કોવિડની ઉત્પત્તિ: 'ભાનુમતીનો પિટારો આખરે કોને ખોલ્યો? જાણકારોનો અનોખો દાવો

કોરોના વાયરસ (Coronavirus) એ ભારતમાં સૌથી વધુ કહેર વર્તાવ્યો છે. ચીન પર આ મહામારીને ફેલાવવાના આરોપ લાગતા રહ્યા છે. જોકે ચીન આ આરોપોને નકારતું રહ્યું છે. અહીં સુધી કે ચીને પોતાના તે ડોક્ટરો અને વૈજ્ઞાનિકો સુધીને ગાયબ કરી દીધા

કોવિડની ઉત્પત્તિ: 'ભાનુમતીનો પિટારો આખરે કોને ખોલ્યો? જાણકારોનો અનોખો દાવો

વોશિંગ્ટન: કોરોના વાયરસ (Coronavirus) એ ભારતમાં સૌથી વધુ કહેર વર્તાવ્યો છે. ચીન પર આ મહામારીને ફેલાવવાના આરોપ લાગતા રહ્યા છે. જોકે ચીન આ આરોપોને નકારતું રહ્યું છે. અહીં સુધી કે ચીને પોતાના તે ડોક્ટરો અને વૈજ્ઞાનિકો સુધીને ગાયબ કરી દીધા જેમણે આ દાવો કર્યો છે કે કોરોના વાયરસ વુહાનના વાયરોલોજી લેબમાંથી નિકળ્યો છે. આ દરમિયાન વિજ્ઞાન સંબંધી કેસ પર લખનાર જાણિતા બ્રિટનના લેખક અને સંપાદક નિકોલસ વેડએ પણ કોરોના વાયરસને લઇને ચોંકાવનારો દાવો કર્યો છે.  

નિકોલસ વેડએ કહ્યું કે ચીનના 'વુહાન ઇંસ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી'ના રિસર્ચર કોરોના વાયરસથી માનવ કોશિકાઓ અને માનવકૃત ઉંદરોને સંક્રમિત કરવા માટે પ્રયોગ કરી રહ્યા હતા. તેમણે આગળ કહ્યું કે આ પ્રકારના પ્રયોગના કારણે કોવિડ 19 જેવા વાયરસના પેદા થવાની આશંકા છે. 

'ભાનુમતીનો પિટારો કોને ખોલ્યો'
વેડએ આ મહિનાની શરૂઆતમાં પ્રતિષ્ઠિત 'બુલેટિન ઓફ ધ એટોમિક સાઇન્ટિસ્ટ્સ'માં પ્રકાશિત કોવિડની ઉત્પત્તિ: વુહાનમાં ભાનુમતીનો પટારો લોકોને ખોલ્યો કે પછી પ્રકૃતિએ? શીર્ષકવાળા લેખમાં સાર્સ-સીઓવી-2ની ઉત્પત્તિ પર ઘણા સવાલ ઉઠાવ્યા. તમને જણાવી દઇએ કે કોરોના વાયરસ ડિસેમ્બર 2019માં વુહાનથી ફેલાવવાનું શરૂ થયું હતું અને આ વૈશ્વિક મહામારી બની ગયો. 

ચીન વિરૂદ્ધ પુરાવા નથી
વેડએ કહ્યું કે પુરાવા આ આશંકાને નક્કર કરે છે કે આ વાયરસ એક પ્રયોગશાળામાં પેદા કરવામાં આવ્યો, જ્યાંથી તે ફેલાઇ ગયો. વેડએ કહ્યું કે 'પરંતુ તેની પુષ્ટિ માટે પર્યાપ્ત પુરાવા નથી.'

વાયરસની ઉત્પત્તિને લઇને અનુમાન
તેમણે કહ્યું કે ઘણા લોકો જાણે છે કે વાયરસની ઉત્પત્તિને લઇને બે મુખ્ય અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યા છે.- એક અનુમાન એ છે કે આ વન્યજીવોથી મનુષ્યોમાં પ્રાકૃતિક રૂપથી આવ્યો. બીજું અનુમાન એ છે કે આ વાયરસ કોઇ પ્રયોગશાળામાં રિસર્ચ કરવામાં આવી રહ્યું હતું, જ્યાંથી તે ફેલાઇ ગયો. 

ચીને ચામાચિડિયામાં ફેલાવ્યો વાયરસ
વેડએ કહ્યું કે 'વુહાન ચીનના મુખ્ય કોરોના વાયરસ રિસર્ચ સેન્ટરનું ઘર છે, જ્યાં રિસર્ચર માનવ કોશિકાઓ પર હુમલો કરવા માટે ચામાચિડિયા સંબંધી કોરોના વાયરસ બનાવી રહ્યા હતા. તેમણે કહ્યું કે તે કોઇપણ સિક્યોરિટીની વ્યવસ્થા વિના આમ કરી રહ્યા હતા અને જો સાર્સ 2નું સંક્રમણ ત્યાંથી અપ્રત્યાશિત રૂપથી ફેલાયું, તો આ કોઇ આશ્વર્યની વાત નથી. 

વુહાન લેબમાંથી ફેલાયો કોરોના વાયરસ!
વેડએ કહ્યું કે આ વાતના દસ્તાવેજી પુરાવા છે કે વુહાન ઇંસ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીના રિસર્ચર માનવ કોશિકાઓ અને માનવીકૃત ઉંદરોને કોરોના વાયરસથી સંક્રમિત કરવા માટે 'ગેન ઓફ ફંક્શન' પ્રયોગ કરી રહ્યા હતા. આ પ્રકારના પ્રયોગથી સાર્સ 2 જેવા વાયરસ પેદા થયો હશે. રિસર્ચરોનું આ વાયરસથી બચવા માટે રસીકરણ થયું નથી અને તે ન્યૂનતમ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કામ કરી રહ્યા હતા, એટલા માટે વાયરસ ત્યાંથી ફેલાવવો કોઇ આશ્વર્યની વાત નથી. તેમણે કહ્યું કે વૈશ્વિક મહામારી વુહાન સંસ્થાની પાસેથી ફેલાયેલી. 

તમને જણાવી દઇએ કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સહિત ઘણા લોકો આ આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે કે વાયરસ ચીનની કોઇ પ્રયોગશાળાથી ફેલાયો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news