Gate to hell: નરકનો દરવાજો, જ્યાં જનારા માણસ તો શું પશુ પક્ષી સુદ્ધા પાછા નથી આવ્યાં

Gate to hell: નરકનો દરવાજો, જ્યાં જનારા માણસ તો શું પશુ પક્ષી સુદ્ધા પાછા નથી આવ્યાં

દુનિયા (World) માં એવી અનેક જગ્યાઓ છે જે કોઈને કોઈ કારણસર રહસ્યમય બની રહી છે. એવી જ એક જગ્યા તુર્કી (Turkey) ના પ્રાચિન શહેર હેરાપોલીસમાં છે. અહીં એક પ્રાચિન મંદિર છે. આ મંદિર અંગે એવું કહેવાય છે કે અહીં નરકનું દ્વાર (Gate to Hell)  છે. ત્યાં જવાની વાત તો દૂર રહી પરંતુ ત્યાં આજુબાજુ ફટકનારા પણ પાછા ફરતા નથી. એવું કહેવાય છે કે આ મંદિરના સંપર્કમાં આવતા જ માણસથી લઈને પશુ પક્ષી સુદ્ધા મોત પામે છે. 

અનેક વર્ષ પહેલા સુધી આ જગ્યા ખુબ રહસ્યમય બની રહી હતી. કારણ કે લોકોનું એવું માનવું હતું કે અહીં આવનારા લોકોની મોત યુનાની દેવતાના ઝેરી શ્વાસના કારણે થાય છે. અહીં સતત થઈ રહેલા મોતના કારણે લોકો પછી તો આ મંદિરને નરકનું દ્વાર કહેવા લાગ્યા હતાં. કહે છે કે ગ્રીક, રોમન કાળમાં પણ લોકો મોતના ડરના કારણે ત્યાં જવાથી ડરતા હતાં. 

જુઓ LIVE TV

જો કે વૈજ્ઞાનિકો દ્વારા આ રહસ્યનો ઉકેલ આવ્યો હોવાનું કહેવાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે મંદિરની નીચેથી સતત ઝેરીલો કાર્બન ડાયોક્સાઈડ વાયુ લીક થઈ રહ્યો હોવાના કારણે તેના સંપર્કમાં આવતા માણસો અને પશુ પક્ષીઓ મોત પામે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news