Coronavirus: દુનિયાને છેતરતી રહ્યું ચીન, હવે મૃતકોની સંખ્યામાં કર્યો 50%નો વધારો

કોરોનાના કહેરના કારણે ચીનના વુહાનમાં અઢી હજાર નહીં પરંતુ 4 હજારની આસપા લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ખુલાસો ચીને કર્યો છે. આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે બેઇજિંગે કોરોના સંક્રમણથી થયેલા મોતના નવા આંકડા જાહેર કર્યા છે. જેના અનુસાર વુહાનમાં મૃતકોની સંખ્યામાં 50 ટકાના વધારા સાથે 3,869 પહોંચી ગઈ છે. જ્યારે પહેલા કહેવામાં આવ્યું હતું કે, કોરોનાથી અહીં માત્ર 2,579 લોકોના મોત થયા છે.
Coronavirus: દુનિયાને છેતરતી રહ્યું ચીન, હવે મૃતકોની સંખ્યામાં કર્યો 50%નો વધારો

બેઇજિંગ: કોરોનાના કહેરના કારણે ચીનના વુહાનમાં અઢી હજાર નહીં પરંતુ 4 હજારની આસપા લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ખુલાસો ચીને કર્યો છે. આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે બેઇજિંગે કોરોના સંક્રમણથી થયેલા મોતના નવા આંકડા જાહેર કર્યા છે. જેના અનુસાર વુહાનમાં મૃતકોની સંખ્યામાં 50 ટકાના વધારા સાથે 3,869 પહોંચી ગઈ છે. જ્યારે પહેલા કહેવામાં આવ્યું હતું કે, કોરોનાથી અહીં માત્ર 2,579 લોકોના મોત થયા છે.

આ ઉપરાંત, સંક્રમિત દર્દીઓની સંખ્યામાં પણ 325નો વધારો કરવામાં આવ્યો છે. સમગ્ર ચીનની વાત કરીએ તો, સંશોધિત આંકડાઓ સામે આવ્યા બાદ મૃતકોની સંખ્યા 4,362 અને સંક્રમિતોની સંખ્યા 82,692 પહોંચી ગઈ છે.

એક સોશિયલ મીડિયા પોસ્ટમાં વુહાન પ્રશાસનને આંકડા અપડેટ કરતા સ્વીકાર્યું કે, ઘણા મામલા એવા હતા જે ભૂલથી રિપોર્ટ કરવામાં આવ્યા,  અથવા ફરી ભુલાવી દેવામાં આવ્યા. આ સંશોધિત આંકડાના સંયુક્ત રાજ્ય અમેરિકાના નેતૃત્વવાળી પશ્ચિમ દેશોના વધતા દબાણના પરિણામ તરીકે જોવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, શરૂઆતથી જ ચીન પર આ આરોપ લાગ્યો હતો કે, તે મૃતકોની સંખ્યા સંતાડી રહ્યું છે. જો કે, આ વાત અલગ છે કે, તેણે ક્યારે આ આરોપોને સ્વીકાર્યા નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news