Vegetables: દુનિયાની સૌથી મોંઘી શાકભાજી વિશે જાણો છો? કિલોનો ભાવ છે લાખ રૂપિયા...! આટલો ભાવ હોવાનું આ છે કારણ

મોંઘવારીના મારથી લોકોને બમણો માર પડતો હોય છે.5, 10 રૂપિયા ભાવ વધી જાય તો લોકો ત્રાહિમામ થતા હોય છે.ત્યારે માર્કેટમાં કેટલીક એવી શાકભાજી છે જેના એક કિલોના ભાવ લગભગ 1 લાખ રૂપિયાની આસપાસ છે.

Updated By: Apr 1, 2021, 09:18 AM IST
Vegetables: દુનિયાની સૌથી મોંઘી શાકભાજી વિશે જાણો છો? કિલોનો ભાવ છે લાખ રૂપિયા...! આટલો ભાવ હોવાનું આ છે કારણ

નરેશ ધારાણી, અમદાવાદઃ દુનિયામાં કેટલીક વસ્તુઓઓ એવી ખાસ હોય છે જેને ખરીદવા માટે સામાન્ય લોકો સક્ષમ નથી હોતા. એની કિંમત એટલી હોય છે કે મધ્યમવર્ગના લોકો તેને ખરીદીવાનું પણ નથી વિચારી શકતા. ત્યારે હોટ શૂટ નામની એક એવી શાકભાજી છે જેની 1 કિલોની કિંમત લગભગ 1 લાખ રૂપિયાની આસપાસ હોય છે.આ શાકભાજી ખુબ જ ઉપયોગી હોય છે.પરંતુ તે ખુબ જ મોંઘી પણ હોય છે.

No description available.

આટલી મોંઘી આ શાકભાજીનું નામ છે હોપ શૂટ.ઘાસ જેવી લાગતી આ શાકભાજીનો એક કિલોગ્રામનો ભાવ આશરે 1 લાખ રૂપિયા છે. વિશ્વની સૌથી મોંઘી શાકભાજીની ખેતીની ટ્રાયલ બિહારના ઔરંગાબાદ જિલ્લામાં શરૂ કરવામાં આવી છે.જેની આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રતિ કિલોગ્રામ 1000 પાઉન્ડમાં વેચાઇ હતી.એટલે ભારતી કરન્સી મુજબ તેની કિંમત લગભગ 1 લાખ રૂપિયા જેટલી થાય છે.

બિહારમાં શરૂ થઈ હોટ શૂટ (Hop Shoots) ની ખેતી
ભારતમાં માત્ર બિહારમાં જ હોટ શૂટની ખેતીની શરૂઆત થઈ છે.કરમડીહ ગામમાં અમરેશસિંહ નામના ખેડૂતે પ્રાયાગિક ધોરણ ખેતી કરી છે.જેમાં કાશીના ભારતીય શાકભાજી અનુસંધાન સંસ્થાનના કૃષિ વૈજ્ઞાનિકોની દેખરેખ હેઠળ 5 ગૂંઠા જમિન પર હોટ શૂટની ખેતી કરવામાં આવી હતી.

સરળતાથી નથી મળતી હોટ શૂટ (Hop Shoots) ની શાકભાજી
હોટ શૂટનો ઉપયોગ એન્ટીબાયોટિક્સ બનાવવા માટે કરવામાં આવે છે.હોટ શૂટથી બનેલી દવા ટીબીની સારવાર માટે ખુબ જ ઉપયોગી હોય છે.એટલુ જ નહીં પણ હોટ શૂટના ફૂલોનો ઉપયોગ બિયર બનાવવા માટે પણ થાય છે.આ શાકભાજીના ફૂલોને હોટ શંકુ કહેવામાં આવે છે.

Theater માં સૌથી વધુ લોકો કેમ પોપકોર્ન ખાવાનું પસંદ કરે છે, કારણ જાણવા જેવું છે

વિદેશોમાં છે હોટ શૂટ (Hop Shoots) ની બોલબાલા
યુરોપમાં હોટ શૂટની ભારે ડિમાન્ડ જોવા મળે છે.યુરોપના અનેક દેશમાં હોટ શૂટની ખેતી પણ કરવામાં આવે છે.બ્રિટેન, આયરલેન્ડ, સ્કોટલેન્ડ, જર્મની અને યુરોપના દેશોની સૌથી ફેરવરી શાકભાજી હોટ શૂટ છે. આ શાકભાજીમાં અનેક પ્રકારના એન્ટીબાયોડીક હોય છે.જેથી તેનો ઉપયોગ દવા બનાવવામાં પણ થાય છે.

ટીબીના દર્દીઓ માટે છે ગુણકારી
આમ તો હોટ શૂટના ઉપયોગની યાદી ખુબ જ લાંબી છે.પરંતુ ટીબી જેવી ગંભીર બિમારી માટે સૌથી ફાયદાકારક હોટ શૂટ છે.શાક બનાવવા સહિત હોટ શૂટને કાચી પણ ખાવામાં આવે છે.ડાયબીટીસની સાથે દાંતના રોગમાં પણ ફાયદાકરણ છે.હોટ શૂટનો સલાડ અને અથાણા તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે.

Rare of The Rare Accident: 3 લોકો દીપડા પર પડ્યાં અને દીપડો જીવ બચાવીને ઉભી પૂંછડીયે ભાગ્યો...આવી તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય

1 લાખ રૂપિયે કિલો શાકભાજી, માનશો?
બિહારનાં ઔરંગાબાદમાં પેદા થતાં શાકની જર્મની અને બ્રિટનમાં ધૂમ ડિમાન્ડઃ શું તમે વિશ્વની સૌથી મોંઘી શાકભાજી વિશે જાણો છો? આ શાકભાજીનું નામ છે હોપ શૂટ. ઘાસ જેવી લાગતી આ શાકભાજીનો એક કિલોગ્રામનો ભાવ આશરે 1 લાખ રૂપિયા છે. વિશ્વની સૌથી મોંઘી શાકભાજીની ખેતીની ટ્રાયલ બિહાર ના ઔરંગાબાદ જિલ્લામાં શરૂ કરવામાં આવી છે. બિહારના ઔરંગાબાદ જિલ્લાના નવીનગરમાં આવતા કરમડિહ ગામના 38 વર્ષીય ખેડૂતે હોપ શૂટની ખેતી શરૂ કરી છે. આ શાકભાજી છ વર્ષ પહેલા પણ આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રતિ કિલોગ્રામ 1000 પાઉન્ડમાં વેચાઇ હતી. 1000 પાઉન્ડ એટલે લગભગ 1 લાખ રૂપિયા થાય. જર્મની અન બ્રિટનમાં નિકાસ થતી હોપ શૂટ ભાગ્યે જ ભારતીય બજારમાં જોવા મળે છે અને ફક્ત વિશેષ ઓર્ડર આપીને જ ખરીદી શકાય છે. હોપ શૂટના ફળ, ફૂલ અને ડાળીઓનો ઉપયોગ પીણા ઉત્પાદનો અને એન્ટીબાયોટીક્સ દવા બનાવવા માટે થાય છે. ટીબીની સારવાર માટે આ છોડની દાંડીમાંથી દવા બનાવવામાં આવે છે. તેના ફૂલને હોપ-કોન અથવા સ્ટ્રોબાઇલ કહેવામાં આવે છે. આ શાકભાજીમાં એન્ટીઓકિસડન્ટ પણ હોય છે, તેથી ઔષધિ તરીકે હોપ શૂટનો ઉપયોગ યુરોપિયન દેશોમાં વધારે થાય છે. તેનો ઉપયોગ ત્વચાને ચમકદાર અને યુવાન રાખવા પણ કરાય છે.

1 April થી આટલી વસ્તુઓ થશે મોંઘી, જિંદગી થઈ જશે રમણભમણ...જાણી લો બદલાઈ રહ્યાં છે આ નિયમો

વિશ્વની સૌથી મોંઘી શાકભાજી, 1 કિલોની કિંમત છે 1 લાખ રૂપિયા! જાણો શું છે તેના ફાયદાઃ
શું તમે વિશ્વની સૌથી મોંઘી શાકભાજી વિશે જાણો છો? આ શાકભાજીનું નામ છે હોપ શૂટ. ઘાસ જેવી લાગતી આ શાકભાજીનો એક કિલોગ્રામનો ભાવ આશરે 1 લાખ રૂપિયા છે. શું તમે વિશ્વની સૌથી મોંઘી શાકભાજી વિશે જાણો છો? આ શાકભાજીનું નામ છે હોપ શૂટ. ઘાસ જેવી લાગતી આ શાકભાજીનો એક કિલોગ્રામનો ભાવ આશરે 1 લાખ રૂપિયા છે. વિશ્વની સૌથી મોંઘી શાકભાજીની ખેતીની ટ્રાયલ બિહારના ઔરંગાબાદ જિલ્લામાં શરૂ કરવામાં આવી છે. બિહારના ઔરંગાબાદ જિલ્લાના નવીનગરમાં આવતા કરમડિહ ગામના 38 વર્ષીય ખેડૂત અમરેશ સિંહ એ હોપ શૂટની ખેતી શરૂ કરી છે. આ શાકભાજી છ વર્ષ પહેલા પણ આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રતિ કિલોગ્રામ 1000 પાઉન્ડમાં વેચાઇ હતી. 1000 પાઉન્ડ એટલે લગભગ 1 લાખ રૂપિયા થાય. હોપ શૂટ ભાગ્યે જ ભારતીય બજારમાં જોવા મળે છે અને ફક્ત વિશેષ ઓર્ડર આપીને જ ખરીદી શકાય છે. અમરેશના જણાવ્યા મુજબ હોપ શૂટની ખેતી 60 ટકાથી વધુ સફળ રહી છે.

IPL 2021: આ બોલર્સના નામથી પણ થરથર ધ્રુજે છે દુનિયાભરના બેટ્સમેન, તમામ IPL સિઝનમાં આ બોલર્સની રહી છે બોલબાલા

હોપ શૂટનો ઉપયોગ
હોપ શૂટના ફળ, ફૂલ અને ડાળીઓનો ઉપયોગ પીણા ઉત્પાદનો અને એન્ટીબાયોટીક્સ દવા બનાવવા માટે થાય છે. ટીબીની સારવાર માટે આ છોડની દાંડીમાંથી દવા બનાવવામાં આવે છે. તેના ફૂલને હોપ-કોન અથવા સ્ટ્રોબાઇલ કહેવામાં આવે છે. આ શાકભાજીમાં એન્ટીઓકિસડન્ટ પણ હોય છે, તેથી ઔષધિ તરીકે હોપ શૂટનો ઉપયોગ યુરોપિયન દેશોમાં વધારે થાય છે. તેનો ઉપયોગ ત્વચાને ચમકદાર અને યુવાન રાખવા માટે પણ કરવામાં આવે છે.

PICS: રાજકારણમાં ડંકો વગાડતી આ 11 ગ્લેમરસ મહિલા રાજનેતાઓ વિશે ખાસ જાણો

હોપ શૂટની શોધ ક્યારે થઈ હતી?
11 મી સદીમાં હોપ શૂટની શોધ થઈ હતી. હર્બલ દવાના ઉપયોગ પછી, ધીમે ધીમે તેનો શાકભાજી તરીકે પણ ઉપયોગ થવા લાગ્યો. હોપ શૂટમાં હ્યુમ્યુલોન અને લ્યુપુલોન નામનું એસિડ હોય છે, જે માનવ શરીરમાં કેન્સરના કોષોને મારવા માટે અસરકારક છે. આ શાકભાજી પાચનતંત્રમાં સુધારો કરે છે. હતાશા અને અસ્વસ્થતાથી પીડાતા લોકો માટે પણ તે ઉપયોગી છે. અનિદ્રાની સમસ્યાના નિવારણ માટે પણ તે અસરકારક છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube