અમદાવાદના રસ્તા પર ફરે છે મોત, દેશમાં અકસ્માત અને મોત મામલે અમદાવાદ 11 મા સ્થાને

Accidents In Ahmedabad : વર્ષ 2020ની સરખામણીમાં 2021માં અમદાવામાં રોડ અકસ્માતની ઘટનાઓ વધી... 2021માં અકસ્માતમાં 13 ટકાનો અને મૃત્યુમાં 21 ટકાનો વધારો થયો...દેશમાં અકસ્માત અને મોત મામલે અમદાવાદ 11મા સ્થાને... માર્ગ અને મકાન વિભાગના આંકડામાં ખુલાસો...

અમદાવાદના રસ્તા પર ફરે છે મોત, દેશમાં અકસ્માત અને મોત મામલે અમદાવાદ 11 મા સ્થાને

Accidents Cases Increase In Ahmedabad ગૌરવ પટેલ/અમદાવાદ : અમદાવાદ સહિત ગુજરાતભરમાં અકસ્માતના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં વર્ષ 2020ની સરખામણીએ અકસ્માતમાં 2021મા 13 ટકાનો વધારો થયો છે, જ્યારે મૃત્યુના કેસમાં 21 ટકાનો વધારો થયો છે. કેન્દ્ર સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં ખુલાસો થયો. 

અમદાવાદ શહેરમાં રોજ કોઈને કોઈ ખૂણે અકસ્માતના કિસ્સા બનતા રહે છે. પરિસ્થિતિ એવી છે કે હવે આ આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. 50 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અકસ્માત અને મોતના કેસમાં વર્ષ 2020માં અમદાવાદ 14માં ક્રમે હતુ, જે 2021માં 11માં ક્રમે પહોંચ્યુ છે. ગત વર્ષની સરખામણીએ અમદાવાદમાં અકસ્માતના કેસમા 19 ટકાનો વધારો થયો છે. અમદાવાદમાં વર્ષ 2020માં 1185 અકસ્માતમાં 340 લોકોના મોત થયા. જ્યારે 786 લોકોને ઈજા પહોંચી હતી. વર્ષ 2021માં અકસ્માતના 1433 થયા, જેમાં 404 લોકોએ જીવ ગુમાવ્યો. જ્યારે 1062 લોકોને ઈજા પહોંચી છે.

વર્ષ 2020ની સરખામણીએ વર્ષ 2021માં અમદાવાદમાં રોડ અકસ્માત અને મૃત્યુમાં વધારો નોંધાયો છે. પાછલા વર્ષની સરખામણીએ 19 ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં વર્ષ 2020 ની સરખામણીએ 2021માં અકસ્માતમાં 13 ટકાનો અને મૃત્યુમાં 21 ટકાનો વધારો થયો છે. કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા જાહેર કરાયેલા અહેવાલમાં હકીકત સામે આવી છે. 

અમદાવાદમાં વર્ષ 2020માં 1185, અને 2021માં 1433 અકસ્માત થયા
રોડ અકસ્માતથી વર્ષ 2020 માં 340 તો 2021માં 404 મોત થયા
વર્ષ 2020માં 786 અને વર્ષ 2021માં 1062 લોકો અકસ્માતમાં ઘાયલ થયા

તો બીજી તરફ, રાજકોટ અને વડોદરામાં અકસ્માતની સંખ્યા ધટી છે. સુરતમાં વર્ષ 2020 માં 575 અકસ્માત સામે વર્ષ 2021માં 704 અકસ્માત થયા અને મોત 191 થી વધી 272 થયા છે. 

આ પણ વાંચો : 

અકસ્માત થવાના મહત્વના કારણો
ઓછા સમયમાં વધારે પીક અપ ધરાવતા વધતા વાહનો
ઓદ્યોગીક વિકાસના પગલે વધી રહેલુ શહેરી કરણ
શહેરમાં આવી વસેલા ઓછા અનુભવના વાહન ચાલકો
ડેવલપમેન્ટના કારણે ટ્રાન્સપોર્ટેશન ની જરૂરિયાત ઉભી થતા યોગ્ય તાલીમ વગરના વાહનચાલકોનું વધેલુ પ્રમાણ
શહેરમાં ટ્રાફીકની જાગૃતતા માટેના સાઇન બોર્ડનો અભાવ
રાજ્યમાં રહેલુ એન્જીનીયરીંગ ક્ષતિયુક્ત
અયોગ્ય સ્પીડ બ્રેકર, રોડ માર્કિંગ, ટ્રાફિક સાઇન નો અભાવ સગવડતા પ્રમાણે ડિવાડર બ્રેક કરી બનાવેલ કટ
પદયાત્રીઓ માટે રોડ ક્રોસ કરવા માટેની સુવિધાઓનો અભાવ
પેડેસ્ટ્રીયન સેફ્ટી સાથે થઇ રહ્યો છે કોમ્પ્રોમાઇઝ
સ્પીડ પ્રત્યેની વિકૃત માનસિકતા

- ગુજરાતમાં વર્ષ 2020ની સરખામણીએ અકસ્માતમાં 2021મા 13 ટકાનો વધારો થયો છે, જ્યારે મૃત્યુના કેસમાં 21 ટકાનો વધારો થયો...#Ahmedabad #Accident #Survey #ZEE24kalak pic.twitter.com/l5QJwaHksJ

— Zee 24 Kalak (@Zee24Kalak) January 2, 2023

અકસ્માત અટકાવવાના ઉપાયો
અકસ્માતનો આ આંકડો ઘટાડી શકાય તેમ છે. અકસ્માતની સંખ્યામાં ઘટાડો આવી શકે છે. તેના માટે કેટલાક ચોક્કસ ઉપાયો કરી શકાય છે. આ વિશે રોડ સેફ્ટી એક્સપર્ટ અમિત ખત્રી કહે છે કે, છેલ્લા બે વર્ષમા થયેલા અકસ્માતોને આધારે બ્લેક સ્પોટ નક્કી કરી 500 મીટર અગાઉ સાઇન બોર્ડ લગાડવા. શહેરમાં રહેલા બ્લાઇન્ટ સ્પોટ દુર કરવા જેથી વાહન ચાલક સામેના વાહનને જોઇ શકે. બ્લાઇન્ડ સ્પોટ અને બ્લેક સ્પોટની આઇડીફિકેશન અને પૃથક્કરણ થકી નીકળતા કારણો બાબતે ત્વરિત અમલીકરણનો અભાવ છે. પદયાત્રીઓની સલામતીના ધોરણો નક્કી કરી તેનું અમલીકરણ કરવું જરૂરી છે. માસ ટ્રાન્સપોર્ટેશન નો વ્યાપ વધારવાથી અકસ્માતને નિવારી શકાય છે. છકડા અને જીપ જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ના સાધનોમાં સંખ્યા નિર્ધારિત કરવી. સાથે જ રખડતા ઢોરનું નિયંત્રણ કરવું જરૂરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news