કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ અંગે ગુડ ન્યૂઝ! ધીમો પડી રહી છે કોરોનાની સ્પીડ, WHO એ શેર કર્યો નવો ડેટા
6 અઠવાડિયા પછી આફ્રિકામાં ચાલી રહેલી ઓમિક્રોન વેરિઅન્ટની ચોથી લહેર હવે ઓછી થવા લાગી છે. 11 જાન્યુઆરી સુધીમાં આફ્રિકામાં 10.2 મિલિયન COVID-19 કેસ સામે આવ્યા હતા. દક્ષિણ આફ્રિકા, જ્યાં મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યામાં ભારે વધારો જોવા મળ્યો હતો
Trending Photos
નવી દિલ્હી: વિશ્વભરમાં કોરોનાની ત્રીજી લહેર લોકોને ખૂબ જ ઝડપથી સંક્રમિત કરી રહી છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટના ઘણા કેસ સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વેરિઅન્ટ ડેલ્ટા કરતા ઓછું ખતરનાક છે પરંતુ તે વધુ ચેપી છે. આ વાતો વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તરફથી એક સારા સમાચાર સામે આવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું છે કે આફ્રિકામાં ચોથી લહેર ધીમે ધીમે ઘટી રહ્યું છે.
6 અઠવાડિયા પછી આફ્રિકામાં ચાલી રહેલી ઓમિક્રોન વેરિઅન્ટની ચોથી લહેર હવે ઓછી થવા લાગી છે. 11 જાન્યુઆરી સુધીમાં આફ્રિકામાં 10.2 મિલિયન COVID-19 કેસ સામે આવ્યા હતા. દક્ષિણ આફ્રિકા, જ્યાં મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યામાં ભારે વધારો જોવા મળ્યો હતો, ત્યાં પણ છેલ્લા એક સપ્તાહમાં સંક્રમિતોની સંખ્યામાં 14 ટકાનો ઘટાડો નોંધાયો છે.
અહીં સ્કૂલો બંધ થતાં ધડાધડ કાચી ઉંમરની છોકરીઓ ગર્ભવતી થવા લાગી, એવું તે શું થયું કે આ નોબત આવી?
દક્ષિણ આફ્રિકા જ્યાં ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant) નો પ્રથમ કેસ નોંધાયો હતો, ત્યાં પણ સાપ્તાહિક સંક્રમણમાં 9% ઘટાડો જોવા મળ્યો. પૂર્વ અને મધ્ય આફ્રિકન વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાયો છે. જોકે ઉત્તર અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, ઉત્તર આફ્રિકામાં ગત અઠવાડિયામાં 121% નો વધારો નોંધાયો છે. આને ધ્યાનમાં રાખીને વિશ્વ આરોગ્ય સંસ્થાએ અહીં વધુ રસીકરણ કરવા માટે જણાવ્યું છે.
આફ્રિકામાં ડબ્લ્યુએચઓના પ્રાદેશિક નિર્દેશક ડો. માત્શિદિસો મોએતીએ જણાવ્યું હતું કે પ્રારંભિક સંકેતો સૂચવે છે કે દેશમાં ચોથી લહેર ઝડપી અને ટૂંકી રહી છે, પરંતુ તેમાં અસ્થિરતાનો અભાવ નથી. આફ્રિકામાં મહામારીને પહોંચી વળવા માટે જે મહત્વના પગલાંની સખત જરૂર છે તે હજુ પણ અમલમાં છે, પરંતુ તેના માટે અહીંના લોકો શક્ય તેટલી વહેલી તકે કોરોનાની રસી મેળવે તે પણ જરૂરી છે.
WHO ના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસે પણ તાજેતરમાં ચિંતા વ્યક્ત કરી હતી કે આફ્રિકાની 85% થી વધુ વસ્તી અથવા લગભગ એક અબજ લોકોને હજુ સુધી રસીની એક પણ ડોઝ લીધો નથી. સમગ્ર મહાદ્ધીપની વસતીમાંથી માત્ર 10% જ સંપૂર્ણ રસીકરણ થયેલા છે. આફ્રિકામાં ડબ્લ્યુએચઓના vaccine-preventable disease program ના વડા એલેન પોયે જણાવ્યું હતું કે કોવિડ-19 વિરુદ્ધ રસી અપાવવાની જરૂર હોય તેવા આફ્રિકનોની સંખ્યા હાલમાં 6 મિલિયનથી ઓછી છે, જે દર અઠવાડિયે 34 મિલિયન સુધી પહોંચાડવાની જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે