કોરોના પ્રત્યે ભારે પડશે બેદરકારી, WHOએ કહ્યું- દર 44 સેકેન્ડમાં થઈ રહ્યું છે એક વ્યક્તિનું મોત

વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે વૈશ્વિક સ્તર પર દર 44 સેકેન્ડમાં હજુ પણ એક વ્યક્તિનું કોરોનાથી મોત થઈ રહ્યું છે. ડબ્લ્યૂએચઓના ડાયરેક્ટર જનરલ ટ્રેડોસ એડનોમ ધેબ્રેયસસે કહ્યુ કે વાયરસ આ રીતે ખતમ થવાનો નથી. 

કોરોના પ્રત્યે ભારે પડશે બેદરકારી, WHOએ કહ્યું- દર 44 સેકેન્ડમાં થઈ રહ્યું છે એક વ્યક્તિનું મોત

નવી દિલ્હીઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) ચેતવણી આપી છે કે વૈશ્વિક સ્તર પર દર 44 સેકેન્ડમાં એક વ્યક્તિનું મોત કોવિડ-19ને કારણે થઈ ગયું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ટ્રેડોસ એડનોમ ધેબ્રેયસસે કહ્યુ કે આ વાયરસ ખતમ થશે નહીં. તેમણે પોતાની ટિપ્પણીમાં કહ્યું- નોંધાયેલા કેસ અને મૃત્યુઆંકમાં ઘટાડો થઈ રહ્યો છે. આ ખુબ ઉત્સાહજનક છે પરંતુ તેની કોઈ ગેરંટી નથી કે સ્થિતિ યથાવત રહેશે. ધેબ્રેયિસસે પોતાના નિયમિત બ્રીફિંગ દરમિયાન કહ્યું- ફેબ્રુઆરી બાદથી સાપ્તાહિક રિપોર્ટ કરાયેલા મોતની સંખ્યામાં 80 ટકાથી વધુનો ઘટાડો હોઈ શકે છે, તેમ છતાં પાછલા સપ્તાહે કોવિડથી દર 44 સેકેન્ડમાં એક વ્યક્તિનું મોત થયું છે. 

તેમણે કહ્યું- તેમાંથી મોટા ભાગના મોતોને ટાળી શકાય છે. તમે મને તે કહેતા સાંભળીને થાકી ગયા હશો કે મહામારી ખતમ થઈ નશી, પરંતુ હું આ ત્યાં સુધી કહેતો રહીશ જ્યાં સુધી વાયરસ ખતમ થશે નહીં. WHO આગામી સપ્તાહે છ સંક્ષિપ્ત નીતિનો એક સેટ પ્રકાશિત કરશે, જેમાં તે જરૂરી કાર્યવાહીઓનો ઉલ્લેખ કરવામાં આવશે જે બધી સરકારો ટ્રાન્સમિશનને ઓછું કરવા અને જીવન બચાવવા માટે લઈ શકે છે. સંક્ષેપ્માં પરીક્ષણ, ક્લિનિકલ મેનેજમેન્ટ, રસીકરણ, ચેપ નિવારણ અને નિયંત્રણ, જોખમ સંચાર, સમુદાય જોડાણ, અને ઇન્ફોડેમિકના મેનેજમેન્ટના જરૂરી તત્વોને સામેલ કરવામાં આવશે. 

WHO પ્રમુખે કહ્યું- "અમે આશા રાખીએ છીએ કે દેશો આ સંક્ષિપ્ત શબ્દોનો ઉપયોગ તેમની નીતિઓનું પુનઃમૂલ્યાંકન કરવા માટે કરશે જેઓ સૌથી વધુ જોખમમાં છે, જેમને તેની જરૂર છે તેમની સારવાર કરશે અને જીવન બચાવશે. મહામારી હંમેશા વિકસિત થઈ રહી છે અને તેથી દરેક દેશમાં પ્રતિક્રિયા હોવી જોઈએ. મંકીપોક્સ પર તેમણે કહ્યું કે ડબ્લ્યૂએચઓ યૂરોપમાં સતત ઘટાડો જોઈ રહ્યું છે. ધેબ્રેયસે કહ્યું- જ્યારે અમેરિકામાં નોંધાયેલા કેસમાં પાછલા સપ્તાહે ઘટાડો થયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર કુલ 5297 લોકો મંકીપોક્સથી સંક્રમિત થયા છે. પાછલા ચાર સપ્તાહમાં નોંધાયેલા કેસમાંથી 70.7 ટકા અમેરિકાથી અને 28.3 ટકા યૂરોપથી આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news