદ હવે સેનાની ટીકા અથવા તેના પર સવાલ ઉઠાવતા લોકોને કડક સજા ભોગવવી પડશે  

Updated By: Jun 11, 2021, 07:05 PM IST
China એ સેના વિરૂદ્ધ બોલનાર સામે બનાવ્યો કડક કાયદો, જાણો શું છે તેનો ભય?

નવી દિલ્હી: પાકિસ્તાનની જેમ તેના સદાબહાર મિત્ર ચીનને પણ તેની સેનાની ટીકા પસંદ નથી. પાકિસ્તાનના માર્ગને અનુસરીને હવે ચીને પણ એવો કાયદો બનાવ્યો છે. જે બાદ હવે સેનાની ટીકા અથવા તેના પર સવાલ ઉઠાવતા લોકોને કડક સજા ભોગવવી પડશે.

નવા કાયદામાં ઉમેરવામાં આવી ઘણી સખત કલમો
ગુરુવારે ચીનની નેશનલ પીપલ્સ કોંગ્રેસની સ્થાયી સમિતિની બેઠકમાં આ ખરડો પસાર કરવામાં આવ્યો હતો. હકીકતમાં, આ કાયદો વર્ષ 2018 માં બનાવેલા જુના કાયદાનું વિસ્તરણ છે. આ કાયદામાં ઘણી સખત કલમો ઉમેરવામાં આવી છે. આ કાયદા મુજબ કોઈ પણ સંસ્થા અથવા વ્યક્તિ સૈનિકોના સન્માનની બદનામી અથવા ટીકા કરી શકે નહીં. સાથે જ કોઈપણ વ્યક્તિ સશસ્ત્ર સેવાઓના સભ્યોની પ્રતિષ્ઠા પર પણ સવાલ ઉઠાવી શકે નહી.

આ પણ વાંચો:- સાવધાન! Corona બાદ આ સમસ્યાને અવગણશો નહીં, ઝડપથી વધી રહ્યો છે બહેરા થવાનો ખતરો

આ નવા કાયદા મુજબ, સરકારી વકીલો સૈન્ય કર્મચારીઓની બદનામી કરવાના આરોપી સામે જાહેર હિતના દાવા દાખલ કરી શકે છે. જે લોકો સેનાની કામગીરી અથવા તેમના અધિકારીઓની શૈલી પર આંગળી ચીંધે છે તેમની સામે પણ તેઓ કાર્યવાહી કરી શકે છે. દોષી સાબિત થતાં લોકોને સખત કેદ અને ભારે દંડનો સામનો કરવો પડી શકે છે. આ સાથે, તેઓને પણ લાંબા સમય સુધી કોઈ કેસની સુનાવણી વિના કેદ કરી શકાય છે.

આ પણ વાંચો:- લખપતિ બનવું થયું એકદમ સરળ, ઘરે બેઠા માત્ર બસ કરો આ કામ

બ્લોગરને કર્યો જેલ ભેગો
આ વર્ષે 31 મેના રોજ ચીને (China) સમાન કાયદા હેઠળ Qiu Ziming નામના ઇન્ટરનેટ સેલિબ્રિટી સામે કાર્યવાહી કરી હતી. Qiu Ziming ના સોશિયલ મીડિયા પર 2.5 મિલિયન ફોલોઅર્સ છે. Qiu Ziming નો દોષ એટલો જ હતો કે તેણે ચીની સૈન્યના નિવેદન પર સવાલ ઉઠાવ્યા કે ગાલવાનની (Galwan Skirmish) ઘટનાના 8 મહિના પછી તેના સૈનિકો માર્યા ગયા. તેમણે સવાલ પણ ઉઠાવ્યો હતો કે શું આટલા મોટા હિંસક અથડામણમાં ચીનના ફક્ત 4 સૈનિકો શહીદ થયા છે. તેનાથી ચીનને ગુસ્સો આવતા તેની સામે કેસ નોંધીને અને તેને જેલમાં ધકેલવામાં આવ્યો.

આ પણ વાંચો:- Facebook અને Instagram ના યુઝર્સ હવે કરી શકશે મોટી કમાણી, જાણો શું છે ખાસ

બાદમાં તેમને મજબૂર કરવામાં આવ્યો કે તે ચીનના (China) મુખ્ય ન્યૂઝ પોર્ટલ અને રાષ્ટ્રીય મીડિયા પર નિવેદન આપે કે તેણે ગુનો કર્યો છે. તેમને 10 દિવસની અંદર રાષ્ટ્રિય મીડિયા પર પોતાની કબૂલાત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને સેનાના કથિત અપમાન બદલ દેશની માફી માંગી હતી. સજાના ડરથી Qiu Ziming એ લેખિતમાં દેશની માફી માંગી. જે બાદ તેમને હળવી સજા આપવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube