કોરોના વાયરસથી સંક્રમિત બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન હોસ્પિટલમાં દાખલ

બ્રિટિશ પીએમ કાર્યાલયે જાણકારી આપતા કહ્યું કે, રવિવારે મોડી રાત્રે બોરિસ જોનસનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોનસનમાં કોરોના વાયરસના લક્ષણ હજુ પણ જોવા મળી રહ્યાં છે. 

કોરોના વાયરસથી સંક્રમિત બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન હોસ્પિટલમાં દાખલ

લંડનઃ કોરોના વાયરસને કારણે વિશ્વમાં હાહાકાર મચેલો છે. વિશ્વમાં અત્યાર સુધી 12.70 લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ વચ્ચે કોરોના વાયરસથી સંક્રમિત બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

બ્રિટિશ વડાપ્રધાન કાર્યાલયે જાણકારી આપતા જણાવ્યું કે, રવિવારની રાત્રે બોરિસ જોનસનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બ્રિટિશ પીએમ કાર્યાલય પ્રમાણે જોનસનમાં કોરોના વાયરસના લક્ષણ હજુ પણ જોવા મળી રહ્યાં છે. કાર્યાલયનું કહેવું છે કે પીએમ જોનસનને ટેસ્ટ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

બ્રિટિશ વડાપ્રધાન કાર્યાલય પ્રમાણે ડોક્ટરોની સલાહ બાદ પીએમ બોરિસ જોનસનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. વડાપ્રધાન કાર્યાલયે તેને સાવચેતીના ભાગ રૂપે ભરેલું પગલું જણાવ્યું છે. સાથે કહ્યું કે, ઇમરજન્સી જેવી સ્થિતિ નથી. 

મહત્વનું છે કે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા તેનો ખ્યાલ 27 માર્ચે આવ્યો હતો. બ્રિટિશ પીએમ જોનસનનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમણે ખુદને આઇસોલેટ કરી દીધા હતા. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news