Britain, South Africa બાદ હવે આ દેશમાં આવ્યો New Corona Strain પ્રથમ કિસ્સો

તાજેતરમાં જ બ્રિટન (Britain) થી પરત ફર્યો હતો. ફ્રાંસના એક બ્રોડકાસ્ટર BFMTV ના રિપોર્ટ અનુસાર ત્યાંના સ્વાસ્થ્ય વિભાગે આ વ્યક્તિમાં નવા સ્ટ્રેન મળવાની જાણકારી આપી છે.

Britain, South Africa બાદ હવે આ દેશમાં આવ્યો New Corona Strain પ્રથમ કિસ્સો

પેરિસ: બ્રિટન (Britain)માં મળી આવેલા કોરોનાના નવા સ્ટ્રેન (New Corona Strain) હવે દુનિયાના ઘણા દેશોમાં ફેલાતો જાય છે. આ પહેલાં સાઉથ આફ્રીકા (South Africa)માં કોરોનાના નવા સ્ટ્રેનના ઘણા કેસ જોવા મળ્યા છે. હવે ફ્રાંસ (France)માં આ પહેલો કિસ્સો સામે આવ્યો છે. ફ્રાંસની મીડિયા રિપોર્ટએ તેની જાણકારી આપી. 

તાજેતરમાં જ બ્રિટનથી પરત ફર્યો વ્યક્તિ
ફ્રાંસ (France) ના જે વ્યક્તિમાં કોરોનાના નવા સ્ટ્રેન (New Corona Strain) જોવા મળ્યા છે, તે તાજેતરમાં જ બ્રિટન (Britain) થી પરત ફર્યો હતો. ફ્રાંસના એક બ્રોડકાસ્ટર BFMTV ના રિપોર્ટ અનુસાર ત્યાંના સ્વાસ્થ્ય વિભાગે આ વ્યક્તિમાં નવા સ્ટ્રેન મળવાની જાણકારી આપી છે. રિપોર્ટના અનુસાર આ વ્યક્તિમાં કોરોના (Covid-19)ના કોઇ લક્ષણ નથી અને હાલ તેમણે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. 

નવા કોરોના વેરિએન્ટની ચપેટમાં 8 યૂરોપીય દેશ
કોરોના વાયરસના નવા સ્ટ્રેન (New Corona Strain)નો પહેલો કિસ્સો બ્રિટન (Britain)માં ગત અઠવાડિયા જોવા મળ્યા હતા. કોરોનાનો આ નવા અવતાર હાલના વાયરસના મુકાબલે 70% વધુ ફેલાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન  (World Health Organisation) ના અનુસાર કોરોનાના આ નવા સ્ટ્રેન (New Corona Strain) ના કેસ અત્યાર સુધી 8 યૂરોપીય દેશમાં જોવા મળ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news