મણિપુર તથા નાગાલેન્ડના પૂર્વ રાજ્યપાલ અને પૂર્વ CBI ડાયરેક્ટર અશ્વિની કુમારે કર્યો આપઘાત
અશ્વિની કુમારે આત્મહત્યા કરી કે કોઈ અન્ય કારણ છે તેની પુષ્ટિ થઈ શકી નથી. હિમાચલના સિરમૌરના નિવાસી અશ્વિની કુમાર 1973 બેચના આઈપીએસ ઓફિસર હતા. હિમાચલ પ્રદેશના ડીજીપી, સીબીઆઈના ડાયરેક્ટર સહિત ઘણા પદો પર પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો.
Trending Photos
શિમલાઃ મણિપુર અને નાગાલેન્ડના પૂર્વ રાજ્યપાલ અને સીબીઆઈના પૂર્વ ડાયરેક્ટર અશ્વિની કુમારનું બુધવારે શંકાસ્પદ પરિસ્થિતિઓમાં નિધન થઈ ગયું છે. 70 વર્ષીય અશ્વિની કુમાર શિમલાના પોતાના ઘરમાં ફાંસી પર લટકતા મળ્યા છે. એસપી શિમલા મોહિત ચાવલાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.
પરંતુ અશ્વિનીએ આત્મહત્યા કરી કે કોઈ અન્ય કારણ છે તેની પુષ્ટિ થઈ શકી નથી. હિમાચલના સિરમૌરના નિવાસી અશ્વિની કુમાર 1973 બેચના આઈપીએસ ઓફિસર હતા. હિમાચલ પ્રદેશના ડીજીપી, સીબીઆઈના ડાયરેક્ટર સહિત ઘણા પદો પર પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો.
હિમાચલ પોલીસમાં ડીજીપી રહેતા કર્યા મોટા સુધાર
અશ્વિનીએ વર્ષ 2006મા હિમાચલ પ્રદેશ પોલીસના ડીજીપીનો ચાર્જ લીધા બાદ ઘણા સુધાર કર્યા. હિમાચલ પોલીસને ડિજિટલીકરણ અને સ્ટેશન સ્તર પર કમ્પ્યૂટરના ઉપયોગની શરૂઆત તેમણે કરાવી હતી. તેમના કાર્યકાળમાં ફરિયાદોના ઓનલાઇન રજીસ્ટ્રેશન જેવી વ્યવસ્થા શરૂ થઈ, જેથી દૂરના પહાડી વિસ્તારમાં રહેનાર લોકોને પોલીસ સ્ટેશન જવાથી છૂટકારો મળ્યો હતો.
સીબીઆઈના ડાયરેક્ટર બનનાર હિમાચલના પ્રથમ પોલીસ ઓફિસર અશ્વિની કુમારને જુલાઈ 2008મા સીબીઆઈના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા. અશ્વિની કુમાર સીબીઆઈ ડાયરેક્ટર બનનાર હિમાચલ પ્રદેશના પ્રથમ પોલીસ ઓફિસર હતા. મે 2013મા તત્કાલીન યૂપીએ સરકારે તેમને પહેલા નાગાલેન્ડના રાજ્યપાલ બનાવ્યા અને પછી જુલાઈ 2013મા તેમને મણિપુરના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે