ન્યૂ કેલેડોનિયાના તટ પર આવ્યો આટલી તીવ્રતાનો ભૂકંપ, ઉઠી સુનામી લહેરો

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે સમુદ્રમાં લગભગ 17 સેંટીમીટર લહેરો લોયલ્ટી દ્રીપ પાસે પહોંચી જોકે આ લહેરોથી કોઇપણ પ્રકારનું નુકસાન થયું નથી. 

ન્યૂ કેલેડોનિયાના તટ પર આવ્યો આટલી તીવ્રતાનો ભૂકંપ, ઉઠી સુનામી લહેરો

સિડની: ન્યૂ કેલેડોનિયાના પૂર્વી તટ પર બુધવારે 7.1 તીવ્રતાના ભૂકંપના જોરદાર આંચકા આવ્યા બાદ ભૂકંપ વિજ્ઞાનીઓએ કહ્યું કે સુનામીની નાની-નાની લહેરો ઉઠી પરંતુ તાત્કાલિક તેનાથી ક્ષતિના કોઇ સમાચાર નથી. યૂએસ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું કે ભૂકંપનું કેંદ્ર દક્ષિણી પ્રશાંત મહાસાગરમાં 27 કિલોમીટરની ઉંડાઇ પર હતો. આ સ્થાન નજીકના શહેર ટાડિનથી 231 કિલોમીટર દૂર છે.

ફેસેફિક સૂનામી વોર્નિંગ સેંટરે જણાવ્યું કે સમુદ્રમાં સૂનામીની નાની-લહેરો ઉઠતી જોવા મળી. આ ભૂકંપ ત્યાંના સ્થાનિક સમયાનુસાર બપોરે 2:52 વાગે આવ્યો. માનવામાં આવી રહ્યું છે કે આ ભૂકંપ ઓસ્ટ્રેલિયા અને પ્રશાંત પ્લેટોની વચ્ચે પ્લેટ સીમા ઇંટરફેસ પર અથવા નજીક ખસકવાનું કારણ હતું. લોયલ્ટી આઇસલેંડનું ક્ષેત્ર ભૂકંપને લઇને ખૂબ સક્રિય છે.

ન્યૂ કેલેડોનિયા ભૂકંપના 250 કિલોમીટરની અંતર આ ક્ષેત્ર ગત 100 વર્ષોમાં ઘણા મોટા ભૂકંપની મેજબાની કરી ચૂકી છે. આ ક્ષેત્રમાં અત્યાર સુધીનો મોટો ભૂકંપ મે 1995માં આવ્યો હતો જેનું કેંદ્ર આજે આવેલા ભૂકંપથી લગભગ 100 કિલોમીટર દક્ષિણ તરફ હતું.

17 સેંટીમીટરની લહેરો લોયલ્ટી દ્વીપની પાસે પહોંચી
પ્રશાંત સુનામી ચેતાવણી કેંદ્વનું કહેવું છે કે બુધવારે ન્યૂ ન્યૂકેલેડોનિયા પાસે આવેલા ભૂકંપ બાદ કોઇ મોટી સુનામીનો ખતરો નથી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે સમુદ્રમાં લગભગ 17 સેંટીમીટર લહેરો લોયલ્ટી દ્રીપ પાસે પહોંચી જોકે આ લહેરોથી કોઇપણ પ્રકારનું નુકસાન થયું નથી. 

તમને જણાવી દઇએ કે ન્યૂ ન્યૂકેલેડોનિયાથી વાનુઅતુ સુધી પ્રશાંત મહાસાગરની ચારેય તરફ ભૂકંપીય દ્વીપની એક ચાપ છે જ્યાં ભૂકંપના જ્વાલામુખીનું ફાટવું એક સામાન્ય વાત છે. આ ક્ષેત્ર ઓસ્ટ્રેલિયાના સનશાઇન તટથી લગભગ 3,3000 કિલોમીટર પૂર્વમાં સ્થિત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news