સ્પેસ ફોર્સ તૈયાર કરશે અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો
આધુનિક હથિયારો અને ટેક્નોલોજીથી લેસ અમેરિકન સરકાર હવે સ્પેસને પણ રણભુમિ બનાવવાની તૈયારી કરી રહ્યું છે
Trending Photos
વોશિંગ્ટન : અત્યાર સુધી તમે ફિલ્મો અથવા વીડિયો ગેમ્સમાં સ્પેસ ફોર્સને જોવા અંગે હવે આ હકીકત બનવા જઇ રહ્યું છે. આધુનિક હથિયારો અને ટેક્નોલોજીથી લેસ અમેરિકાએ હવે અંતરિક્ષમાં સંભવિત જંગ માટેની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પેંટાગનને અલગથી સ્પેસ ફોર્સ તૈયાર કરવા માટેનો આદેશ આપ્યો છે. રાષ્ટ્રપતિએ સ્પેસને રાષ્ટ્રીય સુરક્ષા અંગેનો મુદ્દો ગણાવ્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, તેઓ નથી ઇચ્છતા કે ચીન, રશિયા, અમેરિકાની આ મોર્ડર સ્પેસ ફોર્સનો ઇરાદો તે સુનિશ્ચિત કરવાનું હશે કે સ્પેસનું શાંતિપુર્ણ ઉદ્દેશ્ય માટે જ ઉપયોગ થાય.
તે ઉપરાંત અમેરિકાની આ સ્પેશ્યલ ફોર્સ સ્પેસ વોરની સાથે જ સ્પેસમાં લડાતા કોઇ પણ સંભવિત યુદ્ધ માટે તૈયાર રહેશે. કાઉન્ટર સ્પેસ ઓફરેશન અને સૈન્ય પ્રશિક્ષણ મિશન બાદ નજર રાખવામાં પણ તેની મદદ કરવામાં આવી શકશે. યુએસ એરફોર્સ બ્રાંચ હેઠળ યુએસ સ્પેસ કમાન્ડની પાસે મિલિટરી સ્પેસ ઓપરેશન્સનું સંપુર્ણ નિયંત્રણ હશે.
ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાના દુરનાં સ્પેસમાં પણ લીડરની ભુમિકા હશે. તેમણે કહ્યું કે, તેઓ દેશના સ્પેસ પ્રોગ્રામને પણ આગળ વધારવા માંગે છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 2 દશકોમાં સ્પેસમાં ઘણા દેશો દખલ વધારી શકે છે. એવામાં રશિયા અને અમેરિકા દબદબો સ્પેસમાં ઘટ્યો છે. સ્પેસમાં વધતા પડકારોને ધ્યાનમાં રાખીને અમેરિકા નવી રણનીતિ પર કામ કરી રહ્યા છે. ટ્રમ્પે તેમ પણ કહ્યું કે, ટુંકમાં જ અમેરિકા બીજી વાર ચાંદ પર અને મંગળ ગ્રહ સુધી પહોંચશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે