ફેસબુક યૂઝર્સ માટે આઘાતજનક સમાચાર, હેકર્સે ફરી સર્વરને 'ઉલ્લુ' બનાવ્યું, બંધ થયું આ ફીચર 

ફેસબુકમાંથી ફરી એકવાર યૂઝરનો ડેટા ચોરી થવાનો મામલો સામે આવતા હડકંપ મચી ગયો છે.

ફેસબુક યૂઝર્સ માટે આઘાતજનક સમાચાર, હેકર્સે ફરી સર્વરને 'ઉલ્લુ' બનાવ્યું, બંધ થયું આ ફીચર 

નવી દિલ્હી: ફેસબુકમાંથી ફરી એકવાર યૂઝરનો ડેટા ચોરી થવાનો મામલો સામે આવતા હડકંપ મચી ગયો છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટનું કહેવું છે કે લગભગ 5 કરોડ યૂઝરનો એકાઉન્ટ ડેટા હેક થયો છે. આ વખતે આ ડેટા કોઈને વેચાયો નથી પરંતુ હેકર્સે ચોરી કર્યો છે. ફેસબુક આ મામલે પોતાની રીતે તપાસ કરી રહ્યું છે. તેના કહેવા મુજબ સુરક્ષાનો બંદોબસ્ત કરાયો છે અને આ સાથે જ લો એજન્સીઓને પણ આ અંગે ખબરદાર કરી દેવાયા છે. 

વ્યૂ એજ ફીચર પર કર્યો હુમલો
કંપનીના જણાવ્યાં મુજબ હેકર્સે વ્યૂ એજ ફીચર પર  હુમલો કર્યો હતો. તેના દ્વારા તેઓ યૂઝરના એકાઉન્ટમાં ઘૂસ્યા અને ડેટા હેક કર્યો. આ ફીચર ફેસબુકનું સૌથી લોકપ્રિય ફીચર છે. તેના દ્વારા કોઈ પણ વ્યક્તિ કોઈ પણ યૂઝરની ફાઈલ પ્રોફાઈલ જોઈ શકે છે. ફેસબુકે હાલ આ ફીચરને ડિસેબલ કરી નાખ્યું છે. કંપનીના પ્રોડક્ટ મેનેજમેન્ટના વાઈઝ પ્રેસિડેન્ટ ગાઈ રોજને પોતાના બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે 25 સપ્ટેમ્બરના રોજ બપોરે અમારી એન્જિનિયરિંગ ટીમને હેકિંગની જાણકારી થઈ. ત્યાં  સુધીમાં હેકર 5 કરોડ યૂઝરનો ડેટા હેક કરી ચૂક્યા હતાં. અમે તેને ગંભીરતાથી લીધુ અને બધાને જણાવવા માંગીએ છીએ કે તેમના ડેટા સાથે શું થયું. અમે તેમના ડેટાની સુરક્ષા માટે ચેકિંગ રાખી દીધુ છે. 

કેવી રીતે થયો હુમલો
ફેસબુકના જણાવ્યાં મુજબ વ્યૂ એજ ફીચર દ્વારા હેકર સાઈટમાં ઘૂસ્યાં. તેના દ્વારા તેમણે ફેસબુકના એક્સેસ ટોકન ચોરી કર્યાં અને યૂઝર એકાઉન્ટ પર થોડીવાર માટે કંટ્રોલ કરી લીધો. 

શું હોય છે એક્સેસ ટોકન
એક્સેસ ટોકન ડિજિટલની જેમ હોય છે. તેના દ્વારા યૂઝરને વારંવાર લોગઈન કરવાની જરૂર નથી પડતી. ફોન પર એકવાર એપ્લિકેશન લોન્ચ કર્યા બાદ તે ફક્ત એકવાર પાસવર્ડ માંગે છે. ત્યારબાદ યૂઝર જ્યારે પણ ઈચ્છે ત્યારે તેનો ઉપયોગ કરી શકે છે. હેકર્સે તેનો ફાયદો ઉઠાવ્યો. અંગત કોમ્પ્યુટર કે લેપટોપ ઉપર પણ લોકો ફેસબુક લોગ ઈન કર્યા બાદ ફરી તેને લોગ આઉટ કરતા નથી. 

હેકર્સ સર્વરને ઉલ્લુ બનાવવામાં સફળ રહ્યાં
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ લ્યૂસિડસ સાઈબર સિક્યોરિટી ફર્મના સીઈઓ સાકેત મોદીના હવાલે જણાવ્યું કે હેકર ફેસબુકના સર્વરને ઉલ્લુ બનાવવામાં સફળ રહ્યાં. તેમણે તે પદ્ધતિ અપનાવી જેનાથી સર્વરને લાગે કે યૂઝર અસલી છે. તેનાથી યૂઝરના ખાતાનો ફૂલ કંટ્રોલ મળી ગયો હતો. 

કેવી રીતે હેકિંગથી બચવું

  • ફેસબુકનું કહેવું છે કે યૂઝરે પોતાના પાસવર્ડ રીસેટ કરવાની જરૂર નથી. 
  • પરંતુ જો તેમણે હેકિંગથી બચવું હોય તો ટોકન એકાઉન્ટ રીસેટ કરવા પડશે જેથી કરીને હેકિંગ ન થાય. 
  • કંપનીએ કહ્યું કે યૂઝરના ડેટાની પ્રાઈવસી અને સુરક્ષા અમારા માટે સૌથી વધુ જરૂરી છે અને આથી અમે આ બદલ માફી માંગીએ છીએ. 
  • જે લોકોને ફેસબુક એકાઉન્ટ લોગઈન કરવામાં મુશ્કેલી પડી રહી છે તેઓ હેલ્પ સેન્ટરની મદદ લે.
  • ફેસબુક યૂઝરે પોતાના તમામ એકાઉન્ટથી લોગ આઉટ થઈ જવું જોઈએ અને ફરી લોગઈન થવું જોઈએ. 
  • તેઓ પોતાનો પાસવર્ડ બદલીને પણ હેકિંગથી બચી શકે છે. તેના માટે તેમણે ટુ સ્ટેપ વેરિફિકેશન ટૂલનો ઉપયોગ કરવો પડશે. 
  • યૂઝર પ્રાઈવસી સેટિંગમાં જઈને તમારી તાજા પોસ્ટ અને ફોટો જોઈ શકો છો. કારણ કે હાલ વ્યૂ એજ ફીચર ડિસેબલ કરી દેવાયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news