US: પૂર્વ Football ખેલાડી ડોક્ટરના ઘરમાં ઘૂસી ગયો અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું, 5 લોકોના મોત

અમેરિકા (America) ના સાઉથ કેરોલિનામાં હચમચાવી નાખે તેવા સમાચાર આવ્યા છે. અહીં એક પૂર્વ ફૂટબોલ ખેલાડી ફિલિપ એડમ્સે એક ડોક્ટરના ઘરમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું. જેમાં 5 લોકોના મોત થયા. આ ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરી મચી છે. 
US: પૂર્વ Football ખેલાડી ડોક્ટરના ઘરમાં ઘૂસી ગયો અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું, 5 લોકોના મોત

સાઉથ કેરોલિના: અમેરિકા (America) ના સાઉથ કેરોલિનામાં હચમચાવી નાખે તેવા સમાચાર આવ્યા છે. અહીં એક પૂર્વ ફૂટબોલ ખેલાડી ફિલિપ એડમ્સે એક ડોક્ટરના ઘરમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું. જેમાં 5 લોકોના મોત થયા. આ ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરી મચી છે. 

ડેઈલી મેઈલમાં છપાયેલા અહેવાલ મુજબ પોલીસે જણાવ્યું કે અંધાધૂંધ ફાયરિંગમાં ડોક્ટર રોબર્ટ લેસલી, તેમના પત્ની બરબરા, પૌત્રી નોહ અને અદાના મોત થયા છે. આ ઉપરાંત તેમના ઘરમાં કામ કરતો નોકર જેમ્સ લુઈસ પણ માર્યો ગયો. આ હુમલામાં લુઈસના સાથી રોબર્ટ શૂકને પણ અનેક ગોળીઓ વાગી છે. તે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

પોલીસે રિલીઝ કર્યા ફોન કોલ્સ
અત્રે જણાવવાનું કે ગુરુવારે પોલીસે બે ફોન કોલ્સ પણ રિલીઝ કર્યા જે હુમલા દરમિયાન મૃતક ડોક્ટરના પાડોશીઓએ કર્યા હતા. પોલીસના જણાવ્યાં મુજબ સવારે 4 વાગે ફોન આવ્યો હતો કે પાડોશમાં તેમણે ફાયરિંગનો અવાજ સાંભળ્યો છે. લગભગ 20 વાર ફાયરિંગ થયું છે. 

સરન્ડર કરતા પહેલા આરોપીએ કરી આત્મહત્યા
પોલીસે જણાવ્યું કે ઘટનાની સૂચના મળતા જ તેઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ડોકટરના ઘરને ઘેરી લીધું. જ્યાં ફિલિપ મોતનો ખૂની ખેલ ખેલી રહ્યો હતો. પોલીસે ફિલિપને સરન્ડર કરવાનું કહ્યું પરંતુ તે માન્યો નહીં. લગભગ 4 કલાક બાદ તેણે પોતાની જાતને ગોળી મારી જેના કારણે તેનું મોત નિપજ્યું. 

સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ ડોક્ટર લેસલીએ આરોપી ફિલિપને દુખાવાની દવા આપવાની ના પાડી દીધી હતી. આ કારણે ફિલિપ ભાન ભૂલી ગયો અને ગન લઈને ડોક્ટરના ઘરમાં ઘૂસી ગયો. ફિલિપ સામે જે પણ કોઈ આવ્યું તેને તેણે મોતને ઘાટ ઉતારી દીધા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news