કોરોના: અમેરિકા-ચીન વચ્ચે ઘર્ષણ ચરમસીમાએ, ટ્રમ્પની ધમકીથી આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ખળભળાટ

અમેરિકાએ કોરોનાકાળમાં ચીન વિરુદ્ધ સૌથી વધુ આક્રમક સ્ટેન્ડ અપનાવ્યું છે. અમેરિકામાં કોરોના વાયરસના વધતા કેસો માટે ફક્ત ચીનને જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાવવાનો આરોપ મઢીને ચીન સાથે તમામ સંબંધો તોડી નાખવાની ધમકી આપી છે. જીવલેણ કોરોના વાયરસના સંક્રમણે દુનિયાભરમાં ત્રણ લાખ લોકોના જીવ લીધા છે. જેમાંથી 80,000થી વધુ અમેરિકી સામેલ છે. 
કોરોના: અમેરિકા-ચીન વચ્ચે ઘર્ષણ ચરમસીમાએ, ટ્રમ્પની ધમકીથી આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ખળભળાટ

નવી દિલ્હી: અમેરિકાએ કોરોનાકાળમાં ચીન વિરુદ્ધ સૌથી વધુ આક્રમક સ્ટેન્ડ અપનાવ્યું છે. અમેરિકામાં કોરોના વાયરસના વધતા કેસો માટે ફક્ત ચીનને જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાવવાનો આરોપ મઢીને ચીન સાથે તમામ સંબંધો તોડી નાખવાની ધમકી આપી છે. જીવલેણ કોરોના વાયરસના સંક્રમણે દુનિયાભરમાં ત્રણ લાખ લોકોના જીવ લીધા છે. જેમાંથી 80,000થી વધુ અમેરિકી સામેલ છે. 

સંબંધો તોડી નાખવાની ધમકી
ટ્રમ્પે ફોક્સ બિઝનેસ ન્યૂઝને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે અનેક ચીજો છે જે અમે કરી શકીએ છે. અમે તમામ સંબંધો તોડી શકીએ છીએ. છેલ્લા અનેક અઠવાડિયાથી રાષ્ટ્રપતિ પર ચીન વિરુદ્ધ કાર્યવાહી કરવાનું દબાણ વધી રહ્યું છે. સાંસદો અને વિચારકોનું કહેવું છે કે ચીનની નિષ્ક્રિયતાના કારણે વુહાનથી આ વાયરસ દુનિયાભરમાં ફેલાયો છે. 

જુઓ LIVE TV

એક સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે તેઓ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે હાલ વાત કરવા માંગતા નથી. જો કે તેમના જિનપિંગ સાથે સંબંધો સારા છે. ટ્રમ્પે કહ્યું કે ચીને તેમને નિરાશ કર્યા છે. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકાએ ચીનને વારંવાર કહ્યું કે કોરોના વાયરસની ઉત્પતિની તપાસ માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને વુહાનની પ્રયોગશાળામાં જવાની મંજૂરી આપવામાં આવે પરંતુ તે ન માન્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news