Suez Canal News: 6 દિવસથી સુએઝ નહેરમાં ફસાયેલું વિશાળકાય જહાજ આખરે દોડવા લાગ્યું, દુનિયાએ લીધા રાહતના શ્વાસ

સુએઝ કેનાલમાં છેલ્લા 6 દિવસથી ફસાયેલું વિશાળકાય માલવાહક જહાજ એવર ગિવન આખરે બહાર નીકળી ગયું છે અને ધીરે ધીરે પોતાની મંજિલ તરફ આગળ વધી રહ્યું છે. કહેવાય છે કે સોમવારે સ્થાનિક સમય મુજબ સવારે 4.30 વાગે આ માલવાહક જહાજ બહાર નીકળ્યું. કન્ટેનરશિપ એવર ગિવનના બહાર નીકળવાથી આખી દુનિયાએ રાહતના શ્વાસ લીધા છે. આ અગાઉ સુએઝ કેનાલમાં ફસાયેલા આ વિશાળકાય જહાજને હટાવવાના કામમાં બે ખાસ નૌકાઓ કામે લગાડવામાં આવી હતી. 

Suez Canal News: 6 દિવસથી સુએઝ નહેરમાં ફસાયેલું વિશાળકાય જહાજ આખરે દોડવા લાગ્યું, દુનિયાએ લીધા રાહતના શ્વાસ

કાહિરા: સુએઝ કેનાલમાં છેલ્લા 6 દિવસથી ફસાયેલું વિશાળકાય માલવાહક જહાજ એવર ગિવન આખરે બહાર નીકળી ગયું છે અને ધીરે ધીરે પોતાની મંજિલ તરફ આગળ વધી રહ્યું છે. કહેવાય છે કે સોમવારે સ્થાનિક સમય મુજબ સવારે 4.30 વાગે આ માલવાહક જહાજ બહાર નીકળ્યું. કન્ટેનરશિપ એવર ગિવનના બહાર નીકળવાથી આખી દુનિયાએ રાહતના શ્વાસ લીધા છે. આ અગાઉ સુએઝ કેનાલમાં ફસાયેલા આ વિશાળકાય જહાજને હટાવવાના કામમાં બે ખાસ નૌકાઓ કામે લગાડવામાં આવી હતી. 

એશિયા અને યુરોપ વચ્ચે માલની હેરફેર કરનારું પનામાના ધ્વજવાળું એવર ગિવન નામનું વિશાળ જહાજ ગત મંગળવારે આ નહેરમાં ફસાઈ ગયું હતું. ત્યારથી અધિકારીઓ જહાજને બહાર કાઢવામાં અને જળમાર્ગને જામથી મુક્ત કરવાની જદ્દોજહેમત કરી રહ્યા હતા. આકરી મહેનત બાદ હવે જહાજને બહાર કાઢવામાં સફળતા મળી છે. એવર ગિવન જહાજને 25 ભારતીયો ચલાવી રહ્યા છે. તમામ ભારતીય ક્રુ મેમ્બર્સ સંપૂર્ણ રીતે સુરક્ષિત હોવાનું કહેવાય છે. 193.3 કિલોમીટર લાંબી સુએઝ નહેર ભૂમધ્ય સાગરને લાલ સાગર સાથે જોડે છે. આ રસ્તે દુનિયાના  લગભગ 30 ટકા શિપિંગ કન્ટેનર પસાર થાય છે. સમગ્ર દુનિયાના 12 ટકા સામાનની હેરફેર પણ આ નહેર દ્વારા થાય છે. 

— ANI (@ANI) March 29, 2021

દુનિયાભરના 300થી વધુ માલવાહક જહાજ  અને ઓઈલ કન્ટેનર ફસાયા
આ નહેરથી રોજનો નવ અબજ ડોલરનો કારોબાર થાય છે. જહાજ ફસાઈ જવાથી વૈશ્વિક પરિવહન અને વેપાર પર તેની ખરાબ અસર પડી છે. વૈશ્વિક અર્થવ્યવસ્થાની હાલત પહેલેથી કોરોનાના કારણે કથળેલી છે. બર્નહાર્ડ શિપમેનેજમેન્ટે કહ્યું કે પ્રાથમિક તપાસમાં કોઈ યાંત્રિક ગડબડી કે  એન્જિનના નિષ્ફળ જવાના કારણે જહાજ ફસાયું હોય તેવું કારણ સામે આવ્યું નથી. વિશ્વના વ્યસ્ત સમુદ્રી રસ્તાઓમાંથી એક ઈજિપ્તની સુએઝ નહેરમાં વિશાળ કન્ટેનર શિપ એવર ગિવનના ફસાઈ જવાથી દુનિયાભરના 300થી વધુ માલવાહક જહાજ અને ઓઈલ કન્ટેનર ફસાઈ ગયા હતા. 

— Steve Hanke (@steve_hanke) March 29, 2021

સમુદ્રમાં લાગેલી ભીષણ ટ્રાફિક જામની અસર દુનિયામાં સ્પષ્ટપણે જોવા મળી રહી હતી. ટોઈલેટ પેપર બનાવનારી સૌથી મોટી કંપની સુજાનો એસએએ ચેતવણી પણ આપી હતી કે જહાજ ફસાઈ જવાથી વૈશ્વિક સ્તર પર ટોઈલેટ પેપરનું સંકટ પેદા થઈ શકે છે. સુજાનો એસએએ  કહ્યું કે ટોઈલેટ પેપર લઈ જતા જહાજો અને શિપિંગ કન્ટેનરની ભારે કમી થઈ ગઈ છે. સુએઝ નહેરમાં લાગેલા ટ્રાફિક જામથી બચવા માટે અનેક દેશોના જહાજ આફ્રિકાના ચક્કર લગાવીને અવરજવર કરી રહ્યા હતા. આ રીતે સામાન આવવામાં એક અઠવાડિયું વધુ સમય લાગી રહ્યો છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news