દિલ્હી તોફાનોનું ઇમરાન કનેક્શન, ભારતની છાપ ખરાબ કરવા માટે ઘડ્યું હતું મોટું કાવતરૂ

દિલ્હી તાફાનો સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. Zee Newsની ગુપ્ત એજન્સીઓ દ્વારા એક્સક્લૂઝિવ જાણકારી મળી છે કે, દિલ્હીમાં ફેબ્રુઆરીમાં થયેલા તોફાનોનું સીધુ પાકિસ્તાનથી કનેક્શન છે અને આ તાફાનોમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફની મોટી ભૂમિકા છે.

દિલ્હી તોફાનોનું ઇમરાન કનેક્શન, ભારતની છાપ ખરાબ કરવા માટે ઘડ્યું હતું મોટું કાવતરૂ

નવી દિલ્હી: દિલ્હી તાફાનો સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. Zee Newsની ગુપ્ત એજન્સીઓ દ્વારા એક્સક્લૂઝિવ જાણકારી મળી છે કે, દિલ્હીમાં ફેબ્રુઆરીમાં થયેલા તોફાનોનું સીધુ પાકિસ્તાનથી કનેક્શન છે અને આ તાફાનોમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફની મોટી ભૂમિકા છે.

પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફની સ્ટૂડેન્ટ વિંગ 'ઈન્સાફ સ્ટૂડેન્ટ વિંગ'એ ભારતની છાપને વિશ્વમાં ખરાબ કરવા માટે સોશિયલ મીડિયા પર મોટું ષડયંત્ર રચ્યું હતું. ઈન્સાફ સ્ટૂડેન્ટ વિંગએ ભારતમાં તોફાનો ભડકાવવાના ઉદ્દેશ્યથી કેટલાક ફેક ટ્વીટ્સ અને સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ શેર કર્યા હતા. તોફાનોના સમયે માત્ર 16 દિવસમાં 3 હજારથી વધારે નવા ટ્વીટર એકાઉન્ટ બનાવવામાં આવ્યા અને તેના દ્વારા હજારોની સંખ્યામાં ભારતની સામે પોસ્ટ શેર કરવામાં આવી હતી. Zee Newsની પાસે પાકિસ્તા દ્વારા તોફાનના ષડયંત્રના એક એક પુરાવા છે.

Zee Newsની પાસે હાજર એક્સક્લૂઝિવ રિપોર્ટ અનુસાર દિલ્હીમાં તોફાનો દરમિયાન 16 દિવસમાં ઈન્સાફ સ્ટૂડેન્ટ વિંગે 3162 નવા ટ્વિટર એકાઉન્ટ બનાવ્યા અને જુદા જુદા ખોટા હેશટેગ દ્વારા દુનિયાભરમાં ભડકાઉ પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું. દુનિયાને આ સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો કે ભારતમાં મુસ્લિમો સુરક્ષિત નથી. આ ષડયંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તર પર હિન્દુસ્તાનની છાપ ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો.

ઇમરાન અને પાકિસ્તાનને લઈ આગળનો ખુલાસો એકદમ ચોકાવનારો છે. વધુમાં એક્સક્લૂસિવ જાણકારી એ છે કે દિલ્હીમાં તોફાનો દરમિયાન ઈન્સાફ સ્ટૂડેન્ટ વિંગે જ સૌથી પહેલા #RSS_KillingMuslims નામથી હેશટેગ બનાવ્યું અને તેને સોશિયલ મીડિયા પર તેમના પાર્ટી મેમ્બર્સ દ્વારા વાયરસ કરવા કહ્યું જેનાથી દુનિયા ભમાં આ હેશટેગને ટ્રેન્ડ કરાવી શકે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news