કોરોનાના કારણે ચીનમાં દર્દીઓને 'જેલ'માં પૂર્યા! બારી માંથી અપાય છે દવા અને જમવાનું, વીડિયો વાયરલ
ચીનમાં નવેમ્બર 2019માં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. ચીનના વુહાનથી શરૂ થયેલાં કોરોનાના કહેરે દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો હતો. આટલો સમય વિતાવ્યા આજે પણ કોરોનાએ ચીનમાં હડકંપ મચાવેલો છે. હાલ પણ ફેન્યાંગ શહેરમાં કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
- આઈસોલેશન સેન્ટર જોઈ ચોંકી ગયા લોકો
- કોરોનાના કારણે ચીનમાં દર્દીઓને 'જેલ'માં પૂર્યા
- દર્દીઓને બારી માંથી અપાય છે દવા અને જમવાનું
- હર્ષ ગોયન્કાએ શેર કર્યો VIDEO
Trending Photos
નવી દિલ્લીઃ ફરી એકવાર ચીનમાં કોરોનાએ કહેક વર્તાવ્યો છે. હાલ ચીનમાં કોરોનાને કારણે લોકોની હાલત બદથી બદતર થઈ ગઈ છે. ચીનમાં લોકોને એક પ્રકારની જેલમાં કેદ કરીને રાખવામાં આવે છે. દર્દીઓને જાણે કે કેદી હોય તેવી રીતે રાખવામાં આવે છે. ત્યારે ચીનનો એક વીડિયો સામે આવતા દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. ચીનમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા છે. આ દરમિયાન બિઝનેસ ટાયકૂન હર્ષ ગોએન્કાએ એક વીડિયો શેર કર્યો છે. આમાં જોવા મળે છે કે ચીનના આઈસોલેશન સેન્ટરમાં દર્દીઓની હાલત કેદીઓ જેવી છે. ગોયનકાએ શેર કરેલા વીડિયોમાં જેલના કેટલાક બેરેક જેવા રૂમ જોવા મળે છે. આ સફેદ રંગના બોક્સમાં નાની બારીઓ ખુલ્લી હોય છે અને PPE કીટ પહેરેલી વ્યક્તિ બારીમાંથી અમુક વસ્તુ દર્દીઓને આપે છે. ગોયન્કાએ આ સાથે કેપ્શન લખ્યું હતું કે 'જો તમે વિચારી રહ્યા છો કે આ જેલ છે તો તમે ખોટા છો. આ જેલ નથી, પરંતુ ચીનનું કોવિડ આઇસોલેશન સેન્ટર છે.' જો કે આ વીડિયો ચીનના કયા પ્રાંતનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
જેલ જેવું ચીનનું કોવિડ આઇસોલેશન સેન્ટર:
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઘણી ગર્ભવતી મહિલાઓ અને કોરોના સંક્રમિત બાળકો પણ આ આઇસોલેશન સેન્ટર્સમાં બંધ છે. સંક્રમિત લોકોને આવી રીતે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે 'કંઈક ખોટું લાગે છે. આટલી તૈયારી અને કડકાઈ પછી પણ ચીનમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. મને સમજાતું નથી કે તેઓ હવે શું છુપાવી રહ્યા છે.' તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે 'મને લાગે છે કે ચીનમાં કોઈ બીજી ખતરનાક બીમારી આવી ગઈ છે.' ચીનમાં જાહેર સ્થળોએ હરવા ફરવા માટે પણ હવે તમારી પાસે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ હોવો અનિવાર્ય છે. કોરોનાના વધતા કેસોને જોતા ચીન ફરી પોતાની ઝીરો કોરોના પોલિસી કડક કરી દીધી છે. ત્યાંના પાર્ક, શોપિંગ મોલ, થિયેટર જેવા જાહેર સ્થળોમાં પ્રવેશવા માટે કોરોના નેગેટિવ રિપોર્ટ દર્શાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. 72 કલાક કરતાં જૂના રિપોર્ટ્સ સ્વીકારવામાં આવતા નથી.
ચીનમાં નવેમ્બર 2019માં નોંધાયો હતો કોરોનાનો પહેલો કેસ:
ચીનના વુહાન શહેરમાં 17 નવેમ્બર 2019ના રોજ પ્રથમ કોરોના દર્દીને ટ્રેસ કરવામાં આવ્યો હતો. 21 દિવસ પછી એટલે કે 8 ડિસેમ્બર 2019ના રોજ કોરોના ચેપના પ્રથમ દર્દીની જાણ થઈ હતી. એકલા ડિસેમ્બર 2019 સુધીમાં જ ચીની સત્તાવાળાઓએ કોરોના વાયરસના 266 દર્દીઓની ઓળખ કરી હતી. 1 જાન્યુઆરી 2020 સુધીમાં 381 કેસ નોંધાયા હતા.
10 ઓક્ટોબરે ઉત્તર ચીનના ફેન્યાંગ શહેરમાં પણ કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. આ સાથે અન્ય એક શહેર હોહોટમાં બહારથી આવતા લોકો અને વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ચીનમાં એસિમ્પટમેટિક દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. 15 ઓક્ટોબરે ત્યાં કોરોનાના 1,026 નવા કેસ નોંધાયા હતા. જ્યારે એક દિવસ પહેલા એટલે કે 14 ઓક્ટોબરે ત્યાં 1,364 નવા કેસ નોંધાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે