બ્રેકઅપ બાદ 25000 કિલોમીટરનું અંતર કાપી પહોંચી બોયફ્રેંડને મળવા અને પછી...

Couple Goals: તેમની લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. તમને જણાવી દઇએ કે જોન ત્યારે પ્લેબોય નેચરના હતા જ્યારે ઉરસુલાને પાર્ટીઓથી સખત નફરત હતી. બ્રેકઅપ બાદ છોકરીએ દરિયાઇ માર્ગે લાંબી યાત્રા પુરી કરીને પોતાના પ્રેમનું ઉદાહરણ પુરૂ પાડ્યું. 1972 માં લગ્ન બાદ બંને કેનેડા જતા રહ્યા. 

બ્રેકઅપ બાદ 25000 કિલોમીટરનું અંતર કાપી પહોંચી બોયફ્રેંડને મળવા અને પછી...

Couple Goals: તમે મોટાભાગે એક એકથી ચડિયાતી લવ સ્ટોરીઝ વિશે સાંભળ્યું હશે. કેટલીક તમને ફિલ્મી લાગી હશે તો કેટલીકે તમને પ્રેમ કરવા માટે પ્રેરિત પણ કર્યા હશે. પરંતુ આ કપલની લવ સ્ટોરી જરા લીગથી હટકે છે. 22 વર્ષની ઉરસુલા કાર્ની  (Ursula Carney) અને તેમના બોયફ્રેંડ જોન ઓર્ટનનું બ્રેકઅપ થઇ ગયું હતું. આશ્વર્યની વાત એ છે કે તેના બ્રેકઅપ બાદ તેમનો સંબંધ વધુ મજબૂત થઇ ગયો. બ્રેકઅપ બાદ છોકરો બ્રિટનથી ઓસ્ટ્રેલિયા જતો રહ્યો. પરંતુ પછી કંઇક એવું થયું જેનાથી તેમના સંબંધો ફરી જીવતા થઇ ગયા. 

છોકરાએ તૂટેલા સંબંધોને જોડ્યા
1970 માં બ્રિટનમાં રહેતી છોકરીએ યૂરોપ, નોર્થ અને સાઉથ આફ્રીકાથી ઓસ્ટ્રેલિયા જવાનો નિર્ણય કર્યો. જોકે છોકરીએ પોતાના બોયફ્રેંડ સાથે લાંબા સમય સુધી અંતર સહન કરી શકી નહી અને તેને મળવા માટે તેના ઘરે પહોંચી ગઇ. 'ધ મિરર' માં છપાયેલા એક રિપોર્ટ અનુસાર છોકરો, છોકરીને પોતાના ઘરે જોઇને ચોંકી ગયો અને ખૂબ ખુશ થયો. 

લગ્નને થયા 50 વર્ષ
તમને જણાવી દઇએ કે હવે આ કપલના લગ્નને 50 વર્ષ પુરા થઇ ગયા છે. છોકરાની ઉંમર હવે 78 વર્ષ અને છોકરીની ઉંમર 74 વર્ષ થઇ ગઇ છે પરંતુ હજુ પણ બંનેને તે એ પળ સારી રીતે યાદ છે. તમને જણાવી દઇએ કે તેમની લવસ્ટોરી 1972 માં એક સમાચાર પત્રમાં પણ પબ્લિશ થઇ હતી. કપલે લગ્નની 50મી વર્ષગાંઠ પર જૂની યાદોને યાદ કરી. બંને એકબીજા સાથે ખૂબ ખુશ છે. 

વાયરલ થઇ રહ્યો છે કિસ્સો
તેમની લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. તમને જણાવી દઇએ કે જોન ત્યારે પ્લેબોય નેચરના હતા જ્યારે ઉરસુલાને પાર્ટીઓથી સખત નફરત હતી. બ્રેકઅપ બાદ છોકરીએ દરિયાઇ માર્ગે લાંબી યાત્રા પુરી કરીને પોતાના પ્રેમનું ઉદાહરણ પુરૂ પાડ્યું. 1972 માં લગ્ન બાદ બંને કેનેડા જતા રહ્યા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news